________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા
| ૧૫૧]
(૧) માં પત્તોપન્ના:- મુનિ ગૃહસ્થના ઘરોમાં આસક્ત દષ્ટિથી ન જુએ અર્થાત્ સ્ત્રીઓની સાથે દષ્ટિમાં દષ્ટિ મેળવીને ન જુએ, તેના અંગોપાંગોને પણ ન જુએ તેમજ ગૃહસ્થને ત્યાં રહેલાં આહાર, વસ્ત્ર તથા વિભૂષાના સાધનો વગેરેને આસક્તિપૂર્વકન જુએ. આ પ્રકારે આસક્તિપૂર્વક દષ્ટિપાત કરવાથીબ્રહ્મચર્યવ્રતની વિરાધના અને લોકાપવાદ થાય, સાધુને આ પ્રકારે તાકીને જોતાં લોકો તેને કામાતુર માને તથા આ રીતે કરવાથી ક્યારેક માનસિક રોગની ઉત્પત્તિ વગેરે દોષો સંભવે છે. અગત્સ્ય ચૂર્ણિમાં આ પદનો વૈકલ્પિક અર્થ આ પ્રમાણે કર્યો છે– સાધુ જ્યાં ઊભા રહીને આહાર લે અને દાતા જ્યાંથી આવીને આહાર આપે, તે બન્ને સ્થાન અસંસક્ત એટલે ત્રસ આદિ જીવોથી રહિત હોવા જોઈએ, તે અંગે મુનિ અવલોકન કરે. પાકૂપાવતો:- અતિ દૂર ન જુએ. આ શબ્દનો અર્થ એ રીતે થાય છે– (૧) ગૌચરી ગયેલો સાધુ ગૃહસ્થના ઘરમાં બહુ દૂર સુધી ન જુએ, કારણ કે તેમ જોવાથી ગૃહસ્થને સાધુ પ્રત્યે શંકા થાય છે. (૨) અત્યંત દૂર ઊભા રહીને ન જુએ, કારણ કે દૂરથી જીવ જંતુઓને જોઈ શકાતા નથી અને તેની દયા પાળી શકાતી નથી. તાત્પર્ય એ છે કે મુનિને જે આહાર પાણી આદિ ગ્રહણ કરવાના છે તેની નિર્દોષતાનું જ અવલોકન કરે. તે સિવાય અન્યત્ર ક્યાં ય ન જુએ. ૩ખુાં ન વિણા :- આ શબ્દના બે અર્થ થાય છે– (૧) આંખો ફાડીને ન જુએ. (૨) ઉત્સુકતા ભરેલી આંખથી ન જુએ. આ રીતે ગૃહસ્થના ઉપભોગ્ય પદાર્થ, શય્યાદિ સામગ્રી, સ્ત્રી, આભૂષણ વગેરેને આંખો ફાડીને જોવાથી સાધુની લઘુતા થાય તેમજ ગૃહસ્થોને સાધુની ભોગગ્રસ્તતાનો સંદેહ ઉત્પન્ન થાય છે. ટ્ટિક્સ વિશે - કઠોર કે દીન વચન બોલ્યા વિના પાછો ફરે. આ ચરણમાં મન-વચનના સંયમનું પ્રતિપાદન છે. ભિક્ષાને માટે આવેલા મુનિને જો દાતા કાંઈ પણ ન આપે, અલ્પ આપે, નીરસ આપે અથવા કઠોર વચન કહે ત્યારે મુનિ સમભાવ રાખે. તે ગૃહસ્થ પ્રતિ અપશબ્દનો પ્રયોગ ન કરે, દીન વચન ન બોલે પરંતુ કાંઈ પણ બોલ્યા વિના ચુપચાપ(મૌન ભાવે) નીકળી જાય. અપૂર્ષિ જ છેT:- અતિભૂમિમાં ન જાય. ગૃહસ્થના રસોડામાં સાધુએ ક્યાં સુધી જવું, તે સંબંધી દરેક ગૃહસ્થની જુદી જુદી સીમા હોય છે, તે મર્યાદિત ભૂમિને ઓળંગીને આજ્ઞા વગર આગળ જવું "અતિભૂમિ પ્રવેશ" કહેવાય છે. સાધુ તે પ્રમાણે ન કરે. કુતરૂ પૂર્ષિ નાનેરા - કયા ગૃહસ્થના રસોડામાં કેટલે દૂર જવાની મર્યાદા છે? આ નિર્ણય સાધુ- સાધ્વીએ તે દેશ-પ્રદેશના આચાર, શિષ્ટાચાર તેમજ ગૃહસ્થના કુળાચાર, જાતિ સંસ્કાર, ઐશ્વર્ય આદિને લક્ષમાં રાખી, વિવેકપૂર્વક કરવો જોઈએ. જ્યાં સુધી જવાથી ગૃહસ્થને અપ્રીતિ ન થાય, ત્યાં સુધીની ભૂમિને કુલભૂમિ કહેવાય છે. ગોચરી કરનાર શ્રમણને તે ભૂમિનું અનુભવ જ્ઞાન હોવું આવશ્યક છે. મિયં ભૂ પરીખે – મર્યાદિત ભૂમિમાં જ જાય. ઉપરોક્ત રીતે મર્યાદાને જાણ્યા પછી મુનિ તેનું વિવેક પૂર્વક પાલન કરે. વિવેક રાખ્યા વિના ગૃહસ્થના રસોડામાં ચાલ્યા જવાથી અનેક દોષોની સંભાવના