________________
અધ્ય.-૨: સલાચાર કથા.
[ પ ૭ ]
દેવલોકોમાં જાય છે અને જે નારયા = કેટલાક કર્મરજથી રહિત થઈને સિતિ = સિદ્ધ થાય છે. ભાવાર્થઃ- દુષ્કર ક્રિયાઓને–અનુષ્ઠાનો કરીને અને દુઃસહ્ય કષ્ટોને સહન કરીને કેટલાક સાધક અહીંથી મૃત્યુ પામીને અથવા આ સંસારમાં જ રહેતા દેવલોકમાં ઉત્પન્ન થાય છે તો કેટલાક સાધક સર્વથા કર્મરજથી રહિત થઈને સિદ્ધ થાય છે.
__ खवित्ता पुव्वकमाई, संजमेण तवेण य ।
सिद्धिमग्गमणुप्पत्ता, ताइणो परिणिव्वुडा ॥ त्ति बेमि ॥ છાયાનુવાદ: પત્યા પૂર્વજન્મffજ, સંયમેન તપ !
सिद्धिमार्गमनुप्राप्ताः, तायिनः परिनिर्वृता ॥ इति ब्रवीमि ॥ શબ્દાર્થ – સંગને" = સંયમથી તપ = તપથી પુષ્યા - પૂર્વોપાર્જિત કર્મોને વિત્તા = ખપાવીને-ક્ષય કરીને સિદ્ધિમાં = મોક્ષના માર્ગને, સંયમને અનુપત્ત = પ્રાપ્ત થયેલા તાળો = છ કાયના રક્ષક સાધુ પરિબુડા = નિર્વાણને પામ્યા, પ્રાપ્ત કરે છે. ભાવાર્થ-મોક્ષમાર્ગમાં ઉપસ્થિત અને છકાય જીવોના રક્ષક અણગાર સંયમ અને તપ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરીને પરિનિર્વાણ(મોક્ષ)ને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત બે ગાથામાં અનાચારના ત્યાગી નિગ્રંથોને પ્રાપ્ત થતાં અનંતર અને પરંપર ફળનું દર્શન કરાવ્યું છે. જે ફલ્થ રેવનોપણ - સાધક આત્મશુદ્ધિ માટે અનાચારનો ત્યાગ, ઈન્દ્રિય વિજય, કષાયોનો ઉપશમ વગેરે દુષ્કર કાર્ય કરીને, પરીષહ વિજય, આતાપના વગેરે દુઃસહા કષ્ટોને સમભાવપૂર્વક સહન કરી કર્મોનો ક્ષય કરે છે. કર્મોનો ક્ષય કરીને કેટલાક જીવો મોક્ષમાં જાય છે અને સંપૂર્ણ કર્મનો જે ક્ષય ન કરી શકે તે દેવલોકમાં જાય છે.
ગિરા – સંપૂર્ણ ચારિત્રનું આરાધન કરતાં અષ્ટવિધ કર્મનો ક્ષય થતાં સંપૂર્ણ કર્મરજનો નાશ કરી આત્મા સ્વયં નિરજસ્ક બની મોક્ષમાં ચાલ્યો જાય છે. આ અનંતર ફળ છે.
વત્તા પુબારું સંગને તવેગ :- દેવલોકમાં ઉત્પન્ન થયેલો આત્મા, ચારિત્રની નિર્મળ આરાધનાથી પ્રાપ્ત પુણ્ય ભોગવવા છતાં તેમાં લપાતો નથી. તે પુણ્ય તેના મોહકર્મનું પોષક બનતું નથી. દૈવી સુખોને તે અનાસક્ત યોગે ભોગવી આયુષ્ય પૂર્ણ કરે છે. ત્યાર પછી મનુષ્યભવ પામીને અવશિષ્ટ કર્મોનો ક્ષય કરવા માટે ઉત્તમ સુયોગ્ય નિમિત્ત પામીને, સંસારથી વિરક્ત થઈને ચારિત્રરૂપ