________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[[ ૭૫]
અવગણના(આલોચના) કરું છું અપાઈ = પાપકારી આત્માને વોસિરામિ = ત્યાગ કરું છું. ભાવાર્થ - મુનિ આ છકાયજીવોની હિંસાનો સ્વયં સમારંભ કરે નહીં, બીજા પાસે હિંસાનો સમારંભ કરાવે નહીં(ઘાત કરાવે નહીં) તેમજ હિંસા કરતા હોય તેને અનુમોદન આપે નહીં. હે ભગવન્! હું પણ આ પ્રકારની હિંસાનો જીવનપર્યત, ત્યાગ કરું છું અર્થાત્ મન, વચન અને કાયારૂપ ત્રણ યોગથી હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં કે અન્ય કરતા હોય તેને અનુમોદન પણ આપીશ નહીં.
હે ભગવન્! પૂર્વકાળમાં થયેલા પાપથી હું નિવૃત્ત થાઉં છું, મારા આત્માની સાક્ષીએ તે પાપને નિંદુ છું અને આપની સાક્ષીએ તે પાપની ગહ(અવગણના) કરું છું તથા હવે તેવા પાપકારી કર્મથી યુક્ત મારા આત્માનો વ્યુત્સર્ગ(ત્યાગ) કરું છું. વિવેચન :
આ સૂત્રના પૂર્વાર્ધમાં છ કાયના જીવોની રક્ષાનો અને તેના સમારંભના ત્યાગનો ઉપદેશ આપ્યો છે, ત્યાર પછી ઉત્તરાદ્ધમાં શિષ્ય દ્વારા તે ઉપદેશને સ્વીકારવાનું પ્રતિપાદન છે અર્થાત્ પ્રત્યાખ્યાન માટેનું પ્રતિજ્ઞા સૂત્ર છે. નવ સર્વ દંડ સમારંવેળા:- અહીં હિંસા ત્યાગના પ્રસંગમાં વંદું એટલે જીવોના પ્રાણનાશક કે કષ્ટ પ્રદાયક પ્રવૃત્તિ અને સમારંભે એટલે તે હિંસક કે કષ્ટદાયક પ્રવૃત્તિ કરવી. તેની સાથે નેવ સાથે શબ્દ હોવાથી સંપૂર્ણ વાક્યનો અર્થ થાય છે કે– સાધક આ છ કાયના જીવો માટે પ્રાણનાશક પ્રવૃત્તિ સ્વયં કરે નહીં. દંડ અને સમારંભ તે બંને જૈનધર્મના પારિભાષિક શબ્દો છે.
પ્રસંગાનુસાર દંડ શબ્દના વિભિન્ન અર્થ થાય છે, યથા– (૧) અપરાધીની સજાને દંડ કહેવાય છે. (૨) વ્રત નિયમોનો ભંગ કરનાર સાધકને તેનું જે પ્રાયશ્ચિત વગેરે અપાય તે પણ દંડ છે. (૩) કોઈ પણ પ્રાણીના શરીરાદિનો નિગ્રહ કરવો. (૪) જીવને પરિતાપ પહોંચાડવો વગેરે. (૫) વધ(મારપીટ) પરિકલેશ(દુઃખ પહોંચાડવું) ધનહરણ, તાડન, તર્જન, બંધન, પ્રાણહરણ વગેરે હિંસાજનક વ્યાપાર. વિહં વિષે-ત્રણકરણ અને ત્રણયોગથી. કરણ એટલે ક્રિયા, તે ક્રિયા ત્રણ પ્રકારે થાય છેકરવું, કરાવવું અને અનુમોદન આપવું. યોગ એટલે ક્રિયા કરવાના સાધન, તેના પણ ત્રણ પ્રકાર છે– મન, વચન અને કાયા.
કરવું, કરાવવું અને અનુમોદન આપવું તે ત્રણે ય ક્રિયાઓ મન, વચન, કાયા રૂપ ત્રણ યોગથી થાય છે તેનો પરસ્પર સંબંધ કરતાં નવ ભંગ થાય છે– (૧) મનથી હિંસાની વિચારણા કરવી (૨) હિંસક ભાષાનો પ્રયોગ કરવો (૩) હિંસક પ્રવૃત્તિ કરવી. (૪) અન્ય વ્યક્તિ દ્વારા હિંસા કરાવવાની વિચારણા કરવી (૫) હિંસા કરવાનો આદેશ આપવો (૬) હાથ વગેરેના સંકેતથી હિંસા કરાવવી. (૭) હિંસક પ્રવૃત્તિ જોઈ મનથી ખુશ થવું (૮) વચનથી તેની પ્રશંસા કરવી (૯) હાથ, મુખ આદિની ચેષ્ટા દ્વારા ખુશી પ્રગટ કરવી. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં નવ કોટીએ જીવોની હિંસાના ત્યાગનું કથન સિવિ૬ તિવિ શબ્દ દ્વારા કર્યું છે.