________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
ભૂતાનુ તૈરવ: સ્મૃતાઃ । બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચોરેન્દ્રિય જીવોને પ્રાણી કહેવાય છે અને વનસ્પતિ જીવો ને ભૂત કહેવાય છે. (૨) જેમાં શ્વાસોચ્છ્વાસની ક્રિયા વ્યક્ત હોય તે ત્રસ જીવો પ્રાણ તરીકે ઓળ ખાય છે અને ત્રસ જીવો સિવાયના સ્થાવર જીવો ભૂત શબ્દથી ગ્રહણ થાય છે. આ રીતે પ્રાણભૂત શબ્દથી સંસારના સમસ્ત ત્રસ સ્થાવર જીવોનું કથન થઈ જાય છે.
૧૧૦
તાત્પર્ય એ છે કે અયતનામાં જીવ રક્ષા માટેની જાગૃતિ ન હોવાથી સાધક દરેક પ્રવૃત્તિથી હિંસક કહેવાય છે અને તેને હિંસાજન્ય પાપ કર્મબંધ થાય છે. બીજી અપેક્ષાએ અયતના એ પ્રમાદભાવ છે તેથી આત્મગુણોની હિંસા થાય છે.
(૨) વધરૂ પાવયં મેં :- અયતનાથી પ્રવૃત્તિ કરનાર તે હિંસક સાધક પાપકર્મનો બંધ કરે છે. કર્મના બે પ્રકાર છે– પુણ્ય અને પાપ. અશુભ યોગ જન્મ ક્રિયાથી પાપકર્મનો અને શુભયોગ જન્ય ક્રિયાથી પુણ્યકર્મનો બંધ થાય છે. અયતના તે અશુભ યોગ છે. તેના દ્વારા જીવને પાપ કર્મનો બંધ થાય છે. અહીં પાપ શબ્દનો પ્રયોગ અશુભ કર્મબંધની અપેક્ષાએ થયો છે. જેનું ફળ ભોગવવું જીવને ન ગમે, તેવા પ્રતિકૂળતાનું સર્જન કરનારા કર્મો પાપકર્મ કહેવાય છે.
(૩) રોફ કુયં ણં ઃ- કટુ ફળ આપનારા થાય છે. પાપકર્મનો વિષાક અત્યંત દારુણ હોય છે. તેના પરિણામે જીવનો દુર્ગતિમાં અને નીચ જાતિમાં જન્મ થાય; કુદેવ આદિનો સંયોગ થાય; તેની ચિત્તવૃત્તિ મલિન બને અને ક્રમશઃ પાપકર્મના પરિણામે તે દુર્લભબોધિ બની અનંત ભવ ભ્રમણને વધારે છે.
8 રે.. – જીવનની અનિવાર્ય છ ક્રિયાઓના સંબંધમાં અયતનાના દુષ્ફળને જાણી લીધાં પછી સાધકના અંતરમાં સ્વાભાવિક જે પ્રશ્ન ઊભો થાય તેને આ સાતમી ગાથામાં દર્શાવ્યો છે. ત્યારપછીની આઠમી ગાથામાં તેનું સમાધાન પણ કર્યું છે.
નય વડે :– પૂર્વોક્ત સાત ગાથામાં કરેલા વિવરણનું રહસ્ય તથા શિષ્યની સમસ્યાનું સમાધાન એક જ અન્ય શબ્દમાં છે. તેનો અર્થ છે— યનના. કોઈપણ જીવની વિરાધના હિંસા ન થાય, સાધકની તેવી સાવધાની તે યતના છે. યતનામાં ભાવોની વિશુદ્ધિ હોય છે. ચાલવું, ઊભા રહેવું, બેસવું, સૂવું, ભોજન કરવું અને બોલવું, તે જીવનની અનિવાર્ય ક્રિયાઓ છે. તેનો સર્વથા ત્યાગ કરવો શક્ય નથી. પરંતુ તે ક્રિયાઓ જે સાધક યતનાપૂર્વક ઉપયોગપૂર્વક) કરે તે પાપકર્મનો બંધ કરતો નથી. આ રીતે ક્રિયા કરવા છતાં પાપ કર્મનો બંધ થતો નથી, આ જૈન દર્શનનું વિશિષ્ટ વિજ્ઞાન છે.
પાવવામાંં ણ બંધક્ :- જે કારણથી કર્મબંધ થાય છે, તે કારણને દૂર કરવાથી કર્મબંધ અટકી જાય છે. અયતનાથી પાપ કર્મનો બંધ થાય છે અને તે જ પાપ કર્મનો બંધ યતનાથી અટકી જાય છે. યતના આ એક જ શબ્દમાં ભગવાને સાધકોને સંયમ જીવન જીવવાની મહત્ત્વપૂર્ણ કલા શીખવી દીધી છે. યતનાથી થતી ક્રિયામાં શુભ યોગ અને અપ્રમત્તભાવ હોય છે. તે કારણે જ પાપકર્મનો બંધ થતો નથી પરંતુ પુણ્યકર્મનો બંધ થાય છે.
સૂત્રોક્ત છ એ ક્રિયાની યતના અને અયતનાને પ્રગટ કરતાં કેટલાક શાસ્ત્રીય નિયમો છે. સાધકો