________________
અધ્ય.-૫, ૯-૧: પિંડેષણા
૧૩૭
'૮]
જાય) તો તેવા પગે મુનિ રાખ, તુષ વગેરેના ઢગલા પરથી ચાલે નહીં. કારણ કે તે પદાર્થો પર પગ મૂકતાં જ તે તેમાં ખેંચાઈ જાય અને તે પદાર્થોથી પગ પર રહેલી સચિત્ત રજની વિરાધના થાય. માટે ભિક્ષુ સચિત્તરજથી ખરડાયેલા પગે તેવા માર્ગે ન જાય જો જવું જરૂરી હોય તો પગને રજોહરણથી પૂજીને જાય. ભિક્ષાર્થ ગમનમાં ત્રણ સ્થાવર રક્ષા વિવેક :___ण चरेज्ज वासे वासंते, महियाए व पडतीए ।
महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥ છાયાનુવાદ: ર વર્ષે વર્ષતિ, દિલાય વા પતન્યામ્ I
महावाते वा वाति, तिर्यक्संपातिमेषु वा ॥ શબ્દાર્થ-વારે = વર્ષા, વરસાદવા તે = વરસતો હોય મહિયા = ધુમ્મસ પડતી = પડતી હોય મદાવાદ = મહાવાયુ વાયતે = વાતો હોય તિરિચ્છાપામેલું = તિરછી ગતિવાળા અર્થાત્ પતંગિયા આદિ જીવો ઊડતા હોય ત્યારે જ વરેન્ન = ન ચાલે. ભાવાર્થ – ભિક્ષુ ત્રસ, સ્થાવર જીવોની રક્ષા માટે જ્યારે વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય, મહાવાયુ વાતો હોય કે ખૂબ ધૂળ ઊડતી હોય તથા માખી, મચ્છર, પતંગિયા વગેરે અનેક પ્રકારના જીવો ઊડી રહ્યા હોય ત્યારે ગોચરી અર્થે ન જાય. વિવેચન :
આ ગાથામાં પૃથ્વી, પાણી, વાયુ હવા અને ત્રસ જીવોની રક્ષા માટે ચાર પ્રકારની વિશેષ પરિસ્થિતિમાં ગોચરી ગમનનો નિષેધ કરતાં સામાચારિક નિયમો દર્શાવેલ છે. (૧) છ વરેન્દ્ર વાતે વાતે - વરસાદનું પાણી પણ સચિત્ત હોય છે તેના એક–એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. તે જીવોની રક્ષા માટે મુનિ અલ્પ યા અધિક વરસાદ વરસતો હોય ત્યારે ગોચરી ન જાય. તેવા સમયે ગમનાગમન કરવાથી પાણીના જીવોની વિરાધના થાય છે.
અલ્પવર્ષાના(ઝીણાં-ઝીણાં) ટીપા બંધ થાય પછી ગોચરી જવાય અને ધોધમાર વરસાદ પડ્યો હોય માર્ગમાં પાણી વહેવા લાગ્યું હોય તો વરસાદ બંધ થયા પછી પા(વા) કલાક કે અડધી કલાક બાદ ગોચરી જવાય; કારણ કે ભીનો માર્ગ પણ સચિત્ત પાણીવાળો હોય અને ઘરોના દરવાજા, ઘરોના ફળિયા ભીના હોય ત્યાં પણ સચિત્ત પાણી હોય છે. માટે મુનિ વરસાદ બંધ થયા પછી પણ વિવેક રાખે. (ર) મદ વ પતિ – ધુમ્મસ ઝાકળ વગેરે વરસાદની અપેક્ષા અલ્પ અને ઝીણી (સૂક્ષ્મ) હોય છે. તેના પણ પ્રત્યેક કણમાં અસંખ્ય અષ્કાયના જીવો હોય છે. તેથી જ્યારે ધુમ્મસ વગેરે વરસતી સ્પષ્ટ દેખાય ત્યારે ગોચરી ન જવાય.