________________
૧૦૬ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચાર પ્રકારના ત્રસકાય જીવોની તથા ઉપકરણ આદિ પર ચઢી ગયેલા જીવોની રક્ષા કરવાની વિધિના પ્રતિપાદન સાથે સંબંધી પ્રતિજ્ઞા પાઠ છે. ચાર પ્રકારના જીવ - કીટ, પતંગિયા, કંથવા અને કીડી; આ નામો વિકસેન્દ્રિય જીવોના ઉદાહરણ રૂપે છે. ઉપલક્ષણથી અન્ય પણ ત્રસ જીવો સમજી લેવા જોઈએ. અઢાર સ્થાન :- સૂત્રમાં ત્રસજીવો ચઢી શકે તે ઉપકરણ અને શરીરવયવોના અઢાર નામ દર્શાવ્યા છે. તેમાં હાથ વગેરે છ શરીરના અવયવો છે, વસ્ત્રાદિ છઔધિક ઉપકરણ છે અને માત્ર આદિ છ ઔપગ્રહિક ઉપકરણ છે. જીવ રક્ષાના ઉપાય - સુત્રોક્ત ઉપકરણોને ઉપયોગ કરતાં અને શરીરના કોઈપણ અંગોપાંગથી પ્રવૃત્તિ કરતાં સાધકે સતત જીવ રક્ષાનું લક્ષ્ય રાખવું જોઈએ કદાચ શરીર અને ઉપકરણો પર જીવ જંતુ ચઢી ગયા હોય તો તે જીવોને કોઈ પણ પ્રકારે પીડા ન થાય તે રીતે યતનાપૂર્વક પ્રતિલેખન કે પ્રમાર્જન કરવું જોઈએ, તેની દયા પાળવી જોઈએ અને તેની રક્ષા માટે સાધકે વિશેષ સાવધાન રહેવું જોઈએ. પ્રતિલેખન પ્રમાર્જન માટે સૂત્રમાં તે શબ્દનો બે બે વાર પ્રયોગ કરીને તે ક્રિયાની મહત્તા સૂચિત કરી, સાધકને વિશેષ જાગૃત રહેવાનું સૂચન કર્યું છે.
તમવM:–એકાંત સ્થાનમાં રાખે. ઉપકરણાદિ પર રહેલા જીવોને મુનિ યતનાપૂર્વક ઉપાડીને નિર્જન સ્થાનમાં મૂકી દે કે જ્યાં તેનો ઉપઘાત (હિંસા) ન થાય. નો સંપાયનવને :- સંઘાત શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) જીવોના શરીરનો જોરથી સ્પર્શ કરવો, ભીંસ આપવી કે જેનાથી તેને પીડા થાય તેને સંઘાત કહે છે. (૨) જીવોને એકઠા કરવા. એકઠા કરીને રાખવાથી તે જીવો પીડા પામે છે. તેથી નિ જીવોને પીડા ન થાય તે રીતે તેની દયા પાળે.
સંક્ષેપમાં મુનિના અંગોપાંગ ઉપર કે ઉપકરણો પર જીવ જંતુ આવી જાય તો તેને ગુચ્છા ઉપર કે હથેળી ઉપર યતનાપૂર્વક ગ્રહણ કરીને સુરક્ષિત સ્થાનમાં રાખી દેવા જોઈએ.
જાગૃતિ તે સાધક જીવનનો પ્રાણ છે. સાધકની પ્રત્યેક પ્રવૃત્તિમાં જાગૃતિ, યતના અને છકાયના જીવો પ્રતિ આત્મવત્ ભાવ હોય છે અને તેવા શુદ્ધ ભાવથી જ તે અહિંસા વ્રતની આરાધના કરે છે. અહિંસા વ્રતની આરાધનાને પ્રદર્શિત કરતાં આ સૂત્રો સાધુ જીવનની શ્રેષ્ઠતા, તેના વ્રતોની ગહનતા અને મહાનતાને તથા તેના પાલનની પવિત્ર પદ્ધતિને સૂચિત કરે છે. અયતના-ચતનાનું પરિણામ :
अजयं चरमाणो य, पाणभूयाई हिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ છાયાનુવાદઃ ગયાં વરં તુ, પ્રભૂતાનિ દિનતિ
बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥