________________
અધ્ય.-૫, -૧: પિંડેષણા
૧૮૭
જાણી શકે છે કે ધોવણ પાણી તત્કાલનું છે અથવા એક-બે કલાકનું છે. જો જોવાથી અને બુદ્ધિ વડે વિચારવાથી નિર્ણય ન થાય ત્યારે પૂછવું પડે અને ઉત્તર સાંભળીને નિર્ણય કરવો પડે છે. આ રીતે બુદ્ધિથી કે જોવાથી અથવા પૂછવા-સાંભળવાથી ધોવણ પાણીના સમય વિષે નિર્ણય કરી મુનિએ નિઃશંક થઈ જવું જોઈએ. અનવે પરિણય-વિરોયનો નિર્ણય થયા પછી પણ ધોવણ પાણીની ગવેષણા પૂર્ણ થઈ જતી નથી. પાણીને પ્રત્યક્ષ જોઈ તે શસ્ત્ર પરિણત થયું છે કે નહિ અર્થાત્ ધોવાની પ્રક્રિયાથી અને ધોવાના પદાર્થથી તે પાણીના રંગ-રૂપમાં અને તેના સ્વાદમાં પરિવર્તન થયું કે નહીં, તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પરિણામાંતરિત થયા છે કે નહિ, તે અંગે ચકાસણી કરવી. આ પ્રકારની પરિક્ષામાંતરતાથી તે પાણીના અચિત્ત થઈ જવાનો નિર્ણય કરાય છે. તે માટે પ્રસ્તુત ગાથા-૭૦માં બળવં પરિણયે પડ્યા આ વાક્ય પ્રયોગ છે.
અહીં સુધી ધોવણ પાણી માટેની અનુભવપૂર્ણ ગવેષણામાં– (૧) ચિરકાલનું ધોવણ હોય અને તે (૨) પૂર્ણ શસ્ત્ર પરિણત અચિત્ત થઈ ગયેલ હોય એવા બે મુખ્ય તથ્યની વિચારણા પૂર્ણ થાય છે. તાત્પર્ય એ છે કે આ બંને પ્રકારની ગવેષણા પછી ભિક્ષુ તે પાણીને ગ્રહણ કરી શકે છે. આસાફત્તાન રોયણઃ- ધોવણ પાણી અચિત્ત અને નિર્દોષ હોય, છતાં તે પાણીથી મુનિનું પ્રયોજન સિદ્ધ થવું જોઈએ અર્થાત્ ધોવણ પાણીનો ઉપયોગ મુનિ તૃષા શાંત કરવા માટે અને કરેલા આહારની સુપાચનતા માટે કરે છે; તે પ્રયોજન સિદ્ધ થવું જોઈએ. તેથી ધોવણ પાણીના અચિત્ત હોવાના નિર્ણય પછી, તેને ગ્રહણ કરતાં પહેલાં મુનિ પાણીના રૂપરંગના આધારે પુનઃ વિચાર કરે કે આ પાણી પીવામાં અનુકુલ રહેશે કે નહીં? જો તે પાણીના રૂપરંગ કે ગંધથી એમ સંદેહ થાય કે પીવા લાયક છે કે નહીં તે સમજાતું નથી, પરંતુ અચિત્ત તો છે જ અને લેવાની જરૂરત પણ છે. ત્યારે મુનિ તે પાણીને ચાખીને નિર્ણય કરવાનો સંકલ્પ કરે અને તે માટે ગૃહસ્થને નિવેદન કરે કે આવી સંદેહની સ્થિતિ છે માટે હું પાણીને ચાખવા ઇચ્છું છું. દસ્થ નિ વલાદ મે - આ વાક્યમાં મુનિની સૂક્ષ્મતમ સમાચારીનું નિદર્શન છે. ગૃહસ્થના ઘેર મુનિ પાણીની ગવેષણા માટે ઊભા હોય ત્યારે ત્યાં જ ગૃહસ્થના સામે પાણી ગ્રહણ કર્યા પહેલાં જ ચાખવું એક વિચારણીય વાત છે; છતાં સંયમ જીવનની અન્ય મર્યાદાઓમાં ગવેષણાનું મહત્ત્વ કંઈક વિશેષ છે, માટે મુનિ ગૃહસ્થના ઘેર અને તેના સામે જ તે ધોવણ પાણીને ચાખી શકે છે.
ચાખવા માટે પણ પ્રસ્તુત વિધાનમાં સભ્યતા અને શાલીનતા ભરી સૂચના છે કે સાધુ ગૃહસ્થના પાણીવાળા તે વાસણમાં જ હાથ નાખી પાણી લઈને ન ચાખે; પોતે જ તે પાણીમાંથી થોડું પાણી ન લઈ લે; તેમજ ગૃહસ્થના કટોરી, ગ્લાસ આદિ વાસણમાં લઈને ન ચાખે અને પોતાના પાણી લેવાના પાત્રમાં પણ ન લે પરંતુ ગૃહસ્થ દાતાને નિવેદન કરે કે "થોડું પાણી તમે મારા હાથમાં આપો તો હું તેને ચાખીને નિર્ણય કરું કે આ પાણી મારાથી પીવાશે કે કેમ?
જો ચાખવાથી મુનિનો ભ્રમ દૂર થઈ જાય તથા પાણી પી શકાય તેવું હોય તો તે પાણીને મુનિ લઈ શકે છે તેમજ તે દાતા તે પાણી વહોરાવી શકે છે. દાતા વહોરાવવા માટે તૈયાર છે ત્યારે જ તો તે ચાખવા