________________
અધ્ય.-૪ ઃ છ જીવનિકાય
તે નિયમોને જાણીને તદનુસાર આચરણ કરે તો તેને પાપકર્મનો બંધ થતો નથી. સાધક જીવનના કોઈ પણ નિયમો આત્મરક્ષાની સાથે સર્વ જીવોની રક્ષા માટે પણ હોય છે.
૧૧૧
(૧) ગમનાગમન ક્રિયા વિષયક નિયમો :– સાધુ ઈર્યા સમિતિપૂર્વક ચાલે. તેની વિચારણા ચાર પ્રકારે છે. યથા—
(૧) દ્રવ્યથી :- મુનિ છ કાય જીવોને જોઈને ચાલે. ચાલતી વખતે બીજ, ઘાસ, પૃથ્વી, પાણી, કીડી, મકોડા આદિ જીવોની પૂર્ણ રક્ષા કરે. જ્યારે વરસાદ, ધુમ્મસ કે આંધી આવી રહી હોય; રસ્તો અંધકારથી આચ્છાદિત થયો હોય; કીડા, પોંગયા આદિ સંપાતિમ જીવો ચારે બાજુ ઊડી રહ્યા હોય ત્યારે સાધુ ન ચાલે; અસ્થિર પથ્થર, ઈટ, પાટિયા આદિ પર પગ રાખીને કીચડ કે પાણીને પાર ન કરે; રાત્રિ વિહાર ન કરે.
(૨) ક્ષેત્રથી :– ચાલતી વખતે સાડા ત્રણ હાથ ભૂમિ(યુગ પ્રમાણ કે પુંસર પ્રમાણ ભૂમિ)ને જોઈને ચાલે. માનવ તેટલા પ્રમાણની ભૂમિને વ્યવસ્થિત જોઈ શકે છે. તેથી શાસ્ત્રકારે તેટલું માપ બતાવ્યું છે. તે માપને આચારાંગ સૂત્ર અ. ૯માં પુરુષ પ્રમાણ પણ કહેવામાં આવ્યું છે.
(૩) કાલથી :– દિવસે જોઈને ચાલે અને રાત્રે આવશ્યક શરીરની ક્રિયાઓ માટે કે સ્વાધ્યાય માટે ચાલવું પડે ત્યારે રજોહરણથી યોગ્ય રીતે પોંજીને ચાલે.
(૪) ભાવથી :– ઉપયોગ સહિત જીવરક્ષાના શુદ્ધ ભાવ સહિત ચાલે. ચાલતી વખતે ઉપર, નીચે જોતાં, વાતો કરતાં, હસતાં, દોડતાં કે સ્વાધ્યાય કરતાં ન ચાલે, આ રીતે વિધિપૂર્વક ગમન કરનાર સાધુ જીવદયા પાળી શકે છે. આ રીતે ઈયાંસમિતિના અનેક નિયમોનું પાલન કરવું તે ગમન સંબંધી યતના છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવું તે ગમન સંબંધી અયતના છે.
(૨) ઊભા રહેવા સંબંધી નિયમો :– સાધુઓ માટે ઊભા રહેવા સંબંધી જે નિયમો શાસ્ત્રમાં બતાવ્યા - છે, તેનો સમાવેશ ઈયાં સમિતિની અંદર થાય છે. સાધુ સચેત ભૂમિ પર; લીલોતરીવાળી જમીન પર; પાણી, અગ્નિ કે કીડિયારાં વગેરે જીવના દર ઉપર; પંચવર્ષી લીલફૂગ કે ત્રસ જીવો ઉપર પગ રાખીને ઊભા ન રહે અર્થાત્ આ સર્વ જીવોનું ધ્યાન રાખતાં વિવેકપૂર્વક જીવ રહિત જગ્યામાં ઊભા રહે, તે સિવાય ક્યાં ય પણ ઊભા રહીને મુનિ સ્ત્રી, ખેલ, તમાસા આદિ તરફ દષ્ટિ ન કરે; હાથ-પગ આદિને ઓઘસંજ્ઞાથી કે આદતથી હલાવે નહીં; આંખો પટપટાવે નહીં; આંગળીઓથી કે હાથથી કોઈ તરફ સંકેત કે ચેષ્ટાઓ પણ કરે નહીં. આ રીતે સંયમની મર્યાદા જળવાઈ રહે તેવા સ્થાનમાં વિવેકપૂર્વક ઊભા રહેવું, આ સર્વ ઊભા રહેવા સંબંધી યતના છે અને ઊભા રહેવા સંબંધી નિયમોનું ઉલ્લંઘન કરવું તે અયતના છે.
:
(૩) બેસવા સંબંધી નિયમો – મુનિ સચેત ભૂમિ કે આસન પર ન બેસે; સ્થાનનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યા વિના ન બેસે; શેતરંજી, ગાદલું, પલંગ, ખાટલો, સ્પ્રીંગવાળી ખુરશી આદિ પર ન બેસે; કારણ વિના ગૃહસ્થને ઘેર કે એકલી સ્ત્રી સાથે ન બેસે. કોઈ પણ સ્થાનમાં બેઠા બેઠા હાથ, પગ આદિ અંગોપાંગની વિવિધ પ્રકારની ચેષ્ટા ન કરે; અન્યને અપ્રીતિ થાય તેવા સ્થાનમાં બેસે નહીં. સર્વ ઈન્દ્રિયોને નિયંત્રિત કરીને ઉપયોગપૂર્વક