________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૧૦૯]
ભાવાર્થ - મુનિએ કેવી રીતે ચાલવું? કેવી રીતે ઊભા રહેવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સૂવું? કેવી રીતે ભોજન કરવું? અને કેવી રીતે બોલવું? કે જેથી પાપકર્મનો બંધ ન થાય?
जयं चरे जयं चिट्टे, जयमासे जयं सए ।
जयं भुंजतो भासंतो पावकम्म ण बंधइ ॥ છાયાનુવાદ: ચાં વધતં રિક્ટ, તમારીત થતં યત
यतं भुजानो भाषमाणः, पापं कर्म न बध्नाति ॥ શબ્દાર્થ - કયું રે = યતના પૂર્વક ચાલે નાં વિદ્ = યતનાપૂર્વક ઊભા રહે નયમીતે - યતનાપૂર્વક બેસે નાં તપ = યતનાપૂર્વક સૂવે ગયે મુંબતો યતનાપૂર્વક ભોજન કરતો માલતોબોલતો પાવ— = પાપકર્મને જ બંધ બાંધતો નથી. ભાવાર્થ - વતનાપુર્વક(ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન કરનાર અને બોલનાર સાધક પાપકર્મને બાંધતા નથી.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં જીવન વ્યવહારની અનિવાર્ય છ ક્રિયાઓ ક્યારે કર્મબંધનું કારણ બને અને ક્યારે ન બને તેમજ તેનું પરિણામ શું થાય તે વિષયનું નિરૂપણ છે. મગ - અયતના. અયતના અને યતના આ બંને શાસ્ત્રીય પારિભાષિક શબ્દ છે. અયતના = ઉપયોગ શૂન્યતા, અસાવધાની, અવિવેક, અજાગૃતિ, અથવા પ્રમાદ. તેનાથી વિપરીત યતનાનો અર્થ ઉપયુક્તતા, સાવધાની, વિવેક, જાગૃતિ અથવા અપ્રમાદ છે. સાધુ-સાધ્વીની પ્રત્યેક ક્રિયામાં યતના સ્વીકાર્ય છે અને અયતના પરિહાર્ય છે. સૂત્રમાં અયતનાના ક્રમિક ત્રણ પરિણામ દર્શાવ્યા છે. (૧) પળમૂહું હિંફ – અયતનાથી પ્રવૃત્તિ કરનાર સાધક પ્રાણીઓની(ત્રસ જીવોની) અને ભૂતોની (વનસ્પતિની) હિંસા કરે છે. તેની તે હિંસા બે પ્રકારની થાય છે– દ્રવ્યથી અને ભાવથી. ૧. અયતનાના કારણે કોઈપણ પ્રવૃત્તિમાં પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ કે કીડી વગેરે ત્રસ જીવોની વિરાધનાનો સંયોગ થઈ જાય. તેમાં હિંસા કરવાનો સંકલ્પ ન હોવાથી તે દ્રવ્ય હિંસા થાય ૨. જીવ રક્ષાનું લક્ષ્ય ન હોવાથી અનુકંપા ભાવ અને અહિંસક પરિણામોની ઉપેક્ષા થાય છે. તે અહિંસાના અલક્ષ્ય અયતના યુક્ત પ્રવૃત્તિમાં હિંસા થાય કે ન થાય તેને ભાવ હિંસા થાય છે. આ રીતે અયતનાથી ગમન આદિ પ્રવૃત્તિ કરનાર સાધકને ક્યારેક ભાવહિંસા અને ક્યારેક દ્રવ્ય હિંસાયુક્ત ભાવહિંસા થાય છે. અયતનાનું પ્રથમ ફલ છેપ્રાણભૂતની હિંસા.
પામ્યા શબ્દના અર્થ બે પ્રકારે સમજવા, યથા- (૧) પ્રાણ કિ ત્રિ વધુ પ્રોતા,