________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
[ ૧૭૯]
આહાર. (૩) તિર્યમ્ માલાપહત– કોઠી કે અન્ય કોઈ ઊંચા અને ઊંડા વાસણમાંથી કષ્ટપૂર્વક નીચા નમીને કાઢેલો આહાર નવં શીલં ૨ પીસીયં-સંવના બે અર્થ છે– (૧) ચાર લાકડાને બાંધીને બનાવેલ માચડો(માંચી), (૨) ઓરડામાં પુરુષ પ્રમાણથી વધારે ઊંચે સામાન રાખવાનો મેડો. વીર ના ત્રણ અર્થ થાય છે– (૧) ખીલી, ખૂટી (૨) ખંભા, ખંભ (૩) ભૂમિની સાથે લાગેલા થાંભલા પર રાખેલું લાકડાનું પાટિયું. પલા = ઉપરના માળ કે જ્યાં જવા માટે નીસરણી વગેરે રાખવા પડે તે.
ઉપરના સ્થાનેથી આહાર લાવવામાં ક્યારેક વ્યક્તિ પડી જાય, હાથ–પગ ભાંગી જાય, છોલાઈ જાય અને પડવાથી જીવોની વિરાધના પણ થાય છે. ક્યારેક દાતાના પ્રાણ જોખમમાં મુકાય જાય, ધર્મની અવહેલના થાય વગેરે દોષોની સંભાવનાના કારણે મુનિ તેવો આહાર ગ્રહણ કરે નહીં. પરંતુ જે ઊંચે સ્થાને જવા માટે વ્યવસ્થિત સીડી વગેરે હોય, જ્યાં ઉપર ચઢવામાં ગૃહસ્થને કે સાધુને કોઈ આપત્તિની સંભાવના ન હોય તેવા સ્થાનેથી લાવેલો આહાર સાધુ ગ્રહણ કરી શકે છે. સચિત્ત વનસ્પતિ ગ્રહણ નિષેધ :७. कंदं मूलं पलंबं वा, आम छिण्ण व सण्णिरं ।
तुंबागं सिंगबेरं च, आमगं परिवज्जए ॥ છાયાનુવાદ: વન્દ્ર પૂર્વ પ્રખ્વ વા, સનં છિન્ન ના ગિરના
तुम्बाकं शृङ्गबेरं च, आमकं परिवर्जयेत् ॥ શબ્દાર્થ:- = સૂરણાદિ કંદ મૂર્વ = મૂળ પd = ફળ કે બીજ મi = કાચા હોય સારું = જળીય અંશયુક્ત, સજલ શાક, ભાજીપાલો તુવા = તુમ્બડું, લૌકી, દૂધી લિવર = આદું નામ = અપક્વ, સચિત્ત છિપu = છેદન-ભેદન કરાયેલ પરિવાર = છોડી દે. ભાવાર્થ – સૂરણ વગેરે કંદ–કાંદા, પિંડાળુ વગેરેનાં મૂળ; આમ્રાદિ ફળ, પાંદડાવાળા શાક; તુંબડું અને આદું આ બધી વસ્તુ કાચી હોય કે સુધારેલી હોય અને જળીય અંશયુક્ત હોય અર્થાત્ તે અગ્નિ આદિ દ્વારા શસ્ત્ર પરિણત ન થયા હોય તો તેને ભિક્ષુ ગ્રહણ ન કરે. તાત્પર્ય એ છે કે કાચી અને માત્ર સુધારેલી અથવા અણચડેલી(કાચી-પાકી, મિશ્ર, અર્ધપક્વ) વનસ્પતિમાં જીવ હોવાનું સંભવ રહે છે, માટે ભિક્ષુ તેને છોડી દે.
વિવેચન :
પ્રસ્તુત એક જ ગાથામાં સચિત્ત અવસ્થાની સર્વ વનસ્પતિનું પરિવર્જન સૂચિત કરેલ છે. જેમાં કંદમૂળથી પ્રારંભ કરી પ્રલંબ એટલે ફળ પર્યતનું કથન છે; લિવેર = આદું એ કંદમૂળનું ઉદાહરણ છે