________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૧૨૩ |
પૂર્ણ નિરોધ થઈ જાય છે અને તે ઉત્કૃષ્ટ તથા સર્વ શ્રેષ્ઠ સંવરમય સંયમ ધર્મનું અનુપાલન કરે છે. (૮) તથા ધુળ ચં :- અજ્ઞાન અને કષાય દશામાં ઉપાર્જિત કર્મોનો ક્ષય. જ્યારે સાધક ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર સંયમ ધર્મનું પાલન કરે છે ત્યારે નવીન કર્મોનો પ્રવાહ બંધ થઈ જાય છે અને પૂર્વ સંગ્રહિત કર્મોને તે તીવ્રતાથી ખંખેરી નાખે છે. અહીં પૂર્વ સંગ્રહિત કર્મોની નિષ્પત્તિના મુખ્ય બે કારણ
વોહી જાઉં હું શબ્દ દ્વારા પ્રદર્શિત કર્યા છે. અબોધિથી અજ્ઞાનદશાનું, મિથ્યાત્વદશાનું કથન છે અને કલુષતાથી કષાયનું કે અન્ય સર્વ પાપોનું કથન છે. આ રીતે તે ઉત્કૃષ્ટ સંવરમય સંયમ ધર્મમાં ઉપસ્થિત સંયમી મહાત્મા પૂર્વે અજ્ઞાન અને હિંસાદિ પાપ પ્રવૃત્તિ દ્વારા સંચિત કર્મોનું ધૂનન કરે છે અર્થાત્ અતિશય પ્રમાણમાં કર્મોનો ક્ષય કરે છે.
તાત્પર્ય એ છે કે સંયમ ધર્મમાં સાધક મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, પરિષહજય, દશવિધ યતિધર્મ, એકત્વાદિ અનુપ્રેક્ષા અને દ્વાદશવિધ તપશ્ચરણ વગેરે વિવિધ આરાધનાઓથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતિકર્મોનો ક્ષય કરે છે. (૯) તથા સળdi Mi - સર્વત્રગામી (સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને વિષય કરનાર) કેવળ જ્ઞાન-કેવળ દર્શનની પ્રાપ્તિ.
ઘાતિકર્મરૂ૫ રજ દૂર થતાં જ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન સર્વવ્યાપી–સર્વ વિષયગ્રાહી હોય છે. તેથી તેના માટે અહીં સવ્વત્તા વિશેષણનો પ્રયોગ છે. સવ્વત્તા = સર્વત્રગામી, સર્વવ્યાપી. જે જ્ઞાનનો વિષય સર્વત્ર વ્યાપ્ત છે તેવું જ્ઞાન અને દર્શન. જૈનદર્શનાનુસાર આત્મા સર્વવ્યાપી નથી પરંતુ તેને પ્રગટ થયેલા કેવળજ્ઞાનનો ઉપયોગ સર્વવ્યાપી છે. તેની સર્વ વ્યાપકતા આત્મ ક્ષેત્રની દષ્ટિએ નથી પરંતુ જ્ઞાનના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના વિષયોની દષ્ટિએ છે. કેવળજ્ઞાન લોકાલોકના સર્વ દ્રવ્યો અને તેની પર્યાયોને વિષય કરે છે તેથી તેને સર્વત્રગામી કહ્યું છે. (૧) તથા તો મોri :- જિન, સર્વજ્ઞ અને લોકાલોકના જ્ઞાતા. સર્વવ્યાપી જ્ઞાન, દર્શન પ્રાપ્ત થતાં તે આત્મા (ક્ષીણ)વીતરાગી અને કેવળજ્ઞાની કહેવાય છે. તે પોતાના કેવળજ્ઞાનમાં લોક અને અલોકને હાથમાં રાખેલા આંબળાની જેમ જાણે અને જુએ છે. (૧૧) તથા નોને નિમિત્તા :- યોગનિરોધ અને શેલેશી અવસ્થાની પ્રાપ્તિ. કેવળી ભગવાન પોતાના આયુષ્યના અંતિમ સમયે મન, વચન, કાયાના ત્રિયોગનો વિરોધ કરી નિષ્કપ બની જાય છે. આત્મા સ્વભાવથી નિષ્કપ છે પરંતુ અનાદિકાલથી યોગના નિમિત્તે આત્મપ્રદેશોમાં નિરંતર કંપન થતું રહે છે અને સયોગી અવસ્થાના કારણે કર્મબંધ થતો હોય છે. તેમાં ગુણસ્થાનના અંતે થતી આ નિષ્કપ અવસ્થાને જ શૈલેશી અવસ્થા કહે છે.
સેલિ = સંસારી જીવોના આત્મપ્રદેશો પોતાના અવગાહિત શરીરમાં સદા સર્વત્ર ચલ–વિચલ થયા કરે છે, ઉપર-નીચે વગેરે ગતિ કરતા રહે છે, પરંતુ જ્યારે યોગનિરોધ થાય ત્યારે તે આત્મપ્રદેશોની