________________
અધ્ય.—૩ : ક્ષુલ્લકાચાર કથા
(૪૩) પાંલુહાર :– ઉપરની જમીનમાંથી નીકળેલું મીઠું, જે પાપડીયો ખારો કહેવાય છે.
(૪૪) વ્હાલાતવળ :- - કાળું મીઠું. સૈન્ધવ પર્વતની વચ્ચે વચ્ચેની ખાણમાંથી ઉત્પન્ન થનારું અથવા દક્ષિણ સમુદ્રની નજીકમાં ઉત્પન્ન થનારું મીઠું.
આ છ પ્રકારનું મીઠું સચેત્ત હોય ત્યાં સુધી સાધુ માટે અગ્રાહ્ય છે.
ધોતિ નેતિ આદિ અનાચાર :
धुवणेत्ति वमणे य, वत्थीकम्म विरेयणे । अंजणे दंतवण्णे य, गायब्भंगविभूसणे ॥
૫૧
છાયાનુવાદ ધોતિનેતિશ્વ વમનશ્વ, વસ્તિમં વિરેશ્વનમ્ । अज्जनं दन्तवर्णं, गात्राभ्यङगविभूषणे ॥
શબ્દાર્થ:- ધૂવળેત્તિ(ધોખેત્તિ) = ધોતિ નેતિ ક્રિયા કરવી વમળે = વમન કરવું વલ્ભીવન બસ્તિકર્મ, અધો માર્ગથી સ્નેહ, ગુટીકાદિ દ્વારા મળ ઉતારવો વિષેયને = જુલાબ લેવો અંગખે આંખોમાં આંજણ આંજવું વતવો = દાંતને રંગવા ગયPT = ગાત્રાભંગ, શરીરને તેલાદિ લગાડવું વિભૂષણૈ = શરીરને વિભૂષિત કરવું.
=
ભાવાર્થ:- (૪૫) ધોતિનેતિ ક્રિયા કરવી (૪૬) વમન કરવું (૪૭) એનીમા વગેરે લેવો (૪૮) જુલાબ લેવો (૪૯) આંખોમાં આંજણ આંજવું, (૫૦) દાંત રંગવા, (૫૧) ગાત્રામ્બંગ કરવું (પર) વિભૂષા કરવી. વિવેચન :
આ ગાથામાં આઠ અનાચારોનું વર્ણન છે. આ આઠ પ્રવૃત્તિ શરીરની પરિચર્યા રૂપ છે. (૪૫) થુવનેત્તિ(ધોનેત્તિ) :– ધોતિ નેતિ ક્રિયા. શરીરની શુદ્ધિ માટે કોમલ, સુંવાળા વસ્ત્ર કે દોરા(ઝીણા સૂતર)ને નાક દ્વારા કે મુખ દ્વારા શરીરની અંદર પહોંચાડી કફ વગેરેની શુદ્ધિ કરવી. [ ગુજરાતી ભગવદ ગોમંડલ કોષ ભાગ-૫, પૃષ્ટ-૪૭૫૫ તેમજ ભાગ-૫, પૃષ્ટ-૫૧૭૫ ] આ શબ્દના પરંપરાએ ધૂપ કરવો ધૂમ્રપાન કરવું વગેરે અર્થ પણ ઉપલબ્ધ થાય છે.
(૪૬–૪૭–૪૮) વમળે, વીમ્ન, વિરેયને ઃ– વમન, બસ્તિકર્મ, વિરેચન. વમન—ઊલ્ટી કરવી, મીંઢોળ આદિના પ્રયોગથી આહારને બહાર કાઢવો. તેને ઉર્ધ્વ–વિરેક કહે છે. બસ્તિકર્મ–અપાન માર્ગ દ્વારા સ્નેહ આદિના પ્રક્ષેપને બસ્તિ કર્મ કહે છે. આયુર્વેદમાં વિભિન્ન પ્રકારે બસ્તિકર્મનો ઉલ્લેખ મળે છે. ચર્મની કે રબરની નળીને 'બસ્તિ' કહે છે. તેના દ્વારા સ્નેહને ચઢાવવું તે બસ્તિકર્મ છે. બસ્તિકર્મ કટિવાત, અર્શ આદિ રોગને દૂર કરવા માટે છે. આ યુગમાં તેને એનિમા કહે છે. વિરેચનનો અર્થ છે જુલાબ