________________
[ ૧૩૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ગોચરી ગમન વિધિ :
पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे ।
वज्जतो बीयहरियाई, पाणे य दगमट्टियं ॥ છાયાનુવાદઃ પુરતો યુગ માત્રથા, પ્રેમાળો મહ વI.
वर्जयन् बीजहरितानि, प्राणांश्च दक मृत्तिकां च ॥ શબ્દાર્થ - ગુમાયા= યુગમાત્ર, ધૂસર પ્રમાણ, શરીર પ્રમાણ, સાડાત્રણ હાથ કે ચાર હાથ પ્રમાણ પુરા = આગળ મા = પૃથ્વીને પંદબાણ = જોતો હોય ત્યારૂ = બીજ અને લીલોતરીને પા = પ્રાણીઓને કામચં= સચિત્ત પાણી અને સચિત્ત માટીને વન્નતો વર્જતો – તેની વિરાધના ન કરતો વરે = ગમન કરે. ભાવાર્થ:- ભિક્ષુ માર્ગમાં ચાલતાં આગળ ચાર હાથ પ્રમાણ ભૂમિ પર દષ્ટિ રાખી બીજ, વનસ્પતિ, ત્રસ પ્રાણી, સચિત્ત જળ અને સચિત્ત માટી વગેરેને બરાબર જોઈને ઉપયોગપૂર્વક ચાલે અર્થાત્ મુનિએ સચિત્ત પદાર્થો અને જીવોથી દૂર રહી તેની જતના કરતાં સાવધાનીપૂર્વક ચાલવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સૂત્રકારે સાધુની ગમનવિધિનું એટલે ઈસમિતિનું દિગ્દર્શન કર્યું છે. પુરો ગુનીયા... - યુગ પ્રમાણ આગળની ભૂમિ જોઈને ચાલવું. યુગ પ્રમાણ, ગાડાની ધરી પ્રમાણ, ધનુષ્ય પ્રમાણ કે શરીર પ્રમાણ. આ સર્વનું માપ લગભગ એક સમાન અર્થાત્ ચાર હાથ છે. ક્યાંક સાડા ત્રણ હાથ પણ કહેવાય છે. તે પણ સાપેક્ષ છે.
ચાર હાથ પ્રમાણ આગળ ભૂમિ જોઈને ચાલવાનું તાત્પર્ય એ છે કે ચાલતાં સમયે ચાર હાથ પ્રમાણ ભૂમિમાં રહેલા બેઈન્દ્રિયાદિ પ્રાણી, સચિત્ત માટી, પાણી, બીજ અને વનસ્પતિ આદિને સરળ તાથી જોઈ શકાય છે તથા તેની રક્ષા થઈ શકે છે.
ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન ૨૪/૭ માં ઈર્યાસમિતિનું વર્ણન દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કર્યું છે; ત્યાં પણ ગુમાં વ રવેરવિધાન દ્વારા ક્ષેત્ર થકી ચાર હાથ ભૂમિને જોઈને ચાલવાનું સૂચન છે. ગમનાગમનમાં સવ-પર રક્ષા વિવેક :
ओवायं विसमं खाणु, विज्जलं परिवज्जए । संकमेण ण गच्छेज्जा, विज्जमाणे परक्कमे ॥