________________
અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા
[ ૧૭૫ |
___ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥१४॥ શબ્દાર્થ – પર્વ = આ પ્રમાણે કોઈ શ્રાવિકા
૩ યા = ચૂલામાં કે સગડીમાં ઈધન નાખીને મોલ્જિય = ચૂલામાંથી ઈધન કાઢીને ૩Mાતિયા = ચૂલામાં થોડાક ઈધન નાંખી પ્રગટાવીને Fાતિયા = ઘણા ઈધન નાંખીને, અગ્નિ પ્રજ્વલિત કરીને બ્લિાવિયા = અગ્નિને બુઝાવીને, ઠારી નાખીને ડરિયા = અગ્નિ ઉપર રાખેલા પાત્રમાંથી થોડું અન કાઢીને બિલ્સિરિયા = અગ્નિ પર રહેલા પાત્રમાંથી અનનો ઊભરો આવેલો જાણી પાણીથી ઊભરો બેસાડીને ૩વવરિયા = અગ્નિ પર રહેલા પદાર્થને અન્ય પાત્રમાં કાઢીને વારિયા = અગ્નિ ઉપરથી પાત્ર ઉતારીને સાધુને આહાર ૫ = આપે. ભાવાર્થ:- દાતા (૧) ચૂલામાં બળતણ નાંખીને (૨) કાઢીને (૩) અગ્નિ પ્રગટાવીને (૪) વધુ તેજ કરીને (૫) અગ્નિ ઠારીને (૬) પકાવતાં અન્નનો ઊભરો આવ્યો હોય તો તે ઊભરાને બેસાડીને (૭) તેમાં વધુ પાણી છાંટીને (૮) અગ્નિ પરના વાસણમાં રહેલા પદાર્થને અન્ય પાત્રમાં કાઢીને (૯) વાસણને અગ્નિ ઉપરથી નીચે ઉતારીને આપે તો તે ભોજન પાણી સાધુઓ માટે કલ્ય(ગ્રહણ કરવા યોગ્ય) નથી. તેથી ભિક્ષુ દેનારને કહે કે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. ૩-૪ વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સચેત વનસ્પતિ, અગ્નિ, પાણી વગેરેથી સ્પર્ધાયેલા તેના ઉપર રાખેલા આહાર ગ્રહણનો નિષેધ છે. પુખ્તસુ દુઝ ૩ષ્ણીસં:- પુષ્પાદિથી ઉન્મિશ્ર. તે એષણાનો(ગ્રહણ્ષણાનો) સાતમો દોષ છે. સાધુને આપવા માટેના અચેત આહારમાં સચિત્ત વનસ્પતિ વગેરેનું મિશ્રણ કરી અથવા સહેજે મિશ્રિત થઈ જાય તેવો આહાર આપવામાં આવે તો તે ઉન્મિશ્ર દોષવાળો કહેવાય છે. જેમ કે પીવા યોગ્ય પદાર્થ(શરબત વગેરે)માં ગુલાબ કે જૂઈ વગેરેના ફૂલ મળેલા હોય અથવા ખાવા યોગ્ય અચિત્ત પદાર્થમાં દાડમ આદિના દાણા, ગુલાબની પાંદડી, કોથમીર વગેરે લીલોતરી તથા અન્ય સચેત દ્રવ્ય ચારોલી ખસખસ વગેરે નાંખ્યા હોય, તેવો મિશ્રિત આહાર સચેતથી સ્પર્ધાયેલો હોવાથી સાધુઓ માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. ૩નષિ જ્ઞ ળજિd. :- સચિત્ત પાણી ઉપર રાખેલો આહાર સાધુ માટે ગ્રહણ કરવા યોગ્ય નથી. નિક્ષિપ્ત બે પ્રકારના હોય છે– અનંતર અને પરંપર. સચેત પાણીમાં માખણ વગેરે રાખ્યું હોય તો તે અનંતરનિક્ષિપ્ત ખાદ્ય પદાર્થ કહેવાય છે અને કીડી આદિના ચડવાના ડરથી પાણીના વાસણમાં ઘી-દહીં વગેરેના વાસણને રાખ્યા હોય તો તે પરંપર નિક્ષિપ્ત ખાદ્ય પદાર્થ કહેવાય છે. તાત્પર્ય એ છે કે જ્યાં પાણી, અગ્નિ અને વનસ્પતિ વગેરેનો આહાર સાથે સીધો સંબંધ હોય ત્યાં તે અનંતર નિક્ષિપ્ત છે અને જ્યાં આહારના વાસણ સાથે પાણી વગેરેનો સંબંધ હોય ત્યાં તે આહાર પરંપર નિશ્ચિત છે. નિક્ષિપ્ત દોષ ગ્રહણેષણાનો ત્રીજો દોષ છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીવ વિરાધના થતી હોવાથી સાધુને માટે અકલ્પનીય છે.