________________
|
૯ ૨
|
શ્રી દશવૈકાલિક સૂત્ર
રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (૧૦) બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૧ માં રાત્રિમાં અને વિકાલમાં(સંધ્યા સમયે) ચાર પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૧૧) બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૫ માં કહ્યું છે કે આહાર કરતા સમયે સાધુને એવો ખ્યાલ આવે કે સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે તો મોઢામાં નાખેલ આહારનો કોળિયો બહાર કાઢી નાખવો અને પરઠી દેવો જોઈએ તથા રાત્રિમાં આહાર પાણી યુક્ત ૩ નિ = ઓડકાર આવે અથવા ઘચરકા સાથે પિત્ત આવે તો પાછું ગળી જવાનું પણ પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. અર્થાત્ તે પિત્તને જયણાપૂર્વક બહાર કાઢી નાખવું જોઈએ. (૧૨) દશાશ્રુત સ્કંધ સૂત્ર દશા. ૨ તથા સમવાયાંગ સૂત્ર સમ. ૨૧માં રાત્રિભોજનની "શબલ દોષ"માં ગણના કરી છે. (૧૩) બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૪માં રાત્રિભોજનનું અનુદ્યાતિક(ગુરુ-ભારે) પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દે. ૧૧માં રાત્રિભોજનનું અને તેની પ્રશંસા-અનુમોદન કરવાનું ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્રમાં શ્રાવકની અગિયાર પ્રતિમાનું નિરૂપણ છે. તે વર્ણન અનુસાર શ્રાવકોને ચાર પ્રતિમા સુધી રાત્રિભોજન ત્યાગ સ્વૈચ્છિક હોય છે પરંતુ પાંચમીથી અગિયારમી પ્રતિમાની આરાધનામાં રાત્રિભોજન ત્યાગ આવશ્યક હોય છે. અન્ય ગ્રંથોમાં વર્ણન :
(૧) કાર્તિકેયાનુપ્રેક્ષા-૩૮૩માં રાત્રિભોજન ત્યાગની તુલના છ મહિનાના ઉપવાસ સાથે કરી છે. (૨) મહાભારતના શાંતિ પર્વમાં નરકમાં જવાના ચાર કારણ કહ્યા છે તેમાં (૧) પ્રથમ કારણ રાત્રિભોજન છે. શેષ ત્રણ કારણ આ પ્રમાણે છે– (૨) પર સ્ત્રી ગમન (૩) આચાર–અથાણા ખાવા (૪) કિંદમૂળ ભક્ષણ. (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અધ્યાય-૩માં કહ્યું છે કે રાત્રિમાં ખાનારો મનુષ્ય–ઘૂવડ, કાગડો, બિલાડી, ગીધ, ડુક્કર, સર્પ, વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહ્યું છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રિના સમયે શ્રાદ્ધ કરવું નહીં. (૫) યોગશાસ્ત્ર અધ્ય. ૩માં આ પ્રમાણે કહ્યું છે– નિત્ય રાત્રિ ભોજનનો ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થયાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને ભોજન આ સર્વે ય રાત્રિમાં કરાતા નથી. કીડા પતંગિયા આદિ અનેક પ્રાણીઓનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિંદિત છે. (૬) માર્કડેય મુનિએ તો રાત્રિમાં પાણી પીવાને લોહી પીવા સમાન અને રાત્રિમાં ખાવાનું માંસ ખાવા સમાન કહી દીધું છે. (૭) બૌદ્ધ મતના મમિ નિજાય તેમજ સંદિપમર માં રાત્રિભોજનનો નિષેધ છે.