________________
૧૧૨ ]
શ્રી દશવૈકાલિક સત્ર
બેસે; આ સર્વ બેસવા સંબંધી યતના છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવું તે અયતના છે. (૪) શયન વિષયક નિયમો:- મુનિ કોઈ સ્થાન પર જોયા તથા પોંજ્યા વિના સૂએ નહીં; રાત્રિના બીજા અને ત્રીજા પ્રહર દરમ્યાન જ સૂએ, બે પ્રહરથી વધારે સૂવાની ટેવ રાખે નહીં, કારણ વિના દિવસે પણ સૂવે નહીં; લાંબા સમય સુધી સૂએ નહીં કે વારંવાર સૂએ નહીં; સૂતાં સૂતાં પડખાં ફેરવતાં, હાથ પગને સંકોચવાપ્રસારવા હોય તો સાવધાની રાખે; પોંજણીથી પોંજીને હાથ પગાદિને લાંબા ટૂંકા કરે. મચ્છર, માંકડ આદિનો સ્પર્શ થાય તો પોંજણીથી લઈ તેને ધીરેથી એકબાજુ મૂકી દે. આ રીતે શાસ્ત્રીય નિયમોનું પાલન કરવું શયન વિષયક યતના છે. તેનું ઉલ્લંઘન કરવું તે અયતના છે. (૫) ભોજન વિષયક નિયમો - મુનિ ગવેષણા સંબંધી દોષોનું વર્જન કરીને આહાર ગ્રહણ કરે અને ભોગવે; આધાકર્મ, ઔદેશિક આદિ દોષયુક્ત આહાર લે નહીં; આહાર સેવન કરતી વખતે માંડલાના દોષોનું વર્જન કરે. સાધુ હિત મિત અને પરિમિત ભોજી હોય, અતિભોજી ન હોય; નિર્દોષ આહારની અપ્રાપ્તિમાં કે અલ્પ પ્રાપ્તિમાં સંતોષ રાખે; સહવર્તી શ્રમણોમાં સંવિભાગ કરી, સંતોષ અને શાંતિપૂર્વક આહાર કરે; આહારની વસ્તુઓનો સંગ્રહ કરે નહિ, ગૃહસ્થના વાસણમાં ભોજન કરે નહીં. આ નિયમોનું યથાર્થ રૂપે પાલન કરવું, તે ભોજન વિષયક યતના છે અને આ નિયમોનું અતિક્રમણ કરવું, તે ભોજન વિષયક અયતના છે. [ગવેષણા અને પરિભોગેષણા વગેરે આહાર સંબંધી દોષોના વિવરણ માટે જુઓ– પરિશિષ્ટ.)
() ભાષા સંબંધી નિયમો :- સાધુ આત્મભાવમાં સ્થિર થવા માટે યથા શક્ય મૌન રહે. બોલવાની જરૂર પડે ત્યારે ભાષા સમિતિપૂર્વક બોલે. જેમ કે
મુનિ કર્કશકારી, કઠોરકારી, છેદકારી, ભેદકારી, નિશ્ચયકારી, મર્મકારી વચન તેમજ સાવધ અને અષા વચન ન બોલે, સાવધભાષાનો પ્રયોગ ન કરે; અપશબ્દ પ્રયોગ, ચાડીચુગલી અને પરનિંદા ન કરે; અન્યને ક્રોધ ઉત્પન્ન થાય કે આઘાત થાય તેવી ભાષા ન બોલે, બે વ્યક્તિ વચ્ચે વેર વિરોધ, ફાટફૂટ, દ્વેષ, કલહ કે સંઘર્ષ થાય તેવી ભાષા બોલે; સંસારીના વિવાહ આદિ અંગે જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનથી ભવિષ્યનું કથન વગેરે કરે નહીં; એક પ્રહર રાત્રિ વ્યતીત થયા પછી ઊંચા સ્વરે બોલે નહીં; ઊંચે સ્વરે બોલવાથી અન્યને નિદ્રા આદિમાં ખલેલ થાય છે અને તેને અપ્રીતિનું કારણ બને છે. મુનિ ક્રોધ, માન, માયા અને લોભયુક્ત વચન બોલે નહીં; હાસ્યવચન, ભયોત્પાદક વચન બોલે નહીં; વાચાળતા કરે નહીં અર્થાત્ વધારે પડતું બોલવાનું રાખે નહીં. ચાર પ્રકારની તથા અન્ય વિકથાઓમાં સમય પસાર કરે નહીં
આ સૂત્રના સાતમા અધ્યયનમાં અને આચારાંગ હૃ. ૨ અ. ૪માં ભાષા સંબંધી વિવેકનું સુવિસ્તૃત નિરૂપણ છે, મુનિ રાગદ્વેષ રહિત, હિતકારી, પરિમિત ભાષાનો જ પ્રયોગ કરે. તે સર્વ નિયમોનું યથાર્થ પાલન કરવું તે ભાષા વિષયક યતના છે અને તે નિયમોનું ઉલ્લંઘન કરવું ભાષા સંબંધી અયતના છે.
પ્રસ્તુત ગાથાઓમાં છ ક્રિયાઓનું કથન છે. તેમ છતાં સાધુ જીવનની અન્ય અનેક ક્રિયાઓ હોય છે. જેમ કે પ્રતિલેખન, પ્રમાર્જનમળ-મૂત્રાદિનું પરિષ્ઠાપન(વિસર્જન–ત્યાગ) વસ્ત્ર પાત્રનું પ્રક્ષાલન