________________
૬૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
આ૩=અપકાય પાણી તે = તેજ, અગ્નિવા = વાયુકાયા વનસ્પતિ અાવીયા = અગ્રભાગ પર બીજવાળી કૂનવીયા = મૂળ ભાગમાં બીજવાળી પોરવીયા = પર્વમાં બીજવાળી વંથળીયા = સ્કંધમાં બીજવાળી વય = બીજ વાવવાથી ઉત્પન્ન થનાર સમુચ્છિHT = પોતાની મેળે ઉગે તે તપ = તૃણ તથા = લતા વ ફાડ્યા = વનસ્પતિકાયિક છે લવીયા = બીજવાળી. ભાવાર્થ:- તે છ કાયના નામો આ પ્રમાણે છે– (૧) પૃથ્વીકાયિક જીવો (૨) અપકાયિક જીવો (૩) અગ્નિકાયિક જીવો (૪) વાયુકાયિક જીવો (૫) વનસ્પતિકાયિક જીવો (૬) ત્રસકાયિક જીવો. (૧) શસ્ત્ર પરિણત થયા પહેલાં પૃથ્વીકાય સચેત હોય છે, તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૨) શસ્ત્ર પરિણત થયા પહેલાં અપુકાય સચેત હોય છે, તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૩) શસ્ત્ર પરિણત થયા પહેલાં તેઉકાય સચેત હોય છે. તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે.
(૪) શસ્ત્ર પરિણત થયા પહેલાં વાયુકાય સચેત હોય છે. તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. (૫) શસ્ત્ર પરિણત થયા પહેલાં વનસ્પતિકાય સચેત હોય છે. તેમાં અનેક જીવો હોય છે અને તે પ્રત્યેક જીવોનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. તે વનસ્પતિના અનેક ભેદો છે, તે આ પ્રમાણે છે– અઝબીજ, મૂળબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજહા, સમૂર્છાિમ, તૃણ, લતા આદિ. આ રીતે બીજની પ્રમુખતાવાળી વનસ્પતિ- કાયિક શસ્ત્ર પરિણત થયા પહેલાં સચેત છે, તેમાં અનેક જીવો છે અને તે દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પાંચ સ્થાવર-એકેન્દ્રિય જીવોની સચેતનતાને સિદ્ધ કરી છે. વિનંતમહાલઃ-તે જીવો ચૈતન્યવાન કહેવાય છે.વિત્તમંત શબ્દના ત્રણ રૂપ છે– (૧) પિત્તવર = ચિત્તનો અર્થ છે જીવ અથવા ચૈતન્ય; જેમાં ચેતના હોય તે ચિત્તવતુ કહેવાય છે. તાત્પર્ય એ છે કે પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવનિકાયમાં ચેતના હોય છે. તેથી તે ચેતન્યવાન (સજીવ) કહેવાય છે. (૨) વિત્તમાત્ર = માત્ર શબ્દના બે અર્થ થાય છે– અલ્પ અને પરિમાણ. પ્રસ્તુત પ્રસંગમાં માત્ર શબ્દ અલ્પવાચક છે. તેનું તાત્પર્ય એ છે કે પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવરોમાં અલ્પ વિકસિત ચૈતન્ય હોય છે. તે જીવોમાં ત્રસ જીવોની જેમ ઉચ્છવાસ, નિશ્વાસ, નિમેષ, ગતિ-પ્રગતિ આદિ ચેતનાને વ્યક્ત કરનાર ચિહ્ન હોતા નથી. (૩) વિત્તમત્ત = મત્તનો અર્થ છે– મૂર્શિત. જેવી રીતે મદ્યપાન, સર્પદંશ આદિ ચિત્તવિઘાતના