________________
[
s ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
અથવા આડો શબ્દ દ્વારા શિષ્યને સંબોધિત કરવાની પદ્ધતિ જૈન–બૌદ્ધ આગમોમાં દષ્ટિગોચર થાય છે. દેશ, કુળ, શીલ આદિથી સંબંધિત સમસ્ત ગુણોમાં વિશિષ્ટતમ ગુણ દીર્ધાયુષ છે. જે શિષ્ય દીર્ધાયુ પ્રાપ્ત કરે છે તે સ્વયં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ભવ્યજનોને જ્ઞાન આપી શકે છે. આ રીતે શાસન પરંપરા અવિરત ચાલે છે. આઉર્સ શબ્દના અન્ય વૈકલ્પિક શબ્દ અને અર્થ આ પ્રમાણે થાય છે
(૧) આરતેf– તે શબ્દ આની સાથે જોડીને બાવા શબ્દનું વિશેષણ માનવાથી આરતેષ મનાવવાનો અર્થ આ પ્રમાણે થાય છે– આયુષ્યમાન ભગવાન પાસેથી અર્થાત્ ભગવાન
જ્યારે આયુષ્ય સહિત સદેહે વિચરતા હતા ત્યારે સાક્ષાત્ મેં સાંભળ્યું હતું. (૨) વસતેv– ગુરુકુળમાં રહીને મેં સાંભળ્યું છે. (૩) આમુલતેજ- માથાથી ચરણ કમળનો સ્પર્શ કરીને મેં સાંભળ્યું છે અર્થાત્ વિનયપૂર્વક સાંભળ્યું છે. #ાવે - અહીં કાશ્યપ શબ્દના બે અર્થ છે. (૧) ભગવાન મહાવીરનું ગોત્ર કાશ્યપ હોવાથી, કાશ્યપના સંતાન તે કાશ્યપ કહેવાય છે. (૨) શેરડીના રસને કાશ્ય કહે છે તે રસ પીનારને કાશ્યપ કહે છે. ભગવાન ઋષભદેવે ઈક્ષરસનું પાન કર્યું તેથી તે કાશ્યપ કહેવાયા. ભગવાન મહાવીર તે ગોત્રમાં ઉત્પન્ન થયા હોવાથી કાશ્યપ તરીકે ઓળખાયા. ભગવાન ઋષભદેવના ધર્મવંશજ, વિદ્યાવંશજ હોવાથી ભગવાન મહાવીર કાશ્યપ કહેવાયા. સમજ :- વ્યુત્પત્તિ અનુસાર આ શબ્દના અનેક અર્થ થાય છે. (૧) સહજ સમત્વાદિ ગુણ સંપન્ન હોય તેમજ માન-અપમાનમાં સમાન ભાવ રાખે તે સમન (૨) કષાયોનું શમન કરે તે શમન (૩) તપસ્યા આદિમાં શ્રમ કરે તે શ્રમણ (૪) સમ મન કે સુંદર મન તે સમન(સુમન). માવા :- ભગવાન. ભમ્ શબ્દના છ અર્થ થાય છે. (૧) સમગ્ર-ઐશ્વર્ય (૨) રૂ૫ (૩) યશ (૪) શ્રી (૫) ધમ (૬) પ્રયત્ન. જેમાં ઐશ્વયોદિ ગુણો સમગ્રરૂપે હોય તે ભગવાન કહેવાય છે. પ્રસ્તુતમાં ઐશ્વર્યવાન માટે ભગવાન શબ્દનો પ્રયોગ છે. મવિM :- મહાવીર. તેના વિવિધ અર્થો થાય છે. (૧) ભયંકર ભય, ભૈરવ ઉપસર્ગોને તથા અચલકત્વાદિ કઠિન પરિષહોને સહન કરતા હોવાથી દેવોએ ભગવાનનું નામ 'મહાવીર’ રાખ્યું. (૨) ગુણોને પ્રાપ્ત કરવામાં મહાન વીર હોવાથી ભગવાનને મહાવીર કહે છે. (૩) કષાય આદિ મહાન આંતરિક શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાથી ભગવાનને મહાવીર કહે છે. (૪) જે કર્મોને કાપે તેમજ તપોવીર્યથી યુક્ત હોય તે વીર છે. આ ગુણો હોવાથી વર્ધમાન પ્રભુને મહાવીર કહે છે. થHપારી :- ધર્મ પ્રજ્ઞપ્તિ. જેનાથી શ્રત–ચારિત્રરૂપ ધર્મ અથવા સંયમ ધર્મ જાણી શકાય છે. તાત્પર્ય એ છે કે ધર્મના જાણપણાથી યુક્ત આ અધ્યયનનું બીજું નામ ધર્મ પ્રજ્ઞપ્તિ છે.
Mાં - અધ્યયન કરવું, ભણવું, શીખવું પાઠ કરવો, સાંભળવું અને ચિંતન કરવું, સ્મરણ કરવું. તેય - આ ષડુ જીવનિકાયનું અધ્યયન શ્રેયકારી છે. સંયમમાં ઉપસ્થિત શ્રમણો માટે આ અધ્યયનને ભણવું, શીખવું અને તે અનુસાર જીવન ઘડવું કલ્યાણકારી છે અર્થાત્ સાધક દ્વારા જે આત્મકલ્યાણના