________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૬૯]
કારણોથી અભિભૂત મનુષ્યનું ચિત્ત (ચૈતન્ય) મૂર્ણિત થઈ જાય છે. તે જ રીતે જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મના પ્રબળ ઉદયથી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોનું ચૈતન્ય હંમેશાં મૂછિત જેવું રહે છે. એકેન્દ્રિયમાં ચેતનાનો વિકાસ જઘન્ય હોય છે અને તે વિકાસ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિયમાં ક્રમશઃ વધતો જાય છે. મજવાયા :- આખ્યાત, કહેવાયેલ છે. પૃથ્વીકાય આદિ ચૈતન્યયુક્ત(સજીવ) છે; તે કથન સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન દ્વારા કહેવાયેલું છે.
નીવાપુદોસત્તા –પૃથ્વીકાયાદિમાં અનેક જીવો છે અને તેની પૃથક પૃથકસત્તા છે. પૃથ્વીકાયાદિ જીવોનું શરીર અત્યંત સૂક્ષ્મ હોય છે. તેના એક જીવનું શરીર ચર્મ ચક્ષુથી જોઈ શકાતું નથી. અસંખ્યાત જીવોના શરીર એક સાથે હોય ત્યારે જ તે દેખાય છે. માટીના એક કણમાં અસંખ્યાત જીવો અને તેના અસંખ્યાત શરીર છે. સૂત્રમાં પ્રયુક્ત અને શબ્દનો અસંખ્યાત' કે 'અનંત'અર્થ થાય છે અર્થાત્ સાધારણ વનસ્પતિમાં અનંત અને તે સિવાય બાદર વનસ્પતિ તથા પૃથ્વી આદિમાં અસંખ્યાત જીવો હોય છે.
પૃથ્વી આદિ ચાર સ્થાવરમાં અસંખ્યાત જીવોના શરીર એક સાથે જ હોવા છતાં તેમાં રહેલા પ્રત્યેક જીવનું અને તેના શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તે જીવોને પ્રત્યેક નામ કર્મનો ઉદય હોવાથી તે પ્રત્યેક શરીરી છે. સાધારણ વનસ્પતિનાં અનંત જીવોનું શરીર સાધારણ છે અર્થાત્ એક શરીરમાં અનંતા જીવો હોય છે. કારણ કે તે જીવોને સાધારણ નામકર્મનો ઉદય છે. તેઓનું સ્થૂલ ઔદારિક શરીર સાધારણ હોવા છતાં તે અનંત જીવોના તૈજસ કાર્પણ શરીરનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
પૃથ્વીને શિલા આદિ પર પીસવામાં આવે તો તેમાંથી કેટલાક જીવો પીસાય છે, કેટલાક પીસાતા નથી. તેથી તેમાં અસંખ્ય જીવો અને દરેકનું પૃથક અસ્તિત્વ સિદ્ધ થાય છે તે જ રીતે પાણીના એક ટીપામાં, અગ્નિના એક તણખા આદિમાં અસંખ્યાત જીવો હોય છે અને તે દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. અUMલ્થ સત્યે પરિણM :- શસ્ત્ર પરિણત થયા સિવાય. શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી તે પૃથ્વી આદિ સચિત્ત રહે છે અને તેમાં અસંખ્ય જીવો હોય છે. પ્રાણીઓનો ઘાત જેનાથી થાય તે શસ્ત્ર કહેવાય છે. તે શસ્ત્ર ત્રણ પ્રકારના છે– સ્વકાયશસ્ત્ર, પરકાયશસ્ત્ર અને ઉભયકાયશસ્ત્ર. જ્યારે આ ત્રણમાંથી કોઈપણ શસ્ત્રથી પૃથ્વી આદિ પરિણત થાય એટલે પરિણામાંતરને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે અચેત થઈ જાય છે.
(૧) જ્યારે ભિન્ન વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત પૃથ્વી જ પૃથ્વીકાયના જીવો માટે શસ્ત્રરૂપ થાય અર્થાત્ તેને અચિત્ત કરે તો તે સ્વકાયશસ્ત્ર છે. પૃથ્વી સિવાય પાણી, અગ્નિ, પવન, સૂર્યતાપ, પગથી ખૂંદવું આદિ સાધનો પૃથ્વીકાયિક જીવો માટે શસ્ત્રરૂપ થાય એટલે તેને અચિત્ત બનવામાં નિમિત્ત બને તો તે પરકાયશસ્ત્ર છે. સ્વકાય-માટી આદિ અને પરકાય–પાણી આદિ, આ બંને સંયુક્તરૂપથી પૃથ્વી જીવોના ઘાતક હોય તો તે ઉભયકાયશસ્ત્ર છે. જેમ કે કાળી માટી, સફેદ માટી અને પાણીમાં ભેગી થઈને અચેત થાય ત્યારે પાણી અને સફેદ માટી બંને મળીને કાળી માટી માટે શસ્ત્ર રૂપ થાય છે. આ રીતે ત્રણ પ્રકારના શસ્ત્રથી પરિણત થતાં પૃથ્વી જીવ રહિત (અચેત) થઈ જાય છે.