________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
| ૧૨૧ ]
શબ્દાર્થ – તાનસ્થલ્યો લોકના મસ્તક સ્થાને સ્થિત થઈને, લોકાગ્રે સ્થિત થઈને લાલ = શાશ્વત કાલ માટે, સદા માટે સિદ્ધો= સિદ્ધ દેવ = થઈ જાય છે. ભાવાર્થ- સાધક જ્યારે સર્વ કર્મનો ક્ષય કરીને, કર્મ રજથી રહિત થઈ સિદ્ધગતિને પામે છે ત્યારે તે સ્વાભાવિક રીતે લોકના અગ્ર ભાગ પર પહોંચીને શાશ્વત સિદ્ધ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં સાધનાના પ્રારંભથી સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ પર્યતનું જીવના આધ્યાત્મિકવિકાસ ક્રમનું વર્ણન, અનુપ્રાસ અને અલંકારયુક્ત શૈલીમાં છે. અધ્યાત્મ વિકાસ ક્રમની તેર અવસ્થાઓઃ- (૧) જીવાજીવનું જ્ઞાન. (૨) સર્વ જીવોની બહુવિધ ગતિઓના ગમનાગમનનું જ્ઞાન. (૩) પુણ્ય–પાપ તથા બંધ મોક્ષનું જ્ઞાન. (૪) દૈવિક અને માનષિક ભોગોથી વિરક્તિ. (૫) બાહ્ય અને આત્યંતર સંયોગોનો પરિત્યાગ. (૬) મુંડિત થઈને અણગાર ધર્મમાં પ્રવ્રજ્યા સ્વીકાર. (૭) ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર સંયમ–તપમય ધર્મનું પાલન. (૮) અજ્ઞાન અને કષાય દશામાં (પાપોના સેવનથી) ઉપાર્જિત કર્મોનો ક્ષય. (૯) કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ. (૧૦) જિનત્વવીતરાગતા, સર્વજ્ઞતા અને લોકાલોકનું જ્ઞાન. (૧૧) યોગોનો નિરોધ અને શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ. (૧૨) સર્વ કર્મક્ષય કરી, કર્મ મુક્ત થઈ સિદ્ધ ગતિની પ્રાપ્તિ. (૧૩) લોકાગ્રમાં સ્થિત થઈ શાશ્વત કાલ માટે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ. (૧-૨) ના જીવનની ય.. તથા અરૂં વહુવિદ - આ ગાથાઓમાં જીવાજીવ વિજ્ઞાનનો ગતિ આદિ જ્ઞાન સાથે સીધો સંબંધ બતાવ્યો છે. જ્યારે મનુષ્યને જીવ–અજીવનું જ્ઞાન થઈ જાય છે ત્યારે તે વિચાર કરે છે કે "બધાનો આત્મા નિશ્ચય દષ્ટિથી એક સમાન હોવા છતાં તે નારક, તિર્યચ, મનુષ્ય, દેવ આદિ વિભિન્ન પર્યાયો પ્રાપ્ત કરે છે; જીવોમાં આ અને અન્ય વિભિન્નતાઓ શા માટે છે?" ત્યારે તેનો જવાબ શાસ્ત્ર અથવા જ્ઞાની પુરુષો દ્વારા(શ્રવણથી) મળે છે કે કારણ વિના કાર્ય હોય નહીં; જીવના પોતે કરેલા કર્મ વિભિન્ન ગતિઓમાં જન્મમરણનું કારણ છે. શુભકર્મ સુગતિનું કારણ અને અશુભ કર્મ દુર્ગતિનું કારણ છે. (૩) તથા પુખ ર પાવં - પુષ્ય, પાપ, બંધ, મોક્ષનું જ્ઞાન. સાધક જ્યારે જીવોની વિવિધ ગતિઓને જાણે છે ત્યારે તે સર્વ જીવોની વિવિધતાના-વિચિત્રતાના કારણનો વિચાર કરે છે. જીવોની વિચિત્રતાનું કારણ છે કર્મબંધ. કર્મના બે પ્રકાર છે. પુણ્ય અને પાપ. પુણ્યકર્મના ઉદયે દેવ, મનુષ્યાદિ સુગતિ, પાપકર્મના ઉદયે નરક, તિર્યંચાદિ દુર્ગતિ પ્રાપ્ત થાય છે.
કર્મના બંધથી ચાર ગતિમાં ભ્રમણ અને કર્મબંધથી મુક્ત થતાં તેનો મોક્ષ થાય છે. આ રીતે તે પુણ્ય, પાપ, બંધ, મોક્ષ તત્ત્વોને જાણે છે. ગાથામાં ચાર તત્ત્વનું કથન છે. પરંતુ ઉપલક્ષણથી તેને આશ્રવ, સંવર, નિર્જરા આદિ સર્વ તત્ત્વનું જ્ઞાન થઈ જાય છે. (૪) તથા બ્રિણ મો:– દૈવિક અને માનવીય ભોગોથી વિરકિત. પુણ્ય, પાપ, બંધ અને