________________
અધ્ય.-૫, ઉદ્દે.-૧: પિંડેષણા
[ ૧૨૯]
પાંચમું અધ્યયન
પરિચય જે
જે
* આ અધ્યયનનું નામ પિંડેષણા છે. તેના બે ઉદ્દેશક છે. * પિંડેષણા શબ્દ બે શબ્દના સંયોગથી બન્યો છે– પિંડ + એષણા = પિડેષણા. પિંડ = વસ્તુના સમુદાયને પિંડ કહે છે. પ્રસ્તુત અધ્યયનમાં તે શબ્દ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તે ચારેય પ્રકારના આહાર અર્થમાં પ્રયુક્ત છે એષણા = ઈચ્છા, તૃષ્ણા, શોધવું. જેમ કે પુરૈષણા, વિરૈષણા; જેનો અર્થ અનુક્રમે પુત્રની ઈચ્છા, ધનની ઈચ્છા, તે પ્રમાણે થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે– સોધવું અર્થાત્ કોઈ પણ પદાર્થની સદોષતા-નિર્દોષતાનું નિરીક્ષણ, પરીક્ષણ કરી તેની શુદ્ધિનું શોધન કરવું.
પિંડ અને એષણા આ બંને શબ્દનો સમાસ થતાંપિંૐષણા શબ્દ બને છે. તેના બે અર્થ થાય છે(૧) પિંડની એષણા (૨) પિંડને માટે એષણા. પ્રસ્તુત અધ્યયનના ભાવો સાથે આ બંને અર્થ સાર્થક છે. આ સંપૂર્ણ અધ્યયનમાં આહાર શુદ્ધિની એષણાનું નિરૂપણ હોવાથી તેનું પિપૈષણા એ સાર્થક નામ છે. * એષણાના ત્રણ પ્રકાર છે– (૧) ગવેષણા– નિર્દોષ આહાર આદિની શોધ કરવી. મુનિએ ૧૬ ઉદ્દગમના અને ૧૬ ઉત્પાદનના, એમ ૩ર દોષ ટાળીને આહાર ગ્રહણ કરવો તે ગવેષણા છે. (૨) ગ્રહષણા– આહાર ગ્રહણ કરવા સંબંધી એષણાના ૧૦ દોષ છે તેને વર્જીને આહાર ગ્રહણ કરવો તે ગ્રહણષણા છે. (૩) પરિભોગેષણા- સરસ કે નીરસ આહાર પ્રત્યે તટસ્થ રહી માંડલાના(આહાર કરતાં સમયેના) પાંચ દોષોને વર્જીને આહારનું સેવન કરવું તે પરિભોગેષણા છે.
પ્રસ્તુત અધ્યયનમાં આ ત્રણે ય પ્રકારની એષણાનું વિસ્તૃત વર્ણન હોવાથી તેનું નામ પિડેષણા સાર્થક છે. – [એષણાના વિવિધ દોષોનું સ્પષ્ટીકરણ પરિશિષ્ટમાં કર્યું છે. ] * આચાર્ય હરિભદ્રસૂરિ રચિત અષ્ટક પ્રકરણ ગ્રંથમાં ભિક્ષાના ત્રણ પ્રકાર કહ્યા છે– દીનવૃત્તિ ભિક્ષા, પૌરુષની ભિક્ષા અને સર્વ સંપન્કરી ભિક્ષા (૧) અનાથ કે અપંગ વ્યક્તિ માંગીને ખાય તે દીનવૃત્તિ ભિક્ષા છે. (૨) શ્રમ કરવામાં સમર્થ વ્યક્તિ માંગીને ખાય તે પૌરુષની ભિક્ષા છે. (૩) સંયમી મુનિ અહિંસક જીવનના નિર્વાહાથે માધુકરી વૃત્તિ દ્વારા સહજ સિદ્ધ આહાર ગ્રહણ કરે તે સર્વ સંપન્કરી ભિક્ષા છે. સાધુ નાના કે મોટા કોઈ પણ જીવોને અંશ માત્ર પીડા પહોંચાડ્યા વિના આહાર પ્રાપ્ત કરે છે અને તે આહારનું સેવન કરી સંયમનું પાલન કરે છે. આ રીતે શ્રમણોની ભિક્ષાવૃત્તિ સ્વ, પર અને ઉભયને લાભકારી, આનંદકારી હોવાથી આચાર્ય હરિભદ્રસૂરિએ તેને સર્વ સંપન્કરી ભિક્ષા કહી છે. * સ્થાનાંગ સૂત્ર સ્થાન-૯માં સાધુની ભિક્ષાને નવકોટિ વિશુદ્ધ કહી છે તે નવકોટિ આ પ્રમાણે છે