________________
૧૩૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ન જ હોય તો તે માર્ગે બહુ ઉપયોગપૂર્વક ગમન કરે.
વિવેચન :
ત્રીજી ગાથામાં ઈર્યાસમિતિના ક્ષેત્ર વિષયક વિવેકનું કથન કર્યા પછી આ ત્રણ ગાથાઓમાં અન્ય જીવોની રક્ષા સાથે મુખ્યતયા આત્મરક્ષા(સાધુના શરીરની રક્ષા) માટે વિવેક દર્શાવ્યો છે. ઓલાવું - જે માર્ગમાં ખાડા, ઊંચી નીચી જમીન આવતી હોય, વૃક્ષના ટૂંઠા પડ્યા હોય, કાદવ, કીચડ હોય તેવા વિષમ માર્ગથી જવામાં શારીરિક નુકશાન થાય છે. તેવા માર્ગની વિષમતાના કારણે સાધક પડી જાય કે પગ લપસી જાય તો હાથ પગ વગેરે ભાંગી જાય તો આત્મ વિરાધના થાય અને નીચે પડતાં ત્રણ સ્થાવર જીવોની હિંસા થવાથી સંયમ વિરાધના થાય; તેથી સાધુ તેવા માર્ગ પર ગમન ન કરે. સંહને :- જેની સહાયથી જળ, ખાડા વગેરેને પાર કરવામાં આવે તેવું પાટિયું, પથ્થર વગેરે મૂકવામાં આવેલા હોય, લાકડા વગેરેથી કાચો પુલ બાંધેલો હોય, તેવા માર્ગે જવું ન જોઈએ; ક્યારેક બીજો કોઈ રસ્તો ન જ હોય ત્યારે અપવાદ માર્ગે આ પ્રકારના વિષમ માર્ગથી જવું જ પડે તેમ હોય તો મુનિ યતના પૂર્વક જાળવીને જાય. પૃથ્વીકાય જયણા વિવેક :
इंगालं छारियं रासिं, तुसरासिं च गोमयं ।
ससरक्खेहिं पाएहि, संजओ तं णाइक्कमे ॥ છાયાનુવાદ: આ કવિ રશિ, તુવરાશિ ૪ નોનસ્ |
सरजष्काभ्यां पादाभ्याम्, संयतस्तं नाक्रामेत् ॥ શબ્દાર્થ – સંનો = સયત-મુનિ i = કોલસાના ઢગલા પર છારિયં રસિં = રાખના ઢ ગલા પરતુસરલિંગ ફોતરાના ઢગલા પરનોખયં છાણના ઢગલા પરતંતે ઢગલાઓનું સનરહિં = રજથી ભરેલા, રજસહિત પાર્દિક પગોથી ખાને = અતિક્રમણ ન કરે, ઓળંગે નહીં. ભાવાર્થ:- ગોચરી જતાં માર્ગમાં કોલસાના ઢગલા પર, રાખના ઢગલા પર, ડાંગર ઈત્યાદિ ફોતરાના ઢગલા પર કે છાણના ઢગલાપર સચિત્ત રજથી ખરડાયેલા પગે ભિક્ષુ ગમન ન કરે કે તેને ઓળંગે પણ નહિ. વિવેચન :
આ ગાથામાં પૃથ્વીકાયની વિરાધના ન થાય તેવો વિવેક દર્શાવ્યો છે.
ઉપાd છારિયં-વિહાર કરતાં કે ગોચરી જતાં ક્યારેક સાધુના પગ સચિત્ત રજથી ખરડાઈ જાય(ભરાય