________________
[ ૧૮૦]
શ્રી દશવૈકાલિક સત્ર
અને સુવા - તૂબડું એ ફળનું ઉદાહરણ છે. આ સર્વ વનસ્પતિની આમ શબ્દથી કાચી અવસ્થા, છvu શબ્દથી સચિત્ત(કટકારૂપ) અવસ્થા અને સાર(સર) શબ્દથી પૂર્ણરૂપેણ અશસ્ત્ર પરિણત એટલે મિશ્ર અવસ્થા સૂચિત કરેલ છે. બિ૨ - સન્નીરું = નીર(જળ) યુક્ત. આ શબ્દનો ચૂર્ણિ, ટીકા વગેરે વ્યાખ્યાઓમાં શાકભાજી અર્થ કર્યો છે અને તે પછી સર્વ વ્યાખ્યાકારોએ તેનું જ અનુસરણ કર્યું છે. પરંતુ કોશમાં જળ યુક્ત અર્થ પણ મળે છે; તે અહીં પ્રસંગાનુકૂલ હોવાથી શબ્દાર્થ ભાવાર્થમાં સ્વીકારેલ છે.
ગાથાનું પૂર્ણ તાત્પર્ય એ છે કે સંપૂર્ણ વનસ્પતિઓના દશે ય વિભાગ કાચા, સચેત કે મિશ્ર(જળ યુક્ત અવસ્થા)વાળા હોય ત્યાં સુધી ભિક્ષુએ ગ્રહણ ન કરવા જોઈએ.
અહીં એ ફલિત થાય છે કે કાચી વનસ્પતિઓની સચિત્તતાનો મુખ્ય આધાર એનો જલીય અંશ છે. જ્યારે કોઈ પણ કાચી વનસ્પતિ સૂર્યના તાપમાં સુકાવી દેવામાં આવે અને તે સંપૂર્ણ સુકાઈ જાય, ત્યારે તે પૂર્ણ અચેત થઈ જાય છે. તેમજ તે જલીય અંશ અગ્નિથી ઉષ્ણ પરિણામને પામી જાય, તેમાં અગ્નિકાયનું શસ્ત્ર પ્રવેશી જાય તો પણ તે વનસ્પતિ અચેત થાય છે. વનસ્પતિના દશ વિભાગમાંથી અંતિમ બીજ વિભાગ જ્યારે કાચી અવસ્થામાં હોય તો તે પણ સૂર્યના તાપથી અચિત થાય છે પરંતુ તે બીજની વૃક્ષ ઉપર પૂર્ણ પરિપક્વ અવસ્થા થઈ જાય અને તેમાં ઊગવાની શક્તિ થઈ જાય ત્યારે તે સૂર્યના તાપમાં સૂકાઈ જવા માત્રથી અચિત્ત થાય નહીં પરંતુ અગ્નિ શસ્ત્રથી પરિણત કે અન્ય શસ્ત્રથી છેદન થાય ત્યારે અચિત્ત થઈ શકે છે.
૭૧
વેચાતા પદાર્થ ગ્રહણ વિવેક :
तहेव सत्तुचुण्णाई, कोलचुण्णाई आवणे । सक्कुलिं फाणियं पूयं, अण्णं वावि तहाविहं ॥
विक्कायमाणं पसढं, रएणं परिफासियं । ७२
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ છાયાનુવાદઃ તથૈવ સંતુનૂનિ, સોનવૂનિ માપો ..
शष्कुर्ली फाणितं पूतं, अन्यद्वापि तथाविधम् ॥७१॥ विक्रीयमाणं प्रसृतं, रजसा परिस्पृष्टम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥७२॥ શબ્દાર્થ - તહેવ = તેમજ આવો = બજારમાં, દુકાનમાં વિરાથના = વેચાતા પ=