________________
૧૪૦ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
વેસ સામતે - વેશ્યા શબ્દથી પ્રાકૃતમાં વેત શબ્દ બનેલ છે અને મહોલ્લાની નજીકના અર્થમાં સામંતશબ્દનો પ્રયોગ થયો છે. બંને મળીને વેત સામંત શબ્દ થયો છે. ટીકા, ચૂર્ણિ વગેરે વ્યાખ્યાઓમાં તેના વિભિન્ન રીતે અર્થ કરવામાં આવ્યા છે.
વિત્તિયા :- વિસોતિકા. સોત = સંયમ પ્રવાહ, વિ = વિપરીત, વિગ્રોત = વિપરીત પ્રવાહ અર્થાતુ સંયમપ્રવાહમાં બાધક. સંયમ પ્રવાહ અંતર્મુખી વહેવાને બદલે બહિર્મુખી વહે, તેને વિપરીત સંયમ પ્રવાહ કહે છે. સંયમી જીવનના મુખ્ય બ્રહ્મચર્ય વ્રતના પરિણામોમાં બાધા ઉત્પન્ન થાય ત્યારે સંયમ પ્રવાહ વિપરીત–બહિર્મુખી થઈ જાય છે. તેથી અહીં બ્રહ્મચર્ય વ્રતના બાધકનિમિત્ત (વેશ્યાના સ્થાન)ને વિશ્રોતિકા રૂપ કહ્યું છે. કારણ કે વેશ્યાના મોહલ્લામાં વારંવાર જવાથી સંયમ પ્રવાહમાં, સંયમના પરિણામોમાં કે બ્રહ્મચર્યમાં બાધાઓ ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. શ્રી આચારાંગ સૂત્રમાં પણ–વિશ્વા સબ્સ વિસરિયે = ઉત્પન્ન થનાર સમસ્ત બાધાઓને દૂર કરીને, બાધક વિચારોને દૂર કરીને, એવો અર્થ છે. સંક્ષેપમાંવિત્તિ શબ્દનો સરળ અર્થ છે બાધાઓ.
અનયય - અનાયતન. ન જવા યોગ્ય સ્થાન અથવા અશુદ્ધસ્થાન કે કુસ્થાન. જે સ્થાન વ્રતોમાં દોષ ઉત્પન્ન કરે તેને અનાયતન કહેવાય છે. અહીં વેશ્યાયતન વેશ્યાગૃહ કે વેશ્યાના મહોલ્લા માટે વિશેષણ રૂપે આ શબ્દનો પ્રયોગ થયો છે.
પાંતરિસ – મુનિ મોક્ષ માર્ગ સેવી છે, વિવિક્ત શય્યા સેવી છે અર્થાત્ સ્ત્રી પશુ, પંડગ, રહિત સ્થાનનો સેવી છે, એકમાત્ર આત્મભાવમાં સ્થિત છે. એવા મુનિ વેશ્યાના સ્થાનથી સદા દૂર રહે. ગૌચરીમાં માર્ગગમન વિવેક :
साणं सूइयं गावि, दित्तं गोणं हयं गयं ।
संडिब्भं कलहं जुद्धं, दूरओ परिवज्जए ॥ છાયાનુવાદઃ શ્વાનં તિi , નાલં વં નિમ્ |
सडिंब्भं कलहं युद्धं, दूरतः परिवर्जयेत् ॥ શબ્દાર્થ:- સાઈ = શ્વાન-કૂતરો સૂયં નાહિં = નવ પ્રસૂતા ગાય હિi = દર્પિત, ઉન્મત્ત થયેલો જોઇ = બળદ હચું = અશ્વ ય = હાથી સંકિK = બાળકોને રમવાનું સ્થાન હાઈ = કલહ સ્થાન ગુપ્ત યુદ્ધનું સ્થાન વગેરેને દૂર દૂરથી જ પરિવMણ = છોડીને ચાલે. ભાવાર્થઃ- ગોચરીએ જતાં મુનિના માર્ગમાં જ્યાં કૂતરા, નવપ્રસૂતા ગાય, મદોન્મત્ત બળદ, અશ્વ કે ગજ વગેરે હોય તથા જ્યાં બાળકો રમતાં હોય, લોકો પરસ્પર કલહ કે યુદ્ધ કરતા હોય, તેવા સ્થાનને કે તે માર્ગને દૂરથી જ છોડી દે. આવા સ્થાનોમાં ચાલતાં કંઈક અકસ્માત થવાનો સંભવ રહે છે.