________________
| ૧૦૪
શ્રી દશવૈકાલિક સૂત્ર
ઉપર જ છે- ચાલે નહીં વિજ્ઞાન ઊભો રહે નહીં જ જાણતા - બેસે નહીં તુટુંm = સૂવે નહીં અUM = અન્ય વ્યક્તિને છાવેજ્ઞા = ચલાવે નહિ જ વિવેજ્ઞા = ઊભા રખાવે નહિ જ ઉપાસીયા Mા = બેસાડે નહિ ન તુટ્ટાવેજ્ઞા = શયન કરાવે નહિ Tછd = ગમન કરતો હોય વિદ્યુત = ઊભો રહેતો હોય સીયત = બેઠો હોય તુયત – શયન કરતો હોય તે અM = અન્ય કોઈની ન સમyગાળા = અનુમોદન આપે નહિ. ભાવાર્થ:- મહાવ્રત ધારી સાધુ અથવા સાધ્વી જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે, અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાળના પાપોને પ્રતિહત (નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે; તે સાધુ-સાધ્વીએ દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં હોય; મુનિએ કોઈ પ્રકારનાં બીજો પર કે બીજો પર રહેલી વસ્તુઓ પર, અંકુરા ઉપર કે અંકુરા પર રહેલી વસ્તુઓ પર, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છપર રહેલી વસ્તુઓ પર, છેદાયેલી સજીવ વનસ્પતિ પર અથવા તેના પર રહેલી વસ્તુઓ પર, અન્ય સચિત્ત વનસ્પતિ પર કે જીવોની ઉત્પત્તિ યુક્ત કાષ્ઠ પર ચાલવું નહીં, ઊભા રહેવું નહીં, બેસવું નહીં કે સૂવું નહીં, તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ, ઊભા રાખવા નહિ, બેસાડવા નહિ, કે સુવાડવા નહિ, અન્ય કોઈ તેના પર ચાલતો હોય, ઊભો રહેતો હોય, બેસતો હોય, કે સૂતો હોય તો તેની અનુમોદના કરવી નહિ.
હે ભગવન્! વનસ્પતિકાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યંત મનથી, વચનથી કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ અને કરનારને અનુમોદન પણ આપીશ નહિ, ભૂતકાળ પણ તત્સંબંધી જે પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તે પાપની નિંદા અને ગહ કરું છું અને તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગો કરું છું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વનસ્પતિના બાર પ્રકાર તથા તેની ચાર પ્રકારની વિરાધના પ્રવૃત્તિ દર્શાવતાં તત્સંબંધી સાધકની પ્રતિજ્ઞાનું નિરૂપણ છે.
વનસ્પતિ કે તે વનસ્પતિ પર રાખેલા અન્ય પદાર્થો પર ચાલવું, બેસવું, ઊભા રહેવું કે સૂવું વગેરે ક્રિયા કરવાથી તે જીવોની વિરાધના થાય છે. તેથી નિગ્રંથ મુનિઓએ દરેક પ્રવૃતિ વિવેકપૂર્વક કરવી જોઈએ. ત્રસકાયની યતના ઃ હિંસા ત્યાગ :| १९ से भिक्खू वा भिक्खूणी वा संजयविरयपडिहय-पच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा, से कीडं वा पयंगं वा कुंथु वा पिवीलियं वा हत्थंसि वा पायंसि वा बाहुसि वा ऊरुसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहसि वा कंबलसि वा