________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
[ ૬૫ ] काश्यपेन प्रवेदिता स्वाख्याता सुप्रज्ञप्ता श्रेयो मे अध्येतुं अध्ययनं धर्मप्रज्ञप्तिः ? શબ્દાર્થ - = તે વયર - કયું?. ભાવાર્થ - હે ભગવન્! તે ષજીવનિકાય નામનું અધ્યયન કર્યું છે? કે જેનું કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કથન કર્યું છે, સારી રીતે આખ્યાન કર્યું છે, સદષ્ટાંત વિસ્તારપૂર્વક કથન કર્યું છે અને તે ધર્મ પ્રજ્ઞપ્તિ અપરનામવાળા અધ્યયનનો મારે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે? | ३ इमाखलु सा छज्जीवणियाणामज्झयणं, समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया सुयक्खाया सुपण्णत्ता सेयं मे अहिज्जिउं अज्झयणं धम्मपण्णत्ती । છાયાનુવાદઃ ફર્થ હતુ પદ્ઘનિશાના માધ્યયનમ્ શ્રમનિ ભાવતા મહાવીરેન काश्यपेन प्रवेदिता स्वाख्याता सुप्रज्ञप्ता; श्रेयो मे अध्येतुं अध्ययनं धर्मप्रज्ञप्तिः । શબ્દાર્થ – રૂમ = આ વક્ષ્યમાણ, હવે પછી કહેવામાં આવશે તે. ભાવાર્થ – હવે પછી આ કહેવામાં આવશે તે ષડૂજીવનિકાય નામના અધ્યયનનું કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કથન કર્યું છે, સારી રીતે આખ્યાન કર્યું છે, સદષ્ટાંત વિસ્તારપૂર્વક કથન કર્યું છે અને તે ધર્મ પ્રજ્ઞપ્તિ અપાનામવાળા અધ્યયનનો મારે અભ્યાસ કરવો શ્રેયસ્કર છે. વિવેચન :
પ્રારંભનું આ સૂત્ર અધ્યયનની ઉત્થાનિકારૂપે છે. સુયં મે માસ :- દશવૈકાલિક સૂત્ર શ્રી શયંભવાચાર્ય રચિત છે. તેમ છતાં વ્યાખ્યાકારોએ આ વાક્યનો સંબંધ સુધર્મા–જંબૂસાથે જોડીને તેનો વિશેષાર્થ કર્યો છે. આ શબ્દ પ્રયોગ ગુરુ શિષ્યની અવિચ્છિન્ન પરંપરાને સૂચિત કરે છે. શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્યને છ જવનિકાય અધ્યયનનો બોધ આપી રહ્યા છે. ગુરુ તે બોધ પોતાને કોના દ્વારા પ્રાપ્ત થયો છે? તેનું કથન કરી શિષ્યની શ્રદ્ધાને દઢ બનાવે છે. હે જંબૂ ! આ વિષય પ્રભુ મહાવીરે કેવળજ્ઞાન દ્વારા જાણેલો અને તેમની સદેહી અવસ્થામાં કહેવાયેલો છે, તે પ્રભુ પાસેથી મેં સાંભળ્યો હતો અને તે જ હું તને કહું છું. તેથી આ કથન સંપૂર્ણ સત્ય છે.
આ પ્રકારના કથનમાં શ્રી સુધર્મા સ્વામીની તીર્થંકર પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણ ભાવ, સ્વયંની નમ્રતા અને લઘુતા પ્રતીત થાય છે. તેમ જ શાસન પરંપરાના વહનની પવિત્ર ભાવના પ્રગટ થાય
આ સં- આ શબ્દ પ્રયોગ દ્વારા શિષ્યને સંબોધન કર્યું છે. જેનું આયુષ્યદીર્ઘ હોય તેને આયુષ્માન કહેવાય છે. શિષ્યને આયુષ્યમાન તરીકે સંબોધવામાં શિષ્ય દીર્ધાયુષી રહે એવી શુભકામના છે. આ