________________
૫૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. નિગ્રંથ મુનિ બનીને, છકાય જીવોનો રક્ષક બનીને, પૂર્વ સંચિત કર્મનો ક્ષય કરવા સંયમ અને તપ રૂપ બે અમોઘ ઉપાય અજમાવે છે. નવાકર્મ પ્રવેશે નહીં તે માટે સંયમરૂપ અમોઘ ઉપાય દ્વારા આશ્રવના દ્વારબંધ કરે છે અને તપ દ્વારા પૂર્વ સંચિત કર્મનો નાશ કરે છે. જેમ કે એક મોટું પાણીનું તળાવ ભરેલું હોય તેમાં ગરનાળા દ્વારા પાણી આવી રહ્યું છે, તે પાણી ન આવે તે માટે પહેલાં ગરનાળા બંધ કરી દેવાય છે અને પછી સૂર્યના પ્રચંડ તાપથી તળાવમાં રહેલું પાણી ક્રમશઃ શોષાતું શોષાતું સુકાઈ જાય છે. આખર તળાવની જગ્યા જેવી હતી તેવી સાફ થઈ જાય છે. તે જ રીતે સંયમથી કર્મ–આશ્રવ રોકાય જાય છે તથા આત્માના પૂર્વોપાર્જિત કર્મો તપની પ્રચંડ અગ્નિથી બળીને ભસ્મીભૂત થઈ જાય છે.
ત્યારે આત્મા કર્મ રહિત શુદ્ધ બની જાય છે. તાળો રળવુડ - છ કાય જીવના પૂર્ણ રક્ષક મહાત્મા પરિનિવૃત્ત થઈ જાય છે અર્થાત્ જન્મ, જરા, મરણ, આદિથી સર્વથા મુક્ત થાય છે. અહીં પરિપત્રુડા શબ્દ ભૂતકાલીન પ્રયોગ લાગે છે પરંતુ અહીં તેનો વર્તમાન અથવા ભાવી અર્થ કરવો સંગત થાય છે.
-: પરમાર્થ :
પુણ્ય અને પાપરૂપી, શુભાશુભ કર્મથી સંપૂર્ણ મુક્ત બનવું હોય તેમણે સંયમ અને તપ સ્વીકારવા જરૂરી છે. પુણ્યના ફળરૂપે અનુકુળ સામગ્રી મળે તો યે રાગરહિત નિરપેક્ષ અવસ્થા કેળવવી પડે છે અને પાપના ફળરૂપે પ્રતિકૂળ સામગ્રી મળે તો સહનશીલતા કેળવવી જરૂરી છે. આ બન્નેમાં જેઓ તટસ્થ રહી શકે છે, તેઓ સંયમમાં સુસ્થિત બની શકે છે. જે જિનશાસનના કષ્ટકારક ધર્માનુષ્ઠાનો દ્વારા દુઃખમાં અને સુખમાં સમાધિ રાખવાનો અભ્યાસ કરે છે તે સુખને પચાવવાની કળા પ્રાપ્ત કરી, સુખ-દુઃખ ઉભયમાં સમાધિને સાચવવા સમર્થ બને છે. તેઓ સુખ-દુઃખના નિમિત્તો આવે ત્યારે રાગ-દ્વેષ નહિ કરતાં અનિત્યાદિ ભાવનાઓના બળે અંતે આત્માના સહજ સ્વભાવને વરે છે. આ સહજ સુખની સમાધિ જ સાધુ જીવનનું સાધ્ય છે અને તે ચારિત્રના બળે સિદ્ધ કરી શકાય છે. માટે મુક્તિનું અનંતર કારણ ચારિત્ર છે. વાસ્તવમાં સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન, સમ્યગું ચારિત્ર મોક્ષ પ્રાપ્ત કરાવનાર સહ્યોગી મિત્ર છે. બાવન અનાચારોનું સંક્ષિપ્ત વિવરણ:
ક્રમ
નામ
૧ |ઔદેશિક ૨ ક્રિતિકૃત ૩ નિત્યક
અર્થ
અનાચારનું કારણ સાધુના ઉદ્દેશથી બનાવેલ આહારાદિ લેવા. | જીવ વધ(હિંસા) સાધુ માટે ખરીદીને લાવેલા આહારાદિ લેવા. અધિકરણ હંમેશાં એક જ ઘરનો નિમંત્રણ કરાયેલો | ભોજન-સમારંભ મુનિ માટે થાય. આહાર લેવો. દૂરથી સાધુ માટે ઉપાશ્રયાદિ સ્થાનમાં છ કાયજીવની હિંસા થાય. સામેથી લાવેલા આહારાદિ લેવા.
| ૪ | અભિહત