________________
[ ૧૧૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
પૂર્વની ગાથાઓમાં સૂત્રકારે પાપકર્મના અબંધની પદ્ધતિનું અર્થાત્ યતના અને ચારિત્ર ગુણોનું કથન કર્યું છે પરંતુ તે યતના અને ચારિત્રગુણોનું પાલન જ્ઞાન વિના શક્ય નથી. પદમં તો :- પહેલાં જ્ઞાન પછી દયા. જેને જીવાજીવનું જ્ઞાન હોય તે જ વ્યક્તિ તેની દયા પાળી શકે છે, તે જ જીવોની રક્ષા કરી શકે છે. તાત્પર્ય એ છે કે સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ પછી જ ચારિત્ર સમ્ય બને છે. જીવોનું જ્ઞાન જેનું જેટલું સીમિત હોય તેટલી તેની દયા પણ સીમિત રહે છે. યથા– જેને પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોનું જ્ઞાન નથી, માત્ર ત્રસ જીવોને જ જાણે છે કે પંચેન્દ્રિયને જ જીવ સમજે છે; તેમની દયા મનુષ્યો કે પશુ-પક્ષી સુધી જ સીમિત રહે છે. તેથી જીવોનું યોગ્ય જ્ઞાન થયા પછી જ દયાધર્મનું(અહિંસાધર્મ)નું તેમજ સંયમ ધર્મનું પાલન થઈ શકે છે. एवं
T:- આ રીતે જ સર્વ સંયમીઓ સંયમમાં સ્થિત રહે છે અર્થાત્ તેઓ સર્વ જીવોની રક્ષા કરી જ્ઞાનપૂર્વક જ સંયમનું પાલન કરી શકે છે. અTUળા હિ હદી :- અજ્ઞાની શું કરશે? જેને જીવ સંબંધી જ્ઞાન નથી, તેવા અજ્ઞાની પુરુષોને તે જીવો પ્રત્યે દયાભાવ જાગૃત થાય નહીં, જીવોને જાણ્યા વિના તેની દયા પાળવાનો પુરુષાર્થ પણ જાગે નહીં. તેથી તે અજ્ઞાની અહિંસાધર્મનું પાલન કરી શકતા નથી. કારણ કે અહિંસા પાલનની અનિવાર્ય શરત છેજીવોનું યથાર્થ જ્ઞાન. તે જ્ઞાન જ જાગૃતિ છે, વિવેક છે. આ રીતે જ્ઞાન, જાગૃતિ કે વિવેક વિનાનો વ્યક્તિ અંધતુલ્ય છે માટે માથાના આ ચરણમાં કહ્યું છે કે અજ્ઞાની આત્મકલ્યાણના માર્ગમાં કંઈજ કરી શકતો નથી. તોડ્યા:- આ શબ્દના અનેક રીતે અર્થ થાય છે– (૧) સૂત્ર, અર્થ અને સૂત્રાર્થને સાંભળીને (૨) જ્ઞાનદર્શન–ચારિત્રને સાંભળીને (૩) જીવ–અજીવ આદિ તત્ત્વોને સાંભળીને (૪) મોક્ષના સાધનરૂપ તત્ત્વોનું સ્વરૂપ અને કર્મ વિપાકને સાંભળીને.
વ
ર્ષ :- આ શબ્દના બે રીતે અર્થ થાય છે– (૧) કલ્ય એટલે મોક્ષ; તેને જે પ્રાપ્ત કરાવે તે જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ સંયમ. (૨) કલ્લ એટલે નીરોગતા. મોક્ષ નિરોગ સ્વરૂપ છે. તે નિરોગતાને પ્રાપ્ત કરાવનારો સંયમ કલ્યાણરૂપ છે. પાવ – અકલ્યાણ. જેનાથી પાપકર્મનો બંધ થાય તે અસંયમને અહીં પાવન = પાપકારી માર્ગ કહ્યો છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં ચાર અંગ દુર્લભ કહ્યા છે, તેમાં મનુષ્યભવની પ્રાપ્તિ પછી બીજું દુર્લભ અંગ 'શ્રવણ' કહ્યું છે. શ્રદ્ધા અને આચરણનું સ્થાન ત્યારપછી છે. ઠાણાંગ સૂત્રમાં સાધુ-સાધ્વીની પર્યાપાસનાનાં ૧૦ ફળ બતાવ્યા છે, તેમાં સર્વપ્રથમ ફળ 'શ્રવણ' છે; ત્યારપછી જ્ઞાન, વિજ્ઞાન, પ્રત્યાખ્યાન, સંયમ, સંવર, તપ વગેરે અને અંતે નિર્વાણ કહ્યું છે. શ્રવણનું પરંપરાગત ફળ નિવણમાં પરિસમાપ્ત થાય છે. આ રીતે શ્રવણ અથવા શ્રુતિનું મહત્ત્વ સમજાઈ જાય છે.
તાત્પર્ય એ છે કે હેય, શેય અને ઉપાદેય તત્ત્વોને સાંભળીને સાધક છોડવા યોગ્ય(પાપકારી) પ્રવૃત્તિનો ત્યાગ કરે છે અને સ્વીકારવા યોગ્ય તત્ત્વોનો સ્વીકાર કરે છે.