________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા
૧૪૫
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં ગૌચરી ન જવાના ઘરોને ત્રણ શબ્દથી અને ગૌચરી જવા માટેના ઘરોને એક શબ્દથી દર્શાવ્યા છે. () ડિ૬ – નિષિદ્ધ, આચારાંગ અને નિશીથ સૂત્રના આધારે સાધુ માટે જુગુણિત કુળોમાં તેમજ અનાર્ય ઘરોમાં ગોચરી જવાનો નિષેધ થાય છે. શ્રમણો મુખ્યતયા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના ઘરોમાં ગોચરી જાય છે. તે કુળોના રીત રિવાજ–વ્યવહારને ધ્યાનમાં રાખીને આચારાંગ સૂત્ર ર/૧/ર માં ૧૨ કુળોનાં નામ કહ્યા છે. તે કુળોમાં અને તેના જેવા અન્ય પણ અજુગુણિત(લોકોમાં અવૃણિત) કુળોમાં ગોચરી જવાનું વિધાન છે.
તાત્પર્ય એ છે કે જે ક્ષેત્ર, કાલમાં જે ઘરોના લોકો સાથે ગામના પ્રતિષ્ઠિત કુળના લોકોને આહારપાણીનો વ્યવહાર ન હોય તે ઘરોને શાસ્ત્રમાં જુગુપ્સિત કુળ કહ્યા છે; તેમાં વ્યવહાર દષ્ટિને મુખ્ય કરીને ભિક્ષુ ગોચરી માટે જાય નહીં, તે શાસ્ત્રાજ્ઞા છે. તે કુળોને અહીં પડ૬ શબ્દથી સૂચિત કર્યા છે. તેમજ અનાર્ય જાતિના કુળોને પણ આ શબ્દથી સમજવા જોઈએ.
નામ :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) મમત્વશીલ અર્થમાં આ શબ્દ પ્રયોગ આગમમાં મળે છે. (૨) મા = નહીં આવવું + મ = મારા ઘરે. જેણે કોઈ પણ ભાવોથી કે કારણથી સાધુઓને પોતાના ઘરે આવવાનો સ્પષ્ટ નિષેધ કર્યો હોય તેવા ઘરે સાધુ ગોચરી જાય નહીં. આ બીજો અર્થ અહીં પ્રાસંગિક છે. (૩) વિવેત્ત – અપ્રતીતકારી, અયોગ્ય આચરણ કરનારા લોકમાં નિંદાપાત્ર, માંસાહારી, મદ્યપાન કરનારા કે દુષ્યરિત્ર સ્ત્રીઓનાં(વેશ્યાઓના) ઘરોને અપ્રતીતકારી સમજવા. તેવા ઘરોમાં મુનિને ગોચરીએ જતાં જોઈને જૈન અને લોકોને જૈન સાધુ પ્રત્યે અવિશ્વાસ કે ઘણા ઉત્પન્ન થાય છે. આ રીતે અપ્રતીતિ થવાથી તે લોકો પોતાના ઘરે આવવાનો પણ સાધુને નિષેધ કરે; માટે મુનિ શુદ્ધ આચાર વિચારવાળા કુળોમાં જ ગોચરી માટે જાય.
- પ્રતીતકારીકળ. આચારાંગ સૂત્રમાં અનિંદિત કુળમાં ગોચરી જવાનું વિધાન છે. પ્રસ્તુતમાં પ્રયુક્તવિયત્ત શબ્દ પણ તેનો જ પર્યાય શબ્દ(એકાર્થક) છે. જેના આચાર વિચાર અનિંદિત હોય અર્થાત્ લોકોમાં જેની પ્રતિષ્ઠા હોય તે પ્રતીતકારી કુળ કહેવાય છે. કોઈ આર્ય કુળના લોકો માંસ-મદિરાનું સેવન કરે કે વેશ્યાવૃત્તિ કરે તો તે અપ્રતીતકારી કુળ કહેવાય છે. તેથી જે શુદ્ધ ખાન-પાન અને આચાર– વાળા કુળ હોય તે પ્રતીતકારી કુળ વિયત્ત રુ કહેવાય છે.
આ રીતે પ્રસ્તુત ગાથાના ત્રણ ચરણમાં-(૧) જુગુપ્સિત કુળ (૨) સ્વયં ના પાડનાર કુળ (૩) નિદિત કુળ, આ ત્રણ પ્રકારના ઘરોમાં ગોચરી જવાનો નિષેધ છે અને અંતિમ ચોથા ચરણમાં પ્રતીતકારી (શાકાહારી અને આચારવાન) કુળોમાં ગોચરી જવાનું વિધાન છે.