________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૯૩]
(૮) હેમચંદ્રાચાર્યે દિવસમાં અને રાત્રિમાં કાંઈપણ રોકટોક વિના ખાનારાઓને શિંગડા અને પૂંછડા વિનાના પશુ તરીકે કહ્યા છે. વ્રતનું પ્રયોજન :| १३ इच्चेयाइं पंच महव्वयाई राइभोयणवेरमण छट्ठाई अत्तहियट्ठयाए उवसंपज्जित्ताणं विहरामि । છાયાનુવાદઃ ચેતન ઉન્ન મતાનિ ત્રિભોજન વિરમણમાં ખાન आत्महितार्थमुपसम्पद्य विहरामि ॥ શદાર્થ-ફત્તેયારું =આ અહિંસાદિપંમ્બિયા પાંચ મહાવ્રતો રાફબોયઝવેરમણછઠ્ઠાણું = રાત્રિ ભોજન વિરમણરૂપ છાવ્રતને અદિયકુવા-આત્મહિત માટે, કલ્યાણાર્થે ૩૧mત્તા = અંગીકાર કરીને વિદરમિ= વિચરું છું. ભાવાર્થ:- આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજનથી નિવર્તવારૂપ છઠ્ઠું વ્રત, આ છ વ્રતોને આત્મકલ્યાણાર્થે અંગીકાર કરીને હું વિચારું છું. આ રીતે શિષ્ય ગુરુ પાસેથી લાવજીવન મહાવ્રતો અંગીકાર કરે છે.] વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજનવિરમણ વ્રત સ્વીકારવાનું મુખ્ય પ્રયોજન દર્શાવીને પ્રતિજ્ઞા પાઠનું સમાપન કર્યું છે.
ઊંદિયEયાપ:- આત્મહિત માટે ભૌતિક કે પૌલિક સુખ અનેકાંતિક છે, તેની પાછળ દુઃખ પણ હોય છે તેથી તે સુખ શાશ્વત અને સ્થિર નથી તેમજ તે સુખમાં વધ-ઘટ થાય છે. જ્યારે મોક્ષનું સુખ એકાંતિક, ત્રિકાલ શાશ્વત અને સ્થિર છે. તેથી સાધકનો સર્વ પુરુષાર્થ મોક્ષ પ્રાપ્તિ માટે હોય છે. તે જ આત્મહિતકારી અને આત્મકલ્યાણકારી છે.
૩વસTwત્ત વિદાયઃ- ૩૫ = સમીપે, સંપદ્ય = અંગીકાર કરીને. ગુરુની સમીપે કે ગુરુની સાક્ષીએ વ્રતનો સ્વીકાર કરી વિચરણ કરીશ. આ રીતે દઢ પ્રતિજ્ઞા સાથે વિધિપૂર્વક ગ્રહણ કરાયેલા વ્રતો મહત્ત્વશીલ અને સફળ બને છે.
આ રીતે તેરમા સૂત્ર સુધી શ્રમણ દીક્ષામાં ગ્રહણ કરાતા મહાવ્રતોનું સ્વરૂપ અને તેના પ્રતિજ્ઞા પાઠનું કથન છે અને ત્યારપછી હવે ચૌદમા સૂત્રથી મહાવ્રતની પુષ્ટિ માટે છ કાયનો વિશ્લેષણ યુક્ત પ્રતિજ્ઞા પાઠ છે.