________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
૧૩૩ |
અમૂચ્છિત કહેવાય છે. (3) અગ્વિજો - અનુદ્ધિગ્ન. મનમાં ઉદ્વેગ, ભય, નિરાશા આદિ ન થવી. મને ભિક્ષા મળશે કે નહીં? ખબર નહીં કેવી ભિક્ષા મળશે? આવી મનોવૃત્તિ વ્યક્તિને ઉદ્વિગ્ન બનાવે છે. ભિક્ષા ન મળે કે મનોકુલ ન મળે અથવા તો ભિક્ષામાં તિરસ્કાર થાય તો પણ ખેદરહિત રહેનાર ભિક્ષુ અનુદ્ધિગ્ન કહેવાય છે. ૩મબ્રતિઉત્તેજ રેયસી - અવ્યાક્ષિપ્ત ચિત્તથી અર્થાત્ ચિત્તને એકાગ્ર કરીને મુનિ ગોચરી જાય. ગોચરીના વિષયમાં જ ઉપયોગ રાખનાર ભિક્ષુ અવ્યાક્ષિપ્ત ચિત્તયુક્ત(એકાગ્ર ચિત્ત) કહેવાય છે. આ વિષયને સમજાવવા વ્યાખ્યાકારે વાછરડાં અને વણિક પત્નીનું દષ્ટાંત આપ્યું છે. યથા– એક વણિકને ત્યાં ખૂબ જ સરસ નાનું વાછરડું હતું. ઘરના બધા લોકો તેને પ્યારથી ખવડાવતા પીવડાવતા હતા. એકવાર વણિકને ત્યાં પ્રીતિ ભોજન હતું. બધા લોકો તેમાં વ્યસ્ત હોવાથી વાછરડાને ખવડાવવાનું ભૂલી ગયા. બપોર થતાં તે મોટે મોટેથી ભાંભરવા લાગ્યું, પુત્રવધૂએ તેના ભાંભરવાનો અવાજ સાંભળ્યો. સુંદર આભૂષણો અને વસ્ત્રોથી સુસજ્જ થયેલી તે પુત્રવધુ ઘાસચારો તેમજ પાણી લઈને વાછરડા પાસે પહોંચી. વાછરડું તો ખાવાનું મળતાં જ ખાવામાં લીન થઈ ગયું. તેણે પુત્રવધૂના શૃંગાર તરફ જોયું પણ નહીં. આ રીતે સાધુએ પણ વાછરડાની જેમ એકાગ્ર ચિત્તથી ફક્ત આહાર પાણીની ગવેષણા તરફ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ચિત્તની વ્યગ્રતા ચંચલતા આહારની ગવેષણા શુદ્ધિમાં બાધક બને છે.
ઉપરોક્ત ચારે ગુણ સંપન્ન સાધુ આહારની ગવેષણા યથાર્થ રીતે કરી શકે છે. મત્તપા - મત્ત શબ્દના ભાત, ભોજન, ભક્ત (વાર) વગેરે અર્થ થાય છે. પ્રસ્તુતમાં સામાન્ય રીતે સંપૂર્ણ ભોજ્ય પદાર્થ માટે મત્ત શબ્દનો પ્રયોગ છે અને પાણી માટે પણ શબ્દ છે. તેથી આ શબ્દનો સંયુક્ત અને સરળ અર્થ "આહાર–પાણી" થાય છે. ગોવર:- ગોચર + અગ્ર = ગોચરાગ્ર. ગોચર શબ્દનો અર્થ છે ગાયની જેમ ચરવું, ભિક્ષાચર્યા કરવી. ગાય આદિ પશુઓ શબ્દાદિ વિષયોમાં આસક્ત ન થતાં, સારા નરસાં ઘાસનો ભેદ ન કરતાં, મૂળમાંથી ઘાસને ઉખેડ્યા વિના ઉપર-ઉપરથી જ ઘાસ ખાય છે. તેમ સાધુ-સાધ્વીઓ પણ શબ્દાદિ વિષયોમાં આસક્ત થયા વિના, ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળનો ભેદભાવ રાખ્યા વિના, પ્રિય-અપ્રિય આહારમાં રાગદ્વેષ કર્યા વિના, સામુદાનિક રૂપથી ભિક્ષાટન કરે છે, તેને ગોચર કહે છે. ગોચરની આગળ જે અગ્ર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તે પ્રધાન અથવા "આગળ વધવાના" અર્થનો દ્યોતક છે. ગાયના ચરવામાં શુદ્ધાશુદ્ધનો વિવેક હોતો નથી. જ્યારે સાધુ-સાધ્વી ગવેષણા કરતાં સદોષ આહાર છોડીને નિર્દોષ આહાર ગ્રહણ કરે છે. સાધુની ભિક્ષાચર્યા ગાયનીચયથી આગળ વધેલી, વિશિષ્ટ હોવાથી તથા ચરક પરિવ્રાજક આદિના ગોચરથી શ્રમણ નિગ્રંથનું ગોચર કાંઈક વિશિષ્ટ અહિંસક હોવાથી તેને ગોચરાગ્ર કહેવામાં આવે છે. વરે મક-મંદ ગતિથી ચાલે. આ શબ્દ પ્રયોગ ઈર્યાસમિતિનો ધોતક છે. ઉતાવળે ચાલવાથી ઈર્યાસમિતિનું યથાર્થ પાલન થતું નથી અને તેની ચિત્તવૃત્તિ પણ શાંત રહેતી નથી. તેથી મુનિએ અત્યંત પ્રશાન્ત ભાવે, મંદ ગતિથી ચાલવું, તે પણ ગોચરી જનારા ભિક્ષુનો આવશ્યક ગુણ છે.