________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
દ્વારા મળને દૂર કરવો, તેને અધો વિરેક કહેવાય છે. ગાથાના પૂર્વાર્ધની આ ચારે ય પ્રક્રિયાઓ આરોગ્ય માટેની છે. જો તે શરીરની આસક્તિથી રૂપ, બલ આદિની વૃદ્ધિની અપેક્ષાથી કરવામાં આવે તો અનાચાર દોષરૂપ છે. (૪૯) અંનળે :− વિભૂષા માટે અને બીજાને વશ કરવા માટે આંખોમાં આંજણ, સુરમો, કાજલ વગેરે આંજવું.
૫૨
(૫૦) વૃંતવળે ઃ– દાંતને સાફ કરવા. તેના ત્રણ અર્થ થાય છે– (૧) દન્તવન– દાંતને વન = વનસ્પતિ અથવા વૃક્ષની ડાળીથી સાફ કરવા અર્થાત્ દાતણ કરવું. (૨) મંજન આદિથી દાંત સાફ કરવા. (૩) દાંતને વિભૂષિત કરવા અથવા રંગવા.
આ ક્રિયામાં કોગળા કરવા, પાણી ફેંકવું આદિ પ્રવૃત્તિમાં જીવોની વિરાધના થાય છે અને તેમાં શોભા—વિભૂષાનો ભાવ હોય તો પણ તે અનાચાર છે.
(૫૧) યામંન :– ગાત્રામ્બંગ. શરીરને તેલ આદિથી માલિશ કરવું. તેમાં સુકુમારપણું, સુખશીલપણું વૃદ્ધિ પામે છે માટે અનાચાર દોષ છે.
(૫૨) વિભૂલને ઃ– વિભૂષા કરવી. શરીરને વસ્ત્ર, આભૂષણાદિથી સુશોભિત કરવું; કેશ પ્રસાધન કરવા; કેશ, દાઢી, મૂંછ, નખ આદિને શણગારની દૃષ્ટિથી કાપવા; શરીરને સજાવવું, તે વિભૂષા છે. વિભૂષા બ્રહ્મચર્ય માટે ઘાતક છે. આ શાસ્ત્રના છઠ્ઠા અધ્યયનમાં વિભૂષાને અઢારમું વર્જ્ય સ્થાન કહ્યું છે તથા આઠમા અધ્યયનમાં આત્મગવેષી પુરુષ માટે વિભૂષાને તાલપુટ વિષ સમાન કહી છે.
ઉત્તરાધ્યયન સૂત્રના સોળમા અધ્યયનમાં નવમી બ્રહ્મચર્ય ગુપ્તિના સંદર્ભમાં કહ્યું છે કે વિભૂષા કરનાર સાધુ સ્ત્રીઓ દ્વારા પ્રાર્થનીય થઈ જાય છે. સ્ત્રીઓ દ્વારા પ્રાર્થિત અને અભિષિત થવાથી તેના બ્રહ્મચર્ય વિષે શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય, તે બ્રહ્મચર્ય વ્રતથી ચ્યુત થઈ જાય, ઉન્માદને પ્રાપ્ત થાય, દીર્ઘ વ્યાઘિગ્રસ્ત થાય, અથવા સર્વજ્ઞ પ્રણિત ધર્મથી ભ્રષ્ટ થાય ઈત્યાદિ કોઈપણ દોષો ઉત્પન્ન થાય તેવી પૂર્ણ સંભાવના રહે છે. તેથી બ્રહ્મચારીને માટે વિભૂષા ત્યાગ અનિવાર્ય છે. દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયન અનુસાર વિભૂષા કરનાર ભિક્ષુ ચિકણા કર્મ બાંધે છે, જેના કારણે તે ઘોર સંસાર સાગરમાં પરિભ્રમણ કરે છે.
આ રીતે અહીં સુધી બાવન અનાચારોનું વિશ્લેષણયુક્ત વર્ણન પૂર્ણ થાય છે. અનાચારોનો ઉપસંહાર : નિગ્રંથનો મહિમા :
१०
सव्वमेयमणाइण्णं, णिग्गंथाणं महेसिणं । संजमम्मि य जुत्ताणं, लहुभूयविहारिणं ॥ છાયાનુવાદ : સર્વમેતવના પીળ, નિદ્રંન્થાનાં મહર્ષીળામ્ । संयमे च युक्तानां, लधुभूतविहारिणाम् ॥