________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા
[ ૧૩૯ ]
११
મિથi = વારંવારના સંસર = સંસર્ગથી વાળું = બ્રહ્મચર્ય વ્રતમાં, વ્રતના પરિણામોમાં વીલા = પીડા, બાધા દોષ = થાય સામામિ = સાધુપણામાં, સંયમમાં સગો = સંશય ઉત્પન્ન થાય. ભાવાર્થ:- બ્રહ્મચર્યનો નાશ થઈ જાય એવા કુસ્થાનમાં અર્થાતુ વેશ્યાના મહોલ્લામાં જતાં વારંવાર સંસર્ગ- પરિચયથી સંયમ વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રતના પરિણામોમાં બાધા ઉત્પન્ન થાય છે, તેમજ ગ્રહણ કરેલા શ્રમણ ધર્મમાં પોતાને સંશય થાય છે અર્થાત્ સંયમ છોડવાના ભાવ થાય છે અથવા બીજાને સાધુના સંયમમાં સંદેહ થાય.
तम्हा एवं वियाणित्ता, दोसं दुग्गइवड्डणं ।
वज्जए वेससामंतं, मुणी एगंतमस्सिए ॥ છાયાનુવાદ: તસ્માતઃ વિજ્ઞા, કોષ તિવર્ધનમ્ ।
वर्जयेद् वेशसामन्तं, मुनिरकान्तमाश्रितः ॥ શબ્દાર્થ - તહીં = તે માટે પ્રતિક્ષિણ = એકાંતમાં રહેનારા મુળી = સાધુ પર્વ = આ પ્રકારે કુકા- વકૃ = દુર્ગતિને વધારનાર કો = દોષને વિયાગરા = જાણીને વેસલામત = વેશ્યાની વસ્તીનો વર = વર્જન કરે, છોડી દે, ત્યાં ન જાય. ભાવાર્થ:- તેથી એકાંત મુક્તિના સાધક મુનિ વેશ્યાની સમીપના સ્થાનને બ્રહ્મચર્ય વ્રતની સાધનામાં દોષ રૂપ અને દુર્ગતિને વધારનાર જાણીને તેનો ત્યાગ કરે અર્થાતુ ત્યાં ગમનાગમન ન કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધુના બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષાને માટે સૂચન છે. વજ્ઞવેસ સામત - આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) દરેક નગરો કે મહાનગરોમાં વેશ્યાઓની વસ્તી હોય છે. ક્યાંક તે વસ્તી ભિક્ષુના ગોચરીના ઘરોથી નજીક તે માર્ગમાં હોય છે. (૨) કોઈ નગરમાં વેશ્યાના એક—બે ઘર ગોચરીના ઘરોની વચ્ચે પણ હોય છે. ભિક્ષુએ તેવા વેશ્યાના મહોલ્લામાં અથવા તેના લતાની નજીકથી પણ જવું નહીં. કારણ કે ત્યાં જવાથી બ્રહ્મચર્ય મહાવ્રતમાં અનેક પ્રકારે વિક્ષેપ થવાની શક્યતા રહે છે. સામમ્મિ યે સો :- સાધુ પ્રત્યે લોકોને શંકા થાય અથવા સાધુનું મન પણ બ્રહ્મચર્યથી કે સંયમથી વિચલિત થઈ શકે છે માટે મુનિ આવા બ્રહ્મચર્ય વિઘાતક સ્થાનોથી હંમેશાં દૂર રહે. નંબર ૧ - બ્રહ્મચર્યમાં વસનાર અથવા ગુરુની આજ્ઞામાં રહેનાર સાધક.