________________
[ ૧૨૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
મોક્ષનું જ્ઞાન થતાં જ આત્માને દિવ્ય અને માનવીય વિષય ભોગ નિઃસાર, ક્ષણિક અને કિંપાક ફળની સમાન દુઃખરૂપ પ્રતીત થાય છે. કારણ કે સમ્યગુજ્ઞાનથી વસ્તુ સ્થિતિનો ભેદ સમજાઈ છે. આ તુચ્છ ભોગોના કટુ પરિણામ અને ચર્તગતિરૂપ સંસારના પરિભ્રમણનું દશ્ય સાધકને પ્રતિભાસિત થવા લાગે છે. તેથી તે દેવ, મનુષ્ય, સંબંધી ભોગોથી સહજ વિરક્ત થઈ જાય છે. અહીં જ્ઞાનસ્થ પહi વિરતિ જ્ઞાનનો સાર ચારિત્ર છે, આ સૂક્તિ સિદ્ધ થાય છે. નિષ્યિા શબ્દના સંસ્કૃતમાં બે રૂપ થાય છે. (૧) વિર = (નિમ્ + વિન્દ્ર) નિશ્ચયપૂર્વક જાણવું. સમ્ય વિચાર કરવો. (૨) નિર્વિવ = (નિસ્ + વિદ્)વિરક્ત થવું, અસારતાનો અનુભવ કરવો. (૫) તથા વવ૬ સગો :- બાહ્ય અને આત્યંતર સંયોગોનો પરિત્યાગ. સંયોગના બે પ્રકાર છેબાહ્ય અને આત્યંતર. (૧) બાહ્ય પદાર્થોનો, વ્યક્તિનો કે દેહનો સંબંધ બાહ્ય સંયોગ છે. (૨) બાહ્ય સંયોગના કારણભૂત રાગાદિ ભાવ કે આસક્તિભાવ તે આત્યંતર સંયોગ(પરિગ્રહ) છે. ભોગોથી વિરક્ત જીવ ત્યાગ માર્ગનો સ્વીકાર કરે છે ત્યારે તે બંને પ્રકારના સંયોગોનો ત્યાગી થઈ જાય છે. (૬) તથા મુંડે વિરાળે - મુંડિત થઈને અણગારપણાનો સ્વીકાર. મુંડન બે પ્રકારના હોય છેદ્રવ્યમુંડન અને ભાવમુંડન. કેશ લોચ કરવો તે દ્રવ્યમુંડન છે અને પંચેન્દ્રિય નિગ્રહ અને કષાય વિજય તે ભાવમુંડન છે. પ્રથમ મુંડન શારીરિક છે, બીજું માનસિક છે. બંને પ્રકારથી જે મુંડિત થઈ જાય છે તે પૂર્ણતઃ મુંડિત કહેવાય છે. ઠાણાંગ સૂત્રમાં ૧૦ પ્રકારના મુંડન કહ્યા છે. (૧) ક્રોધમુંડન (૨) માનમુંડન (૩) માયામુંડન (૪) લોભમુંડન (૫) શિરોમુંડન (૬) શ્રોત્રેન્દ્રિયમુંડન (૭) ચક્ષુરિન્દ્રિયમુંડન (૮) ધ્રાણેન્દ્રિયમુંડન (૯) રસનેન્દ્રિયમુંડન (૧૦) સ્પર્શેન્દ્રિયમુંડન. મનુષ્ય સમસ્ત ભોગોથી, ભોગાકાંક્ષાથી સર્વથા વિરકત થઈ જાય છે અને બાહ્યાભ્યતર સંયોગોનો ત્યાગ કરી દે છે. ત્યાર પછી તેનામાં ગૃહસ્થવાસમાં રહેવાની અથવા ગૃહસ્થાશ્રમનું દાયિત્વ વહન કરવાની ભાવના રહેતી નથી. તે સર્વ સ્થાનેથી મુખ ફેરવીને દ્રવ્યભાવથી મુંડિત થઈને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ જાય છે. અ રિવું = ન+અ +ર્થ = ગૃહ રહિત અવસ્થા, અણગાર વૃત્તિ, સાધુત્વ; અર્થાત્ જેને પોતાની માલિકીનું કોઈ ઘર હોતું નથી તેવા આત્મ સાધક મહાત્માને અણગાર કહેવાય છે. (૭) તથા સંવર મુવ૬ – ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર સંયમ ધર્મનો સ્પર્શ. સંવ૨ = પ્રાણાતિપાત આદિ આશ્રવ પ્રવૃત્તિનો ત્યાગ કરવો, તે સંવર ધર્મ છે. જો કે ગૃહસ્થાવસ્થામાં પણ સંવર ધર્મનું પાલન હોય છે પરંતુ ત્યાં દેશ સંવરરૂ૫ શ્રાવક ધર્મ ધારણ કરાય છે; અહીં ઉત્કૃષ્ટ સંવરરૂપ સંયમ ધર્મ(સર્વ વિરતિરૂપ સંવર)ની અપેક્ષાથી કથન છે. આ દષ્ટિથી સંવરના બે પ્રકાર થાય છે– દેશ સંવર અને સર્વ સંવર. દેશ સંવરમાં આશ્રવ પ્રવૃત્તિઓનો આંશિક કે અપૂર્ણ ત્યાગ થાય છે અને સર્વ સંવરમાં તેનો સંપૂર્ણ ત્યાગ જીવનપર્યત થાય છે. મહાવ્રતરૂપ ચારિત્ર ધર્મથી શ્રેષ્ઠ અન્ય કોઈ ધર્મ નથી, તેથી તેને ઉત્કૃષ્ટ અને અનુત્તરધર્મ કહ્યો છે.
તાત્પર્ય એ છે કે જ્યારે સાધક તે સમસ્ત વિષય ભોગ, બાહ્યાભ્યતર પરિગ્રહ અને ગૃહવાસને છોડીને, દ્રવ્ય-ભાવથી મંડિત થઈને અણગાર ધર્મ અંગીકાર કરે છે, ત્યારે તેના સમસ્ત પાપાશ્રયોનો