________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
તેવી જ રીતે કૂવાનું પાણી તળાવ આદિના પાણી માટે સ્વકાયશસ્ત્ર, છાણાની અગ્નિ ઘાસની અગ્નિ માટે સ્વકાયશસ્ત્ર, પૂર્વદિશાનો વાયુ પશ્ચિમ આદિ દિશાના વાયુ માટે સ્વકાયશસ્ત્ર અને કોઈ વનસ્પતિ માટે સૂકું ઘાસ આદિ સ્વકાયશસ્ત્ર બની શકે છે. આ રીતે પોતાની જાતિના શસ્ત્ર સ્વકાયશસ્ત્ર,
પોતાની જાતિ સિવાયના અન્ય શસ્ત્ર પરકાયશસ્ત્ર અને સ્વ-પર બંને સાથે હોય ત્યારે ઉભયકાયશસ્ત્ર બન્ને છે. આ રીતે પાંચે ય સ્થાવર જીવો માટે સમજવું. પરંતુ જ્યાં સુધી પાંચ સ્થાવરકાયના જીવો કોઈ પણ પ્રકારના શસ્ત્રથી પરિણત ન થાય ત્યાં સુધી તે સચિત્ત રહી શકે છે.
૭૦
પાંચ સ્થાવરમાં જીવત્વની સિદ્ધિ :– પાંચે સ્થાવરને કેવળજ્ઞાનીએ સચેત કહ્યા છે. તેથી તે સચેત છે. આ રીતે આગમ પ્રમાણથી તેમાં ચૈતન્યની સિદ્ધિ થાય છે. તે ઉપરાંત અનુમાનાદિ પ્રમાણથી પણ તેમાં જીવત્વની સિદ્ધિ થઈ શકે છે.
પૃથ્વીકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ :– પૃથ્વી જ જેનું શરીર છે તેને પૃથ્વીકાય કહે છે, કઠિનતા આદિ તેના લક્ષણો છે અને તેના અનેક પ્રકાર છે– માટી, મીઠું, ખારો, ગેરુ, સોનું, ચાંદી, અબરખ, હીરા, પન્ના, રત્ન આદિ. (૧) જેમ માનવ શરીરમાં પડેલા ઘા સમય વ્યતીત થતાં સ્વયં ભરાઈ જાય છે, તેમ ખોદેલી ખાણ આદિની માટી પણ સમય વ્યતીત થતાં સ્વયં ભરાઈ જાય છે તેથી પૃથ્વી સચિત્ત છે. (૨) જેમ જીવિત પ્રાણીઓના હાડકા આદિ કઠણ હોવા છતાં વૃદ્ધિ પામે છે; તેમ પરવાળા, પથ્થર આદિ કઠણ હોવા છતાં વૃદ્ધિ પામે છે તેથી સચેત છે. આ રીતે અનેક અનુમાનોથી તેમાં રહેલા જીવત્તવની સિદ્ધિ થઈ શકે છે.
અપકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ :– પાણી જ જેનું શરીર છે તેને અપ્લાય કહે છે. તેના અનેક પ્રકાર છે. યથા- વરસાદનું, નદીનું, કૂવાનું, તળાવનું, ઝાકળનું, ધુમ્મસનું, ઓસનું પાણી. જમીનમાંથી નીકળતા અને આકાશમાંથી વરસતા પાણી આદિ. (૧) જેમ દેડકા આદિ વો જમીનમાંથી સ્વતઃ નીકળે છે તેમ પાણી જમીનમાંથી સ્વતઃ નીકળે છે તેથી તે સચેત છે. (૨) તે જ રીતે વાદળામાં વિકૃતિ આવવાથી સ્વતઃ વરસે છે તેથી તે સચેત છે.
વૈજ્ઞાનિકોએ માઈક્રોસ્કોપ યંત્ર દ્વારા જોઈને પાણીના એક ટીપામાં હજારો ત્રસ જીવો છે તેમ સિદ્ધ કર્યું છે. જ્યારે જૈનદર્શન પાણીને જ જીવરૂપ-ચૈતન્યરૂપ સ્વીકારે છે. તેમજ પાણીના એક ટીપામાં અસંખ્યાત પાણીના જીવો અને તે સિવાયના હજારો ત્રસ જીવો માને છે.
તેઉકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ :– અગ્નિ જ જેનું શરીર છે તેને તેઉકાય કહે છે, ઉષ્ણતા તેનું લક્ષણ છે અને તેના અનેક પ્રકાર છે, યથા– ચૂલાનો, ભઠ્ઠીનો, નિંભાડાનો, દાવાનળનો વગેરે અગ્નિ તેમજ વીજળી, ઉલ્કાપાત, જ્વાળા આદિનો અગ્નિ. (૧) જેમ મનુષ્યનું શરીર આહારથી વૃદ્ધિ પામે અને આહાર ન મળવાથી ક્ષીણ થાય છે, તેમ ઇંધનથી અગ્નિની વૃદ્ધિ અને ઇંધન ન આપવાથી અગ્નિ મંદ થાય છે; તેથી તે સચેત છે. (૨) જેમ આગિયાના શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ તે પ્રકાશિત થાય છે, તેમ અંગારા આદિ પણ પ્રજ્વલિત હોય ત્યાં સુધી તેમાં જીવ હોય છે. વાયુકાયમાં અનુમાન પ્રમાણથી જીવત્વની સિદ્ધિ – વાયુ જ જેનું શરીર છે તેને વાયુકાય કહે છે. :- જ