________________
૧૭૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
દાન કે પુણ્ય માટેનો આહાર સીમિત હોય, આહારાર્થી યાચક કે જમનાર વધારે આવી જાય, આહાર ઓછો થઈ જાય, ભોજ્ય પદાર્થ જમનારને ન મળે તેથી અંતરાય લાગે, માટે અદીનવૃત્તિવાળા ભિક્ષને આવા સ્થળે આહાર માટે જવું યોગ્ય નથી. (૨) તે ખાદ્ય પદાર્થનો ઉપયોગ ઘરવાળા કે તેના કર્મચારી પણ ન કરતા હોય, માત્ર માંગનાર આગંતુકો માટે જ હોય તો પણ તે આહાર ભિક્ષુને ન કલ્પે. પરંતુ દાતા પરિવાર સહિત તે દાનના આહારનો ઉપયોગ કરે તો તે ભિક્ષને કહ્યું છે.
વણિમg - માત્ર વાચકોને માટે તૈયાર કરેલો આહાર, પોતાની દીનતા બતાવીને, દાતાની પ્રશંસા કે ખુશામત કરીને જે આહાર મેળવે છે તેને વનપક(ભીખ માંગનાર) કહે છે. તેમજ જે પોતાની પ્રશંસા કરીને કે પોતાનું મહાભ્ય બતાવીને, ગૃહસ્થને આશીર્વાદ દઈને તેના બદલામાં આહાર મેળવે છે, તે પણ વનપક કહેવાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં વિસ્તૃત અપેક્ષાએ વનીપકના પાંચ પ્રકાર કહ્યા છે, તેમાં અતિથિ, કૃપણ, બ્રાહ્મણ, શ્વાન અને શ્રમણને પણ વનપકમાં સમાવિષ્ટ કર્યા છે. તેનું તાત્પર્ય એ છે કે દાતાની સમક્ષ અતિથિદાનનું, કૃપણ–દરિદ્ર કે રંકને અપાતા દાનનું, બ્રાહ્મણ દાનનું, કૂતરાને અપાતા દાનનું કે શ્રમણ દાનનું મહત્ત્વ બતાવીને દાન મેળવે તેને ક્રમશઃ અતિથિ વનીપક, કપણ વનીપક, બ્રાહ્મણ વનીપક, શ્વાન– વનપક અને શ્રમણ વનપક કહેવાય છે. સમગફુ - દીનતા કર્યા વિના શિષ્ટતાપૂર્વક જે ભિક્ષાવૃત્તિથી જીવન નિર્વાહ કરે તેવા ભિક્ષુ, સંન્યાસી, તાપસ, ગૃહત્યાગી પ્રવ્રજિતોને અહીં શ્રમણ શબ્દથી સૂચિત કર્યા છે.
સૂત્રોક્ત ચારે પ્રકારનો આહાર સાધુ ગ્રહણ કરે નહીં કારણ કે તે અન્યના નિમિત્તે તૈયાર થયેલો આહાર છે. તેમાંથી સાધુ જેટલો આહાર ગ્રહણ કરે છે તેટલા આહારની અન્યને અંતરાય થાય છે.
જૈન શ્રમણોની ભિક્ષાવૃત્તિ સૂક્ષ્મતમ અહિંસાથી સભર છે. તેના નિમિત્તે કોઈ પણ જીવોને કોઈ પણ પ્રકારે સૂક્ષ્માંશે પણ પરિતાપ ઉત્પન્ન થાય કે અંશ માત્ર પણ કોઈને આહારની અંતરાય પડે તેવો આહાર જૈન મુનિઓને માટે ત્યાજ્ય છે. તેથી જ પ્રસ્તુતમાં ચાર પ્રકારના દાનપિંડ મુનિ માટે સ્પષ્ટ રીતે અકલ્પનીય કહ્યા છે. તે ચારે પ્રકારના આહારનો ઉપયોગ દાતા સ્વયં કરવાના હોય, તેના અન્ય કર્મચારીઓ પણ કરવાના હોય તો મુનિ તેને વિવેકપૂર્વક ગ્રહણ કરી શકે છે. દેશિકાદિ દોષ વર્જન વિવેક :
उद्देसियं कीयगडं, पूइकम्मं च आहडं ।
अज्झोयर पामिच्चं, मीसजायं विवज्जए ॥ છાયાનુવાદ: ગૌશિવ તાં, પૂતિ = સહૃતમ્ |
अध्यवतर प्रामित्यं, मिश्रजातं विवर्जयेत् ॥ શબ્દાર્થ-૩સિયં = સાધુના નિમિત્તે તૈયાર કરેલો વીડુિં સાધુના નિમિત્તે ખરીદેલો પૂર્વનું