________________
[ ૯૦ |
શ્રી દશવૈકાલિક સૂત્ર
પ્રમાણે છે. યથા- (૧) અલi = અશન. સુધાનું નિવારણ થાય તેવું ભોજન. તેમાં ભોજન સંબંધી તરલ અને નક્કર સર્વ પદાર્થો સમજવા. (૨) પાપ = પાણી. શબ્દાર્થની અપેક્ષા સર્વ પેય પદાર્થ–પીણા અર્થ થાય પરંતુ આગમ આશયથી માત્ર પાણીને જ પણ સમજવું. (૩) હાફ = ખાદિમ. મેવા અને ફળ. (૪) સામં= સ્વાદિમ. જેનાથી મુખ શુદ્ધિ થાય, મુખ સુવાસિત થાય તેવા સોપારી, વરિયાળી આદિ મુખવાસના પદાર્થો. દ્વવ્યાદિની અપેક્ષા રાત્રિભોજન વિરમણ વ્રત ઃ- (૧) દ્રવ્યની અપેક્ષાએ રાત્રિ ભોજન વિરમણ વ્રતનો વિષય ચારે ય પ્રકારના આહાર છે. (૨) ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યલોક છે. (૩)કાલની અપેક્ષાએ રાત્રિનો સમય છે તેમજ ૧. દિવસે લાવેલું રાત્રે વાપરવું ૨. રાત્રે લાવેલું દિવસે વાપરવું ૩. આજે લાવીને કાલે વાપરવું૪. રાત્રે લાવેલું રાત્રે ભોગવવું; તે ચાર ભંગ છે. (૪) ભાવની અપેક્ષાએ ત્રણ કરણ અને ત્રણ યોગ તેનો વિષય છે.
સાધુને ઉપરોક્ત સર્વ પ્રકારે રાત્રિભોજનનો ત્યાગ કરવો આવશ્યક હોય છે. તેમજ રાત્રિએ ભોજન, પાણી યુક્ત ઓડકાર આવે તો પણ તેને પાછું ગળવાનું હોતું નથી અને શરીર ઉપર કોઈ બાહ્ય વિલેપન પણ રાત્રિએ ચોપડવાના હોતા નથી.
સાધ્વાચારમાં રાત્રિભોજન ત્યાગની મહત્તા મહાવ્રતની સમાન છે. રાત્રિભોજન ત્યાગ અહિંસા મહાવ્રતની પુષ્ટિ કરે છે. રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે. તેથી છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણરૂપ છે. ચૂર્ણિકારે કહ્યું છે–"વિશ્વ પ્રિયક્ષજ્ઞાનનો ते विशुद्धं भक्तानपानं पश्यंति तथापि रात्रौ न भुंजते, मूलगुणभंगत्वात् " तीर्थकरगणधराचार्यः अनाचीर्णत्वात्, जम्हा छट्ठो मूलगुणो विराहिज्जति तम्हा ण
તો મોળું જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે તે આહારાદિની વિશુદ્ધતા જ્ઞાનથી જાણવા છતાં રાત્રિમાં ભોજન કરતાં નથી કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થકર, ગણધર અને આચાર્યોથી(સર્વ સાધુઓ સુધી) આ રાત્રિભોજન અનાસેવિત છે અર્થાત્ તેનું સેવન કરાયું નથી, તેનાથી છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે, તેથી રાત્રિભોજન કરવું જોઈએ નહીં." આ રીતે સ્પષ્ટ થાય છે કે રાત્રિભોજન ત્યાગ વ્રત સ્વયં મૂળગુણ છે. રાત્રિમાં ખાવાથી મૂળગુણનો ભંગ થાય છે તેમજ છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે. રાત્રિભોજનના દોષ :(૧) રાત્રિભોજનમાં કીડી, કુંથવા આદિ સૂક્ષ્મ ત્રસ જીવો, લીલફૂગ આદિનું દષ્ટિગોચર થવું અને તે જીવોની જયણા કરવી અશક્ય થઈ જાય છે તથા રાત્રિભોજન કરવામાં અન્ય વનસ્પતિ આદિ સ્થાવર જીવોની વિરાધના થાય છે. (૨) રાત્રે સૂક્ષ્મ જીવો આહારમાં આવી જાય તો અનેક પ્રકારની બિમારી થાય છે. યથા– જો ભોજનમાં કીડી આવી જાય તો બુદ્ધિ નષ્ટ થાય છે, માખી ભોજનમાં આવી જાય તો શીઘ્ર ઉલટી થઈ જાય છે, જૂ આહારમાં આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ થાય છે. ગરોળી ભોજનમાં આવી જાય તો કષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થાય છે. એ સિવાય લોહીનું ઊંચું દબાણ, દમ, હૃદયરોગ, પાચન શક્તિની મંદતા