________________
૭ ૬
શ્રી દશવૈકાલિક સૂત્ર
અંતે - આ શબ્દ ગુરુના સંબોધન માટે છે. તેના સંસ્કૃત ભાષમાં બાવન, મન, બવાના, મયાના I વગેરે રૂપ થાય છે.
(૧) બાવન = હે પૂજ્ય, હે એશ્વર્યવાનું (૨) મા - હે કલ્યાણ કરનાર કે કરાવનાર! (૩) જવાન = હે ભવનો અંત કરનાર અથવા કરાવનાર, (૪) અવાજ = હે ભયનો અંત કરનાર અથવા કરાવનાર. ભગવતી આદિ શાસ્ત્રમાં અંતે શબ્દનો બહુ પ્રયોગ છે ત્યાં હે ભગવનું આ અર્થ વિશેષ રૂપમાં જોવા મળે છે. ગુરુ માટે પણ હે ભગવનું શબ્દનો પ્રયોગ થઈ શકે છે. વ્રતનો સ્વીકાર તીર્થકર દેવ અને ગુરુની સમક્ષ થાય છે તેથી અહીં મતે શબ્દનો પ્રયોગ વિશાલ અર્થમાં છે.
પમિાકિ લિાવિ રિવામિ - પાપનું પ્રતિક્રમણ કરું છું, નિંદા કરું છું અને ગહ કરું છું. તે
fમ આદિ શબ્દો દ્વારા વર્તમાનનો સંવર અને ભવિષ્યના પ્રત્યાખ્યાન થાય છે અને આ પહિનામ આદિ ત્રણ શબ્દોથી ભૂતકાલનું પ્રતિક્રમણ થાય છે.
જૈનદર્શનમાં પાપ પ્રવૃત્તિના ત્યાગનો ક્રમ આ પ્રમાણે છે– ભૂતકાલનું પ્રતિક્રમણ, વર્તમાનકાલનો સંવર અને ભવિષ્યના પ્રત્યાખ્યાન. સાધક જ્યારે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવા કટિબદ્ધ બને ત્યારે સહુ પ્રથમ તેને અતીતકાલીન પાપથી પાછું ફરવું પડે છે. પાપથી નિવૃત્ત થવા છતાં જ્યારે તે પાપ પ્રત્યે નિંદા અને ગહનો ભાવ દઢપણે જાગૃત થઈ જાય ત્યારે જ તેનો ત્યાગ સફળ થાય છે. તેથી જ પ્રસ્તુત સૂત્રમાં આ ત્રણ શબ્દનો પ્રયોગ છે– (૧) પડતમામ = પ્રતિક્રમણ કરું છું, પૂર્વકૃત પાપથી નિવૃત્ત થાઉં છું. (૨) નિલમ = પૂર્વકૃત પાપને પાપરૂપે સ્વીકારીને આત્મસાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક નિંદા કરું છું. (૩)
મિ = તે પાપને ગુરુ સમક્ષ પ્રગટ કરીને ધૃણા કરું છું. નિંદા અને ગર્તામાં તફાવત :- (૧) નિંદા આત્મસાક્ષીએ હોય છે. ગહ ગુરુની સાક્ષીએ થાય છે. (૨) અથવા પહેલાં અજ્ઞાનવશ જે અપરાધ અથવા પાપ કાર્ય કર્યું હોય તેનો પશ્ચાત્તાપ થવો. હદયથી તેનો દાહ અનુભવવો કે મારાથી દુષ્કૃત્યનું સેવન થઈ ગયું તેવો સ્વીકાર તે નિંદા છે અને તે દોષોને (અપરાધોને) ગુરુ આદિની સમક્ષ પ્રગટ કરવા તેમજ ભવિષ્યમાં ન કરવા માટે ઉધત થવું તે ગહ છે. અખાનું વોલિનિ :- હું આત્માનો વ્યુત્સર્ગ–ત્યાગ કરે છે. ખરેખર આત્માનો ત્યાગ થતો નથી પરંતુ પાપરૂપ આત્મભાવોનો ત્યાગ થાય છે. સાધનાની દષ્ટિએ હિંસા આદિ સાવધ પ્રવૃત્તિઓ ત્યાજ્ય હોય છે. તેથી હું ભૂતકાળમાં સાવધ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત આત્માનો ત્યાગ કરું છું. આ રીતે તસ ભલે થી વોસિરારિ સુધીના પાઠથી પ્રતિજ્ઞાને દઢ કરવાની ભાવના અભિવ્યક્ત થાય છે.
ફલિતાર્થ :- સાધક જ્યારે છ જવનિકાયને સમ્યક પ્રકારથી જાણી લે; તેના અસ્તિત્વના વિષયમાં તેને દઢ શ્રદ્ધા અને વિશ્વાસ થઈ જાય તથા તેની પ્રતીતિ માટે તે ગુરુ દ્વારા ઉપદેશેલા છ જવનિકાયના દંડ સમારંભનો મન, વચન અને કાયાના યોગથી તેમજ કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રણ કરણથી વિધિવત્ ત્યાગ કરી દે, ત્યાર પછી તે મહાવ્રત સ્વીકારવા માટે યોગ્ય બને છે. તેથી છ કાયનું વર્ણન કર્યા પછી હવે મહાવ્રતોના વર્ણનનો પ્રારંભ થાય છે.