________________
૧૪૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં ગૌચરી ગયેલા સાધુ માટે ગૃહસ્થના ઘરના કેટલાંક શંકાશીલ સ્થાનોને તથા રાજાદિનાં ગુપ્ત સ્થળોને જોવા સંબંધી વિવેક સૂચિત કરેલ છે. પામવાબ :- જળ રાખવાના સ્થાન પાણિયારું, આ સામાન્ય અર્થ છે. વ્યાખ્યાઓમાં (૧) જલગૃહ (૨) સાર્વજનિક સ્નાનગૃહ (૩) જલમંચિકા– જ્યાંથી સ્ત્રીઓ પાણી ભરે તે સ્થાન વગેરે અર્થ ઉપલબ્ધ થાય છે. रहस्सारक्खियाणि :- रहस्या: गुप्त पदार्था, रक्षितानि यत्र ते रहस्यारक्षितानि સ્થાનાનિ = રાજા અને નગરશેઠના ભંડાર, કોઠાર કે શસ્ત્રાગાર વગેરે ગુપ્ત સ્થાનોનું મુનિ વર્જન કરે અર્થાત્ ત્યાં ન જાય.૨૯ આરક્ષા અને ર લાવાના આ પ્રકારે સંસ્કૃત છાયા કરતાં ગાથાનો અર્થ આ પ્રમાણે થાય છે– રાજાના, નગરશેઠના અને આરક્ષકોના મંત્રણા સ્થાનને અસમાધિકારક માનીને મુનિ દૂરથી તેનો પરિત્યાગ કરે.
તાત્પર્ય એ છે કે મોટા માણસોના ભંડાર, કોઠાર, શસ્ત્રાગાર કે મંત્રણા સ્થળોમાં અથવા તેના નજીકમાં ગમનાગમન કરવાથી આરક્ષકોને સાધુ પ્રત્યે વિવિધ પ્રકારે શંકાઓ ઉત્પન્ન થાય અર્થાત્ "જાસૂસ છે" તેમ માનીને કોઈ સાધુને પકડે, બાંધે કે કેદમાં પૂરે અથવા રાજસભામાં લઈ જાય વગેરે અનેક ઉપદ્રવોની સંભાવના રહે છે. તેથી શાસ્ત્રકારે આવા સ્થળોને સંકલેશકારી કહીને મુનિઓને સાવધાન કર્યા છે. ગૌચરીમાં નિષિદ્ધ કુલ :१७
पडिकुटुं कुलं ण पविसे, मामगं परिवज्जए।
अचियत्तं कुलं ण पविसे, चियत्तं पविसे कुलं ॥ છાયાનુવાદઃ તિરં નં પ્રવિરોત, મામેરું વિચિત્ |
अप्रीतिकुलं न प्रविशेत्, प्रीतिमत् प्रविशेत्कुलम् ॥ શબ્દાર્થ - પડિ૬ = આગમ નિષિદ્ધ ગુe = કુળમાં જ પવિતે = પ્રવેશ ન કરે નામ = ગૃહસ્વામી એમ કહે કે મારે ઘેર આવશો નહીં એવા ઘરને પરિવાર છોડી દે આવિયાં સુer = અપ્રતીતકારી કુલ, નિદિત કુલ, જે કુળમાં જવાથી જોનારા મનુષ્યોને અપ્રીતિ થાય તેવા કુળમાં, માંસાહારી કે શરાબી અને દુષ્યરિત્ર સ્ત્રી પુરુષવાળા પ્રસિદ્ધ કુળમાં જ પવિતે = પ્રવેશ ન કરે વિયત્ત = = અનિંદિત કુળમાં પવિતે = પ્રવેશ કરે. ભાવાર્થ:- સાધુ નિષિદ્ધ કુળોમાં પ્રવેશ ન કરે, વળી જે ગૃહસ્થ નિષેધ કર્યો હોય કે "મારે ઘેર આવશો નહીં" તેવા ઘરે જાય નહીં તથા જે નિદિત કુળ હોય કે નિંદિત આચરણવાળા હોય; ત્યાં પણ પ્રવેશ ન કરે. પણ જે અનિંદિત કુલ કે અનિંદિત આચરણવાળા કુળ હોય ત્યાં સાધુ ભિક્ષાર્થે પ્રવેશ કરે.