________________
૧૪૬
ગૌચરીમાં દ્વાર ઉદ્ઘાટન :
१८
साणी पावारपिहियं, अप्पणा णावपंगुरे । कवाडं णो पणुल्लिज्जा, उग्गहंसि अजाइया ॥
છાયાનુવાદ: શાળીઘ્રાવાતવિહિત, આત્મના નાપવૃષુયાત્ । कपाटं न प्रणोदयेत्, अवग्रहमयाचित्वा ॥
શ્રી દશવૈકાલિક સૂત્ર
=
=
શબ્દાર્થ:- સાળી પાવાષિય - શણના(કે વાંસના) બનાવેલ પડદાથી અથવા વસ્ત્રાદિના પડદાથી ઢાંકેલા દ્વારને શશિ - આશા અગાડ્યા = માંગ્યા વિના, લીધા વિના અપ્પળા = સ્વયં ખાવપતુરે = ખોલે નહિ વાર્ડ = કમાડને, દ્વારને જો પશુપ્તિખ્તા = ખોલે નહિ, ઉઘાડે નહિ. ભાવાર્થ:- ગૃહસ્થના । ઘેર ગોચરી ગયેલો સાધુ ઘરના માલિકની રજા વગર કમાડ ખોલે નહિ, તેમજ
શણના કે વાંસના પડદાને ઉઘાડે નહીં કે ઠેલે પણ નહિં.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સાધુને ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરવા માટે વ્યવહારિક વિવેક પ્રદર્શિત કર્યો છે. સાળી પાવાર... :- સાળ↑ = શણ અથવા અળસીથી બનાવેલી ચટાઈ. પાવાર = સૂતરની રૂંછાવાળી ચાદર વગેરેના પડદાથી ઘર–ઓરડા આચ્છાદિત હોય, બારણા બંધ કરેલા હોય તો સાધુ તેને ગૃહસ્થને પૂછ્યા વિના તે પડદાઓને પોતાની મેળે ખોલીને તેમાં પ્રવેશ ન કરે. બારણા બંધ કરીને ગૃહસ્થો સ્નાનાદિ ક્રિયા કરતા હોય, અવ્યવસ્થિત રીતે બેઠા કે સૂતા હોય તે સમયે ઓચિંતા બારણું ખોલવાથી ગૃહસ્થો સંકોચિત થઈ જાય, તેની લાગણી દુભાય અથવા ક્રોધનું કારણ બને, સાધુ પ્રત્યે અપ્રિય ભાવ થાય, સાધુને કટુવચન કહે, પાછળથી નિંદા કરે વગેરે અનેક દોષોની શક્યતા રહે છે. તેથી સાધુએ ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરતાં સમયે વિવેકપૂર્વક વર્તન કરવું જોઈએ.
ગોચરીમાં શરીરની બાધા નિવારણ :
१९
गोयरग्गपविट्ठो य, वच्चमुत्तं ण धारए । ओगासं फासुयं, णच्चा अणुण्णविय वोसिरे ॥
છાયાનુવાદ : ગોવરાઘ્રપ્રવિષ્ટસ્તુ, વર્ષોમૂત્ર ન ધાયેત્ । अवकाशं प्रासुकं ज्ञात्वा, अनुज्ञाप्य व्युत्सृजेत् ॥
શબ્દાર્થ :- જોય પવિકો = ગોચરીએ ગયેલા ૩ = પુનઃ વઘ્ન = વડીનીતને મુત્ત = મૂત્રની