________________
[ પ ૪ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કર્યો છે.
સંગન્નિય કુત્તા :- કુત્તા શબ્દના અનેક અર્થ છે યથા- યુક્ત, ઉધત, તત્પર, તલ્લીન, સંબદ્ધ, સહિત, સમન્વિત આદિ. તેથી આ સંપૂર્ણ વાક્યનો અર્થ છે– સંયમ પાલનમાં તત્પર, સંયમ સમન્વિત. નદ મૂળ વિMિ :- શ્રમણ નિગ્રંથ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે હળવા થઈને વિચરણ કરે છે. દ્રવ્યથી તેઓ અલ્પ ઉપકરણો(જીવનોપયોગી સાધનો)વાળા હોવાથી અને ભાવથી કષાયોને મંદતર–મંદતમ બનાવતા હોવાથી લઘુભૂતિ વિહારી કહેવાય છે.
દસમી ગાથા અનુસાર નિગ્રંથ, મહર્ષિ, સંયમમાં લીન અને લઘુભૂત વિહારી આ ચાર વિશેષણોથી યુક્ત શ્રમણ માટે પૂર્વોક્ત સર્વ પ્રવૃત્તિઓ સંયમ વિઘાતક હોવાથી જીવન પર્યત અનાચરણીય છે.
પાલવ પરિચ્છાથા:- પાંચ આસવને જાણીને તેનો વિરોધ કરનાર. જેના દ્વારા આત્મામાં કર્મ પ્રવેશ કરે તેને આશ્રવ કહે છે. હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહ, આ પાંચ આશ્રવ છે. તેના કારણભૂત મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગાદિ પ્રવૃત્તિઓ પણ આશ્રવરૂપ છે.
પરિણાથા - પરિજ્ઞા. જાણવાના બે પ્રકાર છે– જ્ઞાનપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. જે પંચાશ્રવના વિષયમાં બન્ને પરિજ્ઞાથી યુક્ત છે, તે પંચાશ્રવ પરિજ્ઞાતા કહેવાય છે. આશ્રવોને જાણવા તે જ્ઞાન પરિણા છે અને જાણ્યા પછી તેને છોડી દેવા તે પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. નિશ્ચય નયથી જે પાપને જાણીને પાપ કરતાં નથી. તે જ પાપકર્મના જાણનારા છે અને જે જાણતા હોવા છતાં પાપનું આચરણ કરે છે, તે ખરેખર પાપને જાણનારા કહેવાતા નથી પરંતુ અજ્ઞાની કહેવાય છે.
તિગુત્તા :-ત્રણ ગુપ્તિથી ગુપ્ત. મન, વચન અને કાયાનો સારી રીતે નિગ્રહ કરનાર ત્રિગુપ્ત કહેવાય છે. છસુ સંગ:- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રાસ આ છ પ્રકારના જીવોની રક્ષામાં જે યતનાશીલ હોય, સર્વ જીવોના અભયદાતા હોય તે સંયત કહેવાય છે.
પરિણા :– પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરનારા. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આ પાંચે ઈન્દ્રિયના વિષયમાં રાગદ્વેષ ન થાય તે રીતે પાંચે ઈન્દ્રિયોનું દમન કરનારાને પંચનિગ્રહી કહેવાય છે. ધીરા ધીર અને શૂર એકાર્થક છે. જે બુદ્ધિમાન છે, સ્થિર છે, તે વીર કહેવાય છે. ક્યાંક થીરાના સ્થાને વીરા પાઠ પણ મળે છે. જેનો અર્થ શૂર, વીર, પરાક્રમી થાય છે. ૩નુવંસિને -આ શબ્દનો બે પ્રકારે અર્થ થાય છે– (૧) ઉજ્જુ એટલે સંયમ. જે કેવળ સંયમને જુએ છે, સંયમમાં લીન રહે છે તથા સ્વ અને પરમાં સમભાવ રાખે છે તેને જુદર્શી કહેવાય છે. (૨) મોક્ષનો સીધો અને સરળ રસ્તો સંયમ છે. તેમાં જે વિશ્વાસ રાખે છે, તેને જુદર્શી કહેવાય છે. આ રીતે શ્રમણ નિગ્રંથ અગિયારમી ગાથામાં કથિત છ ગુણોના ધારક હોય છે.