________________
| ૧૨૪ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
ચંચલતાનો અંત આવે છે. જેમ શૈલેશ(પર્વત) પોતાના સ્થાનથી ચલ–વિચલ થતો નથી પણ સ્થિર રહે છે, તેમ આ શૈલેશી અવસ્થામાં આત્મપ્રદેશ પણ ચલ–વિચલ થતાં બંધ થઈ નિશ્ચલ થઈ જાય છે, તેથી આ અવસ્થાને શૈલેશી કહેવાય છે.
(૧૨) તથા — ઊંવિત્ત :- સર્વકર્મ ક્ષય અને સિદ્ધત્વની પ્રાપ્તિ. જ્યારે કેવળી ભગવાન શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરીને સર્વથા અયોગી થઈ જાય છે, ત્યારે તેના વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર તે ચાર ભવધારણીય અઘાતી કર્મોનો પણ નાશ અલ્પ સમયમાં જ થઈ જાય છે. આ રીતે આઠ કર્મોનો સર્વથા ક્ષય થઈ જવાથી તે આત્મા સર્વથા કર્મરજથી રહિત થઈ જાય છે અને મુક્તિને પ્રાપ્ત કરે છે.
(૧૩) તથા તો મન્થયન્જો - લોકાગ્રે શાશ્વત સ્થિતિ. કર્મથી મુક્ત થયેલો શુદ્ધ આત્મા ઉર્ધ્વગમનના સ્વભાવે એક જ સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે અને ત્યાં શાશ્વત કાલપર્યત પ્રતિષ્ઠિત થાય છે. લોકના અગ્રભાગને અહીં લોક મસ્તક કહ્યું છે. સિદ્ધ ભગવાનને જન્મ-મરણનું કોઈ કારણ શેષ રહ્યું નથી તેથી તે પુનઃ સંસારમાં જન્મ ધારણ કરતા નથી. તેથી શાશ્વતકાલ પર્યત તે જ સ્વરૂપે, તે જ સ્થાનમાં સ્થિત રહે છે.
આ રીતે જીવ સાધનાના એક એક સોપાન ચઢતો અંતે વિકાસના સર્વોચ્ચ શિખર(સિદ્ધદશા)ને પ્રાપ્ત કરે છે. સુગતિની દુર્લભતા અને સુલભતા :
सुहसायगस्स समणस्स, सायाउलगस्स णिगामसाइस्स । २६
उच्छोलणापहोयस्स, दुल्लहा सुगई तारिसगस्स ॥ છાયાનુવાદ: સુહાસ્વાર્થ શાસ્ત્ર, સાતાર્શ નિવામાનઃ |
उत्क्षालनाप्रधाविनः, दुर्लभा सुगतिस्तादृशस्य ॥ શબ્દાર્થ:- સુદલાયર્સ = સુખના આસ્વાદનો ઈચ્છુક સાથી તાલ = શાતાને માટે આકુળ f-IIમસાફસ = અત્યંત શયન કરનાર કચ્છોનાપોયર્સ = કારણ વિના હાથ, પગ, મુખ આદિ ધોનાર તરિસરૂને તેવા પ્રકારના આચરણવાળા સમસ્ત = સાધુને સુરૃ- ઉત્તમગતિ, સદ્ગતિ કુcial = દુર્લભ છે. ભાવાર્થ:- પ્રાપ્ત સુખશાતાના રસિક, ઈદ્રિય સુખના અભિલાષી, અપ્રાપ્ત સુખને માટે આકુળ, અતિનિદ્રાશીલ, કારણ વિના હાથ, પગ આદિ અંગોને ધોનાર સાધુને સુગતિ દુર્લભ છે.
तवोगुणपहाणस्स उज्जुमइखंतिसंजमरयस्स । परीसहे जिणंतस्स सुलहा सुगई तारिसगस्स ॥
२७