________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
[ ૧૬૯]
છાયાનુવાદ: સાનં પાન વાપ, વાઘ વાઘ તથા I.
यज्जानीयाच्छुणुयाद्वा, श्रमणार्थं प्रकृतमिदम् ॥५३॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५४॥ શબ્દાર્થ -સમા = સંન્યાસી માટે. ભાવાર્થ:- જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થોએ બનાવેલું ભોજન, પાણી, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારનો આહાર જૈનેત્તર સંન્યાસીઓ માટે બનાવ્યો છે તો તે આહાર પાણી શ્રમણો માટે અકલ્પનીય છે, તેથી મુનિ દાતાને કહે કે આ આહાર પાણી અને કલ્પતા નથી. //પ૩–૫૪ll વિવેચન :
પ્રસ્તુત આઠ ગાથાઓમાં ચાર પ્રકારના દાનપિંડ ન લેવાનું નિરૂપણ છે.
દાનને માટે કે પુણ્યને માટે તૈયાર કરેલો આહાર મુનિને અગ્રાહ્ય હોય છે. અનેક સ્થાને દાનપુણ્ય શબ્દનો સંયુક્તરૂપે પ્રયોગ થાય છે તેમ છતાં સૂત્રકારે તે બંને પ્રકારના પ્રયોજનથી બનાવેલા ભોજનનું કથન ભિન્ન-ભિન્ન ગાથાઓ દ્વારા કરીને તે બંને શબ્દની ભિન્નતા પ્રદર્શિત કરી છે.
લાગg - દાનને માટે, દાનના અનેક પ્રકાર છે. યથા– કીર્તિદાન, પ્રીતિદાન, સુપાત્રદાન, જ્ઞાનદાન, અનુકંપાદાન વગેરે. કોઈપણ પ્રકારના સંકલ્પ વિના કેવળ આપવું તે દાન છે.
પુણg:-પુણ્યને માટે. પુણ્ય ઉપાર્જનના લક્ષથી આપવું. યથા–પુણ્યના સંકલ્પપૂર્વક બ્રાહ્મણો જમાડવા, શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરવી. અનુકંપાથી દીનદુ:ખીઓને આપવું.
તાત્પર્ય એ છે કે દાનની ક્રિયામાં પણ પુણ્યની પ્રાપ્તિ થાય જ છે પરંતુ તેમાં પુણ્ય પ્રાપ્તિનો સંકલ્પ હોતો નથી. પુણ્યમાં અનુકંપા અને પ્રાસંગિક સંકલ્પની મુખ્યતા હોય છે. પ્રસ્તુતમાં દાનાર્થે, પુણ્યાર્થે નિપજાવેલા ભોજનનું કથન છે. તેમાં નાના મોટા ગરીબ અમીરના ભેદ વિના સામાન્ય રીતે દેવા માટેનો આહાર 'દાનાર્થ' કહેવાય છે અને માત્ર અનુકંપાનો કે સંકલ્પિત પુણ્યનો જે આહાર તે પુણ્યાર્થ કહેવાય છે. આ રીતે દાન અને પુણ્ય શબ્દો પરસ્પર સાપેક્ષ હોવા છતાં બંનેમાં આંશિક ભિન્નતા છે.
અન્ય આગમ શાસ્ત્રની અપેક્ષાએ પુણ્યનું ક્ષેત્ર વિશાળ છે તેમાં અનેક પ્રકારના દાન સાથે મન, વચન અને કાયાની શુભ પ્રવૃત્તિ પણ પશ્યમાં ગણાય છે. તે અપેક્ષાએ પુણ્યના નવ ભેદ છે– (૧) અન પુણ્ય (૨) પાન(પાણી) પુણ્ય (૩) લયન(મકાન) પુણ્ય (૪) શયન(આસન, પથારી) પુણ્ય (૫) વસ્ત્ર પુણ્ય (૬) મન પુણ્ય (૭) વચન પુણ્ય (૮) કાય પુણ્ય (૯) નમસ્કાર પુણ્ય.
પ્રસ્તુતમાં દાનાર્થ અને પુણ્યાર્થ નિષ્પન્ન આહાર ગ્રહણનો નિષેધ છે તેનું કારણ એ છે કે (૧) તે