________________
૧૩૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભાવાર્થ:- ગામમાં અથવા નગર આદિમાં ગોચરી ગયેલો તે સાધુ ઉદ્વેગ રહિત–પ્રશાંત અને એકાગ્ર ચિત્તથી તથા મંદગતિથી ઉપયોગપૂર્વક ચાલે.
વિવેચન :
આ ગાથાઓમાં ગૌચરી જનારા ભિક્ષુના અનિવાર્ય ગુણોનું પ્રતિપાદન છે.
સામાન્ય રીતે વિધિની મહત્તાથી તે કાર્યની મહત્તા સહજ રીતે સમજાઈ જાય છે. મુનિ જીવનમાં ગૌચરીનું કાર્ય અત્યંત મહત્ત્વનું છે. તેથી આ બે ગાથાઓમાં મુનિએ ગૌચરી ક્યારે જવું અને કેવી ચિત્તવૃત્તિથી જવું? તે વિષયને સમજાવ્યા છે. (૧) સંપન્ન ભિઉછાનિ :- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છવ્વીસમા અધ્યયનમાં સાધુ સમાચારીનું કથન છે. તે પ્રમાણે સાધુ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં ગૌચરી અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય કરે. આ રીતે ઉત્સર્ગ વિધિ અનુસાર દિવસનો ત્રીજો પ્રહર ભિક્ષાકાલ કહેવાય અને સાધુને માટે પાત્ત ૨ બોય વિધાન હોવાથી તે કાલ ઉચિત ગણાય. ઉત્તરાધ્યયન સૂત્રનું આ આદર્શ વિધાન છે, સામાન્ય નિયમ છે; વિશેષ નિયમ આ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં છે. તે અનુસાર જે ગ્રામાદિમાં જે સમયે સહેલાઈથી ગોચરી મળી શકે તે સમયે જ ગોચરી જવાનું ઉચિત ગણાય છે.
તેથી ક્ષેત્રના પરિવર્તન સાથે ભિક્ષુનો ભિક્ષાકાલ પણ પરિવર્તિત થાય છે. આ કારણે પ્રથમ ચરણમાં કહ્યું છે કે "ભિક્ષાકાલ પ્રાપ્ત થાય ત્યારે જવું." તેથી જે ક્ષેત્રમાં લોકોનો ભોજનનો જે સમય હોય તે ત્યાંનો ભિક્ષાકાલ કહેવાય છે. આ રીતે સંપત્તિ fમewાણગ્નિ આ ગાથાંશમાં કોઈ નિશ્ચિતકાલનું કથન નથી.
ગૃહસ્થોના ઘેર રસોઈ બન્યા પહેલાં અથવા તેઓનું ભોજન સમાપ્ત થયા પછી જવું તે ભિક્ષાનો અકાલ કહેવાય. અકાલે ગૌચરીએ જવાથી અનેક દોષો ઉત્પન્ન થાય છે. જેનું વર્ણન આ અધ્યયનના બીજા ઉદ્દેશકમાં છે.
ગૌચરી જનારા સાધુની ચિત્તવૃત્તિને સૂત્રકારે ચાર વિશેષણો દ્વારા પ્રદર્શિત કરી છે. () સર્ભતો – અસંભ્રાન્ત. ભિક્ષાકાળમાં ભિક્ષા માટે ઘણાં બધા ભિક્ષુઓ પહોંચી ગયા હશે, તેને ભિક્ષા દઈ દીધા પછી મારા માટે શું રહેશે ? આ પ્રકારની વૃત્તિથી તેમજ અન્ય કોઈ સંકલ્પોથી ભિક્ષાને માટે ઉતાવળે જવું તે સંભ્રાન્ત દશા છે. સંકલ્પ-વિકલ્પોથી રહિત સહજ ગતિએ ગમન કરનાર વ્યક્તિ અસંભ્રાત કહેવાય છે. (૨) સમુચ્છિઓ – મૂચ્છ રહિત. મૂછ એટલે આસક્તિ, ગૃદ્ધિ, લાલસા. મૂચ્છના અહીં બે પ્રકાર થાય છે– (૧) આહાર સંબંધી (૨) શબ્દાદિ ઈન્દ્રિય વિષયો સંબંધી. સાધુ આ બંને પ્રકારે મૂચ્છ રહિત થઈને ગૌચરી કરે. તાત્પર્ય એ છે કે મુનિ ઈન્દ્રિયોને વશમાં રાખી, સ્વાદિષ્ટ ભોજન માટે માત્ર સંપન્ન ઘરોમાં જવાનું છોડી, સામુદાનિક રીતે સામાન્ય વિશેષ દરેક કલ્પનીય ઘરોમાં ગોચરી કરનાર ભિક્ષુ