________________
અધ્ય.-૨: સલાચાર કથા
[ પ પ ]
બારમી ગાથામાં સાધુને માટે ત્રણે ય ઋતુઓના પૃથ–પૃથક કૃત્યોનું વર્ણન કર્યું છે. તે વર્ણન તેઓના તપ સંયમના ઉત્કટ લક્ષ્યને સૂચિત કરે છે. ગાથામાં સૂચિત ગ્રીષ્મ અને શીતકાલના બંને કૃત્યો તપરૂપ છે. અને વર્ષાકાલનું કૃત્ય સંયમરૂપ છે. આતાપના – આતપના બે પ્રકારની હોય છે– (૧) ગ્રીષ્મ ઋતુમાં તાપમાં બેસવું, સૂર્ય સામે મુખ કરી સમતલ પગે ઊભા રહેવું તેમજ એક પગે ઊભા રહેવું વગેરે ઉષણ આતાપના છે. (૨) શીતકાલમાં અલ્પ વસ્ત્ર કે એક વસ્ત્ર રાખી ઠંડીને સહન કરવી, હવાના સ્થાને જઈ વસ્ત્ર દૂર કરી ઊભા રહેવું વગેરે શીત આતાપના છે. વાસી ડી – પ્રતિસંલિનતા-પ્રવૃત્તિ ઓછી કરવી. વર્ષાઋતુમાં મુનિ પ્રતિસલીન રહે છે. કારણ કે વર્ષાઋતુમાં અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે; તે જીવોની રક્ષા માટે મુનિ ગમનાગમન, આહારવિહાર આદિ સર્વ પ્રવૃત્તિઓને ઘટાડીને આત્મભાવમાં સ્થિર થવા પ્રયત્નશીલ રહે. મુનિ સંચરણની પ્રવૃત્તિઓ ઓછી કરે તે આવશ્યક છે. સંગથી સુસદિયા - સંયમી સુસમાધિવંત મુનિ. જે સંયમી સાધુ-સાધ્વીઓએ પોતાના સિદ્ધાંતો પ્રતિ સમાધાન પ્રાપ્ત કર્યું છે, જેનું મન ધર્મમાં કે સંયમમાં સુનિશ્ચિત છે, સુસમાહિત છે, જે શ્રુત, વિનય, આચાર અને તપ આ ચાર પ્રકારની સમાધિમાં લીન બની ગયા છે, તે સુસમાધિવંત સંયતી કહેવાય છે.
મહર્ષિનું ધ્યેય :___ परीसह रिऊदंता, धुयमोहा जिइंदिया ।
सव्वदुक्खप्पहीणट्ठा, पक्कमंति महेसिणो ॥ છાયાનુવાદઃ પરીષરપુકાન, ધુતમોત નિતક્રિયા: I.
सर्वदुःखप्रहीणार्थ, प्रक्रामन्ति महर्षयः ॥ શબ્દાર્થ - પરીસદ રિવંતા - પરીષહરૂપી વેરીઓને દમનારા ધૂયમોદ = મોહકર્મને દૂર કરનારા નિરિયા = ઈન્દ્રિયોને જીતનારા મસિનો - મહર્ષિઓ સબૂકુઉપહાકૂ = સર્વ દુઃખોને નાશ કરવા માટે પ તિ = પરાક્રમ કરે છે. ભાવાર્થ - પરિષહરૂપી શત્રુઓને જીતનારા, મોહને દૂર કરનારા તથા ઈન્દ્રિયોને જીતનારા મહર્ષિઓ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરવા માટે પરાક્રમશીલ રહે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પણ સાધકના ગુણોના નિરૂપણ સાથે તેના સર્વકર્મના ક્ષય રૂપ ધ્યેયનું કથન છે.