________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૯૧ ]
આદિ બિમારીઓની સંભાવના રહે છે. (૩) સુર્યાસ્ત પહેલાં ભોજન કરવું તે પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સૂતાં પહેલાં ત્રણ કલાક પૂર્વે ભોજન કરવું આરોગ્યદાયક છે. તેમ કરવાથી ભોજનને પચવાનો સમય મળી જાય છે. રાતના ૯-૧૦ વાગ્યે ભોજન કરનાર વ્યક્તિ ભોજન કરીને તરત સૂઈ જાય તો યથોચિત પાણી પી શકાય નહીં તેથી ભોજન બરાબર પચતું નથી. (૪) સૂર્યના પ્રકાશની પોતાની વિશેષતા હોય છે– તેના પ્રકાશમાં કમળ ખીલે છે, સૂર્યોદય થવાની સાથે જ પ્રાણવાયુની માત્રા વધી જાય છે, રાત્રે પાચનતંત્ર બરાબર કામ કરતું નથી. તે સિવાય કેટલાક સુક્ષ્મ જીવો સુર્યના પ્રકાશમાં જ જોઈ શકાય છે, વિજળીના પ્રકાશમાં દેખાતા નથી. વીજળીનો પ્રકાશ ગમે તેવો હોય પરંતુ તે સૂર્યપ્રકાશની સમકક્ષ થઈ શકતો નથી.
આ રીતે રાત્રિભોજન અનેક દોષોનું કારણ હોવાથી સંયમ સાધક તેનો સર્વથા ત્યાગ કરે છે. ગૃહસ્થો માટે પણ રાત્રિભોજન ત્યાજ્ય છે. માટે શ્રાવકોએ રાત્રિભોજન ત્યાગનું લક્ષ રાખીને તેનો યથાશક્ય ત્યાગ કરવો જોઈએ. આગમોમાં રાત્રિભોજન ત્યાગનું વિષદ વર્ણન –
શ્રી દશવૈકાલિક સૂત્રમાં અનેક સ્થળે રાત્રિભોજન ત્યાગનું કથન છે– (૧) અધ્ય.—૩ માં રાત્રિભોજન નિગ્રંથ માટે અનાચરણીય કહ્યું છે. (૨) પ્રસ્તુત સૂત્રમાં પાંચ મહાવ્રતની સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહ્યું છે. (૩) અધ્ય.-૬માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ મુનિને નિગ્રંથપણાના ભાવથી ભ્રષ્ટ થવાનું કહ્યું છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૪) અધ્ય.-૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાત્ રાત્રિમાં સાધુ માટે આહારની મનથી પણ ઇચ્છા કરવાનો નિષેધ છે.
અન્ય આગમોમાં રાત્રિભોજન ત્યાગનું વર્ણન આ પ્રમાણે છે– (૫) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.–૧૯૩૧માં સંયમની દુષ્કરતાના વર્ણનમાં રાત્રે ચારે પ્રકારના આહારના ત્યાગને અત્યંત દુષ્કર કહ્યું છે. (૬) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩રમાં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવાનું અને અનાશ્રવ થવાનું કહ્યું છે. (૭) ઠાણાંગ સૂત્ર સ્થાન–૩ તથા ૫ માં રાત્રિભોજનનું અનુઘાતિક (ગુરુ) પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૮) સૂયગડાંગ સૂત્ર શ્રુ. ૧, અ. ૨, ૩. ૩ માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતની તુલના પરમ રત્ન સાથે કરી છે, આ રીતે અહીં રાત્રિભોજન ત્યાગનું મહત્ત્વ પંચમહાવ્રતની સમાન દર્શાવેલ છે. (૯) સૂયગડાંગ સૂત્ર અ. ૬ વીર સ્તુતિમાં કહ્યું છે કે મહાવીર સ્વામીએ દુઃખોનો નાશ કરવા માટે