________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૯૫
=હાથથી વા= અથવા પણ વા= પગથી વા= કાષ્ઠથીવિલિંવેવા-વાંસની ખપાટ, કાષ્ઠના ખંડથી મતિયા= આંગળીથી સિતા-II લોખંડની શલાકાથી, સળીથી સિનાહિત્યેળ વ = શલાકાના સમુદાયથી, લોખંડની સળીના સમૂહથી જ આિિા = સચિત્ત પૃથ્વી પર લખે નહીં અથવા ખોદે કે ખોતરે નહીં ન વિલિહા વિશેષ લખે નહીં, વિશેષ ખોતરે નહીં, ચિતરે નહીં જ કૃષ્ણા = સ્પર્શ કરે નહીં, પરસ્પર અફળાવે નહીં જ બિલિષા = સચિત્ત પૃથ્વીનું ભેદન કરે નહીં અvખ = બીજા દ્વારા જ આતિહાવિષ્ણા = લખાવે નહીં, ખોતરાવે નહીં, રેખા દોરે નહીં નવનિહાવિના = વિશેષ લખાવે નહીં, વિશેષ ખોતરાવે નહીં પટ્ટાવિન્ના = સચિત્ત પૃથ્વીનો સ્પર્શ કરાવે નહીં fમાવિષ્કા = ભેદન કરાવે નહીં અvi = બીજા મહિત વા= આલેખન કરતા હોય અથવા વિહિત વા=વિશેષ આલેખન કરતા હોય, ખોતરતા હોય અથવા ત વ = સ્પર્શ કરતા હોય અથવાબવત વા = ભેદન કરતા હોય, તેને જ સમજુગાગિળી = અનુમોદન કરે નહીં. ભાવાર્થ - પૂર્વોક્ત મહાવ્રતધારી સાધુ અથવા સાધ્વી, કે જે સત્તર પ્રકારના સંયમમાં ઉપસ્થિત થયા છે અઢાર પાપોથી નિવૃત્ત થયા છે, ભૂતકાળના પાપોને પ્રતિહત(નાશ) કર્યા છે અને વર્તમાન તથા આગામી પાપોના પ્રત્યાખ્યાન કર્યા છે, તે સાધુ-સાધ્વી દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતા હોય કે જાગતા હોય; કોઈપણ અવસ્થામાં તેઓએ પૃથ્વી, ભીંત, શિલા કે ઢેફાને તેમજ સચિત્ત રજયુક્ત શરીર કે સચિત્ત રજયુક્ત વસ્ત્રને હાથથી, પગથી, કાષ્ઠથી, વાંસની ખપાટથી, આંગળીથી, લોખંડની સળીથી કે તેના સમૂહથી ખોતરવું નહીં, વિશેષ ખોતરવો નહીં, સ્પર્શ કરવો નહીં, છેદન–ભેદન કરવું નહિ; બીજા પાસે કોતરાવવું, વિશેષ કોતરાવવું નહીં, સ્પર્શ કરાવવું નહીં, છેદન-ભેદન કરાવવું નહિ; કોતરનારા, વિશેષ કોતરનારા, સ્પર્શ કરનારા અને છેદન-ભેદન કરનારા અન્ય કોઈને અનુમોદન આપવું નહિ.
હે ભગવન્! પૃથ્વીકાય સંબંધી નિષેધ કરેલી આ સમસ્ત વિરાધનાઓ હું જીવન પર્યત મનથી, વચનથી કે કાયાથી કરીશ નહિ, કરાવીશ નહિ તેમજ કરનારને અનુમોદન પણ આપીશ નહિ. ભૂતકાળે તે સંબંધી જે પાપ થયું હોય તેનાથી હું પાછો ફરું છું, તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું અને આપની સાક્ષીએ ગહ કરું છું તેમજ હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને પૃથક કરું છું અર્થાત્ તે પાપકારી કર્મોનો ત્યાગ કરું છું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયિક જીવોની રક્ષા માટે તે જીવોની વિરાધનાના ત્યાગનો પ્રતિજ્ઞા પાઠ છે.
પંચ મહાવ્રતોનો સ્વીકાર કરનાર શ્રમણ શ્રમણીઓ માટે છકાયના જીવોની વિરાધનાનો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે કારણ કે છ કાયની વિરાધનાના ત્યાગથી જ અહિંસા મહાવ્રતનું પાલન પૂર્ણ રીતે થાય છે. તે અંગે આ સૂત્રમાં સર્વપ્રથમ પૃથ્વીકાય જીવોની વિરાધનાના અનેક પ્રકાર દર્શાવી તેના પ્રત્યાખ્યાનનું નિરૂપણ કર્યું છે.
આ પ્રત્યાખ્યાન પાઠમાં ક્રમશઃ અહિંસા વ્રતમાં આરાધક નિગ્રંથ મુનિઓની વિશેષતાઓ, તેઓના જીવનની સર્વ અવસ્થાઓ, રક્ષા યોગ્ય જીવોના પ્રકારવિરાધનાની વિવિધ પ્રવૃત્તિ, પ્રતિજ્ઞા પાલનનો