________________
૧૪૨ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
ન થતાં ધૈર્યપૂર્વક સાવધાની અને વિવેકથી ઊભા રહે કે ગમન કરે. (ર) સૂફાં માર્લિ = નવ પ્રસૂતા ગાયનો સ્વભાવ પ્રાયઃ અશાંત બની જાય છે, માટે તેના પાસેથી પસાર થવાનું હોય તો મુનિએ બહુ જ વિવેક કે સાવધાની રાખવી. (૩–૪–૫) વિર જોઇ ય ય = હાથી, ઘોડા અને બળદ સામાન્ય માનવથી બહુશક્તિવાળા પશુ છે અને જ્યારે તે ઉન્મત્ત દશામાં(મસ્તીમાં) કે કૂરતામાં દોડતા ચાલતા હોય ત્યારે આત્મરક્ષાર્થે મુનિ તે માર્ગમાં નહીં જવાનું કે કોઈ સ્થાને ઊભા રહી જવાનું નિર્ણય લઈ વિવેક જાળવે (૬) સહિs = બાળકો માર્ગમાં દોડધામવાળી રમત રમતા હોય કે ક્રિકેટ વગેરે રમવામાં લીન હોય તો મુનિએ તે માર્ગે જવાનો પૂર્ણ વિવેક રાખવો અર્થાત્ કાં તો તે માર્ગને છોડી જ દેવો અને જો આવશ્યક હોય તો અત્યંત સાવધાન થઈને જવું. (૭) નઈ = માર્ગમાં આવેલ કે ક્રોધમાં ભરાયેલા લોકો પરસ્પરમાં ક્લેશ (વાક-ક્લેશ) કરી રહ્યા હોય તો તે લોકોથી પણ મુનિએ બચીને ચાલવું (૮) ગુદ્ધ = ક્લેશની વૃદ્ધિ થતાં લોકો મારામારી રૂપે લડાઈ કરતા હોય તો મુનિએ તે માર્ગને ફેરવી દેવો કે ઊભા રહી જવું અથવા તો પૂર્ણ સાવધાનીથી વિચક્ષણતાપૂર્વક ત્યાંથી શીઘ્ર નીકળી જવું. આ સવે વિવેક આત્મરક્ષાથે સૂચિત કરેલ છે.
અUTE :- આ ગાથામાં નિરૂપિત વિષયનું તાત્પર્ય એ છે કે- સાધુ જ્યારે ગોચરી માટે માર્ગમાં ચાલતા હોય ત્યારે તેના પર સ્વધર્મી, અન્ય ધર્મ કે અધર્મી લોકોની દષ્ટિ પડતી હોય છે. તે સમયે મુનિની ચાલમાં કે મુખમુદ્રામાં (૧) માન–ઘમંડ (૨) દીનતા–ઉદાસીનતા (8) અતિ હર્ષના ભાવો (૪) મન, વચન અને કાયાની આકુળતા–વ્યાકુળતા કે ચંચલતા અને (૫) ઈદ્રિયોની આસક્તિના ભાવો ન દેખાય. ગોચરીમાં ચાલતાં મુનિ કંઈક જોવામાં કે સાંભળવા આદિમાં ચિત્ત ન રાખે પરંતુ વિષમભાવથી રહિત, સહજ પ્રસન્ન ભાવે, મંદગતિથી ગમન કરે. જો મુનિના ચહેરા પર અભિમાન કે દીનતા, હર્ષ કે શોકનો અતિરેક તેમજ અન્ય કોઈપણ પ્રકારની ચંચળતા કે વિષયો માટેની વ્યાકુળતા પ્રતીત થાય તો તેમાં જૈન શ્રમણનું અને જિનશાસનનું ગૌરવ હણાય છે.
વ્યાખ્યાકારે અપુછાણ પાવા ના બે–બે અર્થ કર્યા છે. પુuTS = દ્રવ્યથી ઊંચુ મુખ કરીને ચાલવું અને ભાવથી જાતિ વગેરે આઠ પ્રકારના મદથી અક્કડ બનીને ચાલવું. આ બંને પ્રકારની ઉન્નતતાનો ત્યાગ કરવો જોઈએ. પાનપર = દ્રવ્યથી અત્યંત નીચું જોઈને, ઝૂકીને ચાલવું. ભાવથી દીનવૃત્તિથી કે ઉદાસચિત્ત થઈ ચાલવું. આ બંને પ્રકારની અવનતતાનો મુનિએ ત્યાગ કરવો જોઈએ.
વવવવર્સ - આ ચૌદમી ગાથામાં મુનિને ચાર પ્રકારના વ્યવહાર સંબંધી વિવેક રાખવાની હિતશિક્ષા છે– (૧) વવવવર્સ = સાધુ ઉતાવળે થઈને, ધબાધબ પગ મૂકતાં ન ચાલે પરંતુ ગોચરીમાં ભ્રમણ કરતા મુનિ વિશેષ ધ્યાન રાખી શાંત ગજગતિથી ગમન કરે (ર) માસમાનો = ગોચરી જતાં બીજા મુનિ સાથે કે ગૃહસ્થ સાથે માર્ગમાં વાતો ન કરવી પરંતુ પ્રાયઃ મૌન સાથે જ ચાલવું જોઈએ. તેમ કરતાં મુખ્ય રીતે ઈર્યાસમિતિનું શુદ્ધ પાલન થાય છે તેમજ જોનાર પથિકને મુનિની શિષ્ટતા દેખાય છે. (૩) હસતો = ગોચરી માટે ચાલતા મુનિ હસવાની પ્રવૃત્તિ પણ ન કરે. હસીમાં પરસ્પર વાર્તાલાપ થાય, ઈર્યાસમિતિ દૂષિત થાય અને દેખનારને પણ અયોગ્ય લાગે. (૪) સુરત ૩ન્નાવ = મુનિએ ઘનાઢય કે સામાન્ય ઘરોમાં ભેદભાવ રાખ્યા વિના સર્વત્ર ભિક્ષા માટે ગમન કરવું જોઈએ.