________________
[ ૧૩૦]
શ્રી દશવૈકાલિક સૂત્ર
તેઓ આહારને માટે જીવ હિંસા કરે નહીં, કરાવે નહીં અને જીવ હિંસા કરનારની અનુમોદના પણ કરે નહીં; આહાર ખરીદે નહીં, ખરીદાવે નહીં અને ખરીદનારને અનુમોદન આપે નહીં; રસોઈ બનાવે નહીં, અન્ય પાસે બનાવરાવે નહીં, રસોઈ બનાવનારને અનુમોદન આપે નહીં. * આ અધ્યયનમાં વિભિન્ન દોષોનું અક્રમિક વર્ણન છે અને તે દોષોથી રહિત નિર્દોષ આહાર ગ્રહણ કરવાનું કથન છે. * પ્રથમ ઉદ્દેશકમાં સાધુ આહારની પ્રાપ્તિ માટે નીકળે ત્યાંથી પ્રારંભ કરીને આહાર લાવીને વાપરે ત્યાં સુધીની વિધિનું વિસ્તૃત નિરૂપણ કર્યું છે. તેમાં નિર્દોષ આહાર લાવ્યા પછી ગુરુ સમક્ષ તેની આલોચના, રત્નાધિકોને નિમંત્રણ, ત્યાર પછી આહારનું અસ્વાદવૃત્તિથી સેવન વગેરે વિષયોનું નિરૂપણ
* મુનિને ૪૨ દોષરહિત આહાર પ્રાપ્ત થયો હોય પરંતુ તે આહારનું સેવન કરતાં સમયે મુનિ રસેન્દ્રિયને વશ બનીને વિવેક ભૂલી જાય ત્યારે તે નિર્દોષ ભિક્ષા પણ તેને માટે દોષરૂપ(પરિભોગેષણાના દોષરૂપ) બની જાય છે. * બીજા ઉદ્દેશકમાં પિંડેષણાના અવશેષ વિષયની પ્રરૂપણા છે. તે ઉપરાંત આ ઉદ્દેશકમાં સૂત્રકારે તુચ્છ મનોવૃત્તિવાળા સાધકની આહાર સંબંધી દુષ્પવૃત્તિનું અને તેના દુષ્પરિણામનું દિગ્દર્શન કરાવ્યું છે તેમજ દરેક સાધકને તેવી પ્રવૃત્તિથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. આ રીતે બંને ઉદ્દેશકમાં મળી સાધુઓની આહાર શુદ્ધિનું સર્વાગીણ નિરૂપણ છે. * સર્વ વસ્તુ યાચના કરીને જ મેળવી, એ સાધુ જીવનમાં એક વિશિષ્ટ પરીષહ છે. તેમાં પણ અનેક દોષ નિયમોનું ધ્યાન રાખી, નિર્દોષ પદાર્થો મેળવવા અને તે મેળવેલા પદાર્થોને નિર્દોષ રીતે ભોગવવા, તે સાધુ જીવનની કઠિન કસોટી છે. આ કસોટીમાંથી જે પૂર્ણ રીતે પાર ઉતરે, તેનું સાધુપણું ઉજ્જવળ અને પવિત્ર બને છે. આ અધ્યયનના ભાવો સાધુને તે કસોટીમાંથી પાર ઉતરવાની કળા શીખવે છે.