________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
[ ૧૮૧ ]
પ્રકટરૂપથી રાખેલા, સજાવેલા ૨M = સચિત્ત કે અચેત રજ વડે પરિસિયં = ખરડાયેલા હોય સજીવુબારું = જવ આદિ સાથવાનું ચૂર્ણ વહોરવુઈગાડું = બોરકૂટ–બોરનું ચૂર્ણ સર્જરુતિ = તલ પાપડી, તલ સાંકળી wifણય = ગોળ, પાતળો ઢીલો ગોળપૂર્વે = પૂડલાં ન વાવ = અન્ય કોઈપણ તહાવિદ = તેવા પ્રકારના ખાદ્ય પદાર્થ. ભાવાર્થ-જવનું ચૂર્ણ(સાથવો), બોરનું ચૂર્ણ, તલ સાંકળી, ગોળ, પૂડલાં કે તેવા કોઈ પણ ખાદ્ય પદાર્થો ખુલ્લા જ સજાવીને વેચવા માટે દુકાનમાં રાખેલા હોય, તે સચિત્ત રજથી યુક્ત હોય તો મુનિ આપનાર દાતાને કહે કે મને આ પ્રકારનો આહાર ગ્રાહ્ય નથી. li૭૧-૭રી. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં દુકાન પરની વેચાતી ખાદ્ય સામગ્રી ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે.
સુત્રકારે પ્રથમ ગાથામાં વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોનું કથન કરીને બીજી ગાથામાં તે પદાર્થોને ગ્રહણ નહીં કરવાના કારણ સ્પષ્ટ કર્યા છે.
જવ કે બોર વગેરેનું ચૂર્ણ, તે ઉપરાંત તલસાંકળી, ગોળ વગેરે સ્નિગ્ધ પદાર્થો દુકાનમાં વ્યાપારીએ તેના વેચાણ માટે પ્રગટરૂપે ખુલ્લા જ બહાર ગોઠવેલા હોય, તેવા ખાદ્ય પદાર્થો સાધુને માટે અગ્રાહ્ય છે. પદ્ધ:- જે પદાર્થો ખુલ્લા પ્રગટ ગોઠવેલા હોય, ત્યાંથી આવાગમન કરનારા લોકોની દષ્ટિ તેના પર પડતી હોય, દુકાનમાં ખરીદીને માટે અન્ય ગ્રાહકોની ભીડ જામી હોય; આવી પરિસ્થિતિમાં અદીનવૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોએ ત્યાંથી તે પદાર્થો ભિક્ષારૂપે લેવા સાધ્વાચારને યોગ્ય નથી. તેમાં સાધુની લઘુતા પ્રતીત થાય છે. વ્યાખ્યાકારોએ પસદ્ધ શબ્દનો અર્થ સડેલી, ઘણા દિવસની રાખેલી વસ્તુ, તે પ્રમાણે કર્યો છે, તેવી વસ્તુ પણ સાધક માટે અગ્રાહ્ય છે.
પણ પરિસિય - રસ્તામાં લોકોના તેમજ વાહનોના ગમનાગમનથી અચિત્ત કે સચિત્ત રજ ઊડતી રહે છે, તે રાખેલા પદાર્થો ઉપર પડે છે, તેથી તે પદાર્થો રજ–ધૂળયુક્ત બને છે. તે ઉપરાંત તેની આસપાસ માખી, મચ્છર, કીડી, મંકોડા આદિત્રસ જીવો પણ ઊભરાય છે. આ કારણે તેવા ખાદ્ય પદાર્થોને ગ્રહણ કરવામાં જીવ વિરાધના થાય તેમજ તે આરોગ્ય માટે પણ અહિતકારી છે.
દુકાનદાર વ્યક્તિ શ્રદ્ધાળુ હોય અને મુનિને ભક્તિથી નિવેદન કરે તોપણ ઉપરોક્ત કારણે મનિ ત્યાં ભિક્ષા ન લે. ક્યારેક અપવાદ માર્ગે સ્થવિરકલ્પી મુનિને તેવા સ્થાને ગોચરી માટે જવું પડે તો શાસ્ત્રના આશયને સમજીને વિવેકપૂર્વક વ્યવહાર કરે. ઉજ્જિતધમાં પદાર્થ ગ્રહણ નિષેધ :
बहुअट्ठियं पुग्गलं अणिमिसं वा बहुकंटयं । अत्थियं तिदुयं बिल्लं उच्छुखंड व सिंबलिं ॥
७३